Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજકોમાસોલનો ઐતિહાસિક રેકોર્ડ:11 હજાર કરોડથી વધુના ટર્નઓવર સાથે સભાસદોને 20 ટકા ડિવિડન્ડની જાહેરાત, સંસ્થાએ 60 કરોડનો ચોખ્ખો નફો કર્યો

    17 hours ago

    ગાંધીનગરના ટાઉન હોલ ખાતે આયોજિત 65મી વાર્ષિક સાધારણ સભામાં ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ (ગુજકોમાસોલ) દ્વારા સંસ્થાના ઇતિહાસની સૌથી શાનદાર આર્થિક કામગીરી જાહેર કરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષ 2025-26માં સંસ્થાએ રૂ. 11,479 કરોડનું રેકોર્ડબ્રેક ટર્નઓવર મેળવીને સહકારી ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો છે. સંસ્થાએ રૂ. 152.63 કરોડનો ગ્રોસ પ્રોફિટ અને કરવેરા બાદ રૂ. 60 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. આ નાણાકીય સફળતાને પગલે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સભાસદોને 20 % ડિવિડન્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આજે ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ એટલે કે ગુજકોમાસોલની વાર્ષિક સાધારણ સભામાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, ગુજકોમાસોલ અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, તથા વાઈસ ચેરમેન બિપીન પટેલ (ગોતા) સહિતના મહાનુભાવોની ઉપસ્થિતમાં ચાલુ નાણાકીય વર્ષ 2025-26 ના લેખાજોખા જાહેર કરાયા હતા. ફંડો વધીને રૂ. 216 કરોડ જે અંતગર્ત ચાલુ વર્ષ દરમિયાન સંસ્થાના ફંડમાં રૂ. 61.88 કરોડનો ઉમેરો થતાં રીઝર્વ તથા અન્ય ફંડો વધીને રૂ. 216 કરોડ થઈ ગયા છે. આ સાથે કાયમી મિલકતોમાં પણ રૂ. 48.92 કરોડ જેટલો માતબર વધારો નોંધાયો છે. ગુજકોમાસોલે ખેડૂતોને રૂ. 2115 કરોડના મૂલ્યનું 17.59 લાખ મેટ્રિક ટન ખાતર અને રૂ. 114.79 કરોડના ઉચ્ચ ગુણવત્તાવાળા સર્ટિફાઇડ બિયારણો પૂરા પાડ્યા છે. જંતુનાશક દવાનું ટર્નઓવર વધીને રૂ.3.13 કરોડ આ ઉપરાંત જંતુનાશક દવાનું ટર્નઓવર પણ વધીને રૂ.3.13 કરોડ થયું છે. વધુમાં ટેકાના ભાવની ખરીદી અંતર્ગત રૂ.8,680 કરોડની રકમથી 12.27 લાખ મેટ્રિક ટન મગફળી, ચણા, સોયાબીન, રાયડો અને કઠોળની પૂર્ણ પારદર્શકતા સાથે ખરીદી કરવામાં આવી છે. ખેતીમાં આધુનિકતા લાવવા ડાયવર્સિફિકેશન અને વેલ્યુ એડિશન વિભાગે રૂ. 48 કરોડનું ટર્નઓવર પ્રાપ્ત કર્યું છે. ચાલુ સાલે 15,411 એકરમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરાયો છે. સંસ્થાએ ગુજકો નામની નવી બ્રાન્ડનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જે સહકાર થી સમૃદ્ધિના સંકલ્પને સાકાર કરશે.મહેસાણા યુનિટ ખાતે એગ્રી લોજિસ્ટીક પાર્ક તૈયાર થઈ રહ્યો છે. જ્યાં ઓર્ગેનિક અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગના માલનું પ્રોસેસિંગ, પેકિંગ અને ગ્લોબલ માર્કેટીંગ કરાશે.રાજ્યભરમાં ગુજકો મોલ પ્રોજેક્ટ હેઠળ 7 મોલ કાર્યરત થઈ ચૂક્યા છે. સંસ્થાના 145 ગોડાઉનો થકી રૂ. 8.37 કરોડની ભાડાની આવક ઊભી કરાઈ છે. તમામ ડેપો અને યુનિટોનું કમ્પ્યુટરાઇઝેશન પૂર્ણ કરી દેવાયું છે. કર્મચારીઓના વ્યાપક હિતમાં નિવૃત્તિ વયમર્યાદા 58 થી વધારીને 60 વર્ષ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે.જ્યારે ગાંધીનગર ખાતેની હેડઓફિસમાં ઇલેક્ટ્રિક વાહનો માટે નવા ચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    શહેરના સરદાર ચોકમાં નગ્ન હાલતમાં નસેડીનો આતંક:સ્થાનિકો પર પથ્થરમારો કરી બાનમાં લીધા, પોલીસની ટીમ અટકાયત કરીને લઈ ગઈ
    Next Article
    કંકાલ કોઈ પુરુષનું છે કે સ્ત્રીનું?:ઉધનાની સીલ થયેલી માર્કેટમાંથી માનવ કંકાલ મળ્યું, હત્યા કે આત્મહત્યા દિશામાં તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment