Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ક્ષત્રિય યુવાનોના રિકન્સ્ટ્રક્શન સામે સમાજમાં રોષ:આગેવાનોએ પોલીસની કાર્યપદ્ધતિ અમાનવીય અને પક્ષપાતભરી ગણાવી; જવાબદારોને બરતરફ કરવા માગ

    15 hours ago

    પાટણ જિલ્લાના ઝીલિયા ગામે થયેલા ઘર્ષણ બાદ વામૈયાના 18 ક્ષત્રિય યુવાનોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેમનું વસ્ત્રાહરણ કરીને જાહેરમાં માર માર્યો હોવાના આક્ષેપો થયા છે. આ ઘટનાના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક (SP) સહિતના જવાબદાર પોલીસકર્મીઓને તાત્કાલિક બરતરફ કરવાની માંગ કરવામાં આવી છે. વામૈયા ખાતે રામબાઈ માતાના મંદિરે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકઠો થયો હતો. સમાજના આગેવાનોએ આ ઘટનાને અમાનવીય ગણાવી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ઝીલિયા ગામે ભાર્ગવ અને ભાવેશ નામના વ્યક્તિઓના ફાર્મ પર થયેલા ઘર્ષણ બાદ વામૈયા અને આસપાસના ગામના 18 ક્ષત્રિય યુવાનોની ધરપકડ થઈ હતી. યુવા ક્ષત્રિય સેના અધ્યક્ષ અભિજીતસિંહ બારડે આક્ષેપ કર્યો કે પોલીસે લોકશાહીનું હનન કરીને યુવાનોને જાહેરમાં અમાનવીય રીતે માર માર્યો છે. બેઠકમાં એવો પણ સુર ઉઠ્યો કે પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિઓને રીઝવવા માટે કાયદો હાથમાં લીધો હતો. પોલીસ તંત્ર દ્વારા રિકન્સ્ટ્રક્શનના નામે યુવાનોનું વસ્ત્રાહરણ કરી, ફાર્મ પર લઈ જઈ ઉઠબેસ કરાવી વરઘોડો કાઢવામાં આવ્યો હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યના ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજની મુખ્ય માંગ છે કે આ ઘટનામાં સંડોવાયેલા LRD કોન્સ્ટેબલ, ASI, PSI થી લઈને જિલ્લા પોલીસ અધિક્ષક (SP) સુધીના તમામ જવાબદાર અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ અથવા બરતરફ કરવામાં આવે. આગેવાનોએ જણાવ્યું કે જો ટૂંકા ગાળામાં તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો સોમવારે ફરીથી વામૈયા ખાતે સમાજ એકઠો થશે. તેઓ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી શક્તિ પ્રદર્શન કરશે. આ મામલે કોર્ટ અને કાયદાકીય લડતની સાથે સામાજિક સ્તરે પણ વિરોધ તેજ કરાશે. જો ન્યાય નહીં મળે તો ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતા ગામોમાં રાજકીય પક્ષો અને વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા જેવા આકરા નિર્ણયો લેવાની ચીમકી પણ આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં 66KVનો વીજપોલ ધરાશાયી, LIVE VIDEO:કચ્છના નાના રણમાં ભયાનક વંટોળના દૃશ્યો, અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી અને હોર્ડિંગ્સ પડવાના બનાવ
    Next Article
    મોડાસામાં હિન્દુ નવ વર્ષે 11 મંદિરોમાં ‘હિન્દુ તિલક’ કાર્યક્રમ:2000થી વધુ ભક્તોને શુભકામનાઓ પાઠવવામાં આવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment