Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કંકાલ કોઈ પુરુષનું છે કે સ્ત્રીનું?:ઉધનાની સીલ થયેલી માર્કેટમાંથી માનવ કંકાલ મળ્યું, હત્યા કે આત્મહત્યા દિશામાં તપાસ શરૂ

    18 hours ago

    સુરતના ઉધનામાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ઉધના-નવસારી મેઈન રોડ પર અંબર કોલોની સામે આવેલી જર્જરિત એપી માર્કેટમાંથી અચાનક માનવ કંકાલ મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. બંધ અને નિર્જન માર્કેટમાંથી હાડપિંજર મળ્યાની વાત વાયુવેગે ફેલાતાં આસપાસના લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં. એક વર્ષથી સીલ હતી માર્કેટ સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરત મહાનગરપાલિકા દ્વારા સુરક્ષાના કારણોસર આ જર્જરિત એપી માર્કેટને છેલ્લા એકાદ વર્ષથી સીલ મારી દેવામાં આવ્યું હતું. લાંબા સમયથી બંધ પડેલી આ ઈમારતમાં અંદર કોઈ જઈ શકે તેવી સ્થિતિ નહોતી, ત્યારે બંધ ઈમારતના પરિસરમાંથી માનવ કંકાલ કઈ રીતે આવ્યું તે રહસ્ય વધુ ઘેરું બન્યું છે. પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને બનાવની જાણ થતાં જ ઉધના પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે તુરંત જ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી પ્રાથમિક પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી. FSLની મદદથી તપાસનો ધમધમાટ આ કંકાલ કોઈ પુરુષનું છે કે સ્ત્રીનું અને મૃત્યુ કેટલા સમય પહેલાં થયું હતું તે જાણવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમની મદદ લેવામાં આવી છે. કંકાલને પોસ્ટમોર્ટમ અને ડીએનએ પ્રોફાઇલિંગ માટે લેબમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. આ કોઈની હત્યા કરીને લાશ છુપાવી દેવાનો મામલો છે કે પછી આત્મહત્યાનો, તે દિશામાં ઉધના પોલીસે ગુનો નોંધી ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજકોમાસોલનો ઐતિહાસિક રેકોર્ડ:11 હજાર કરોડથી વધુના ટર્નઓવર સાથે સભાસદોને 20 ટકા ડિવિડન્ડની જાહેરાત, સંસ્થાએ 60 કરોડનો ચોખ્ખો નફો કર્યો
    Next Article
    Pregnant Defence Ministry Officer Found Dead, Family Alleges Abuse By In-Laws

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment