Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    11 વર્ષના સગીર સાથે નદીમાં સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય:અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપી કમલેશ વાઘેલાને 20 વર્ષની કેદ અને 30 હજારનો દંડ ફટકાર્યો

    5 days ago

    વર્ષ 2024માં અમદાવાદ ગ્રામ્યના ધંધુકા પોલીસ મથકે 30 વર્ષીય આરોપી કમલેશ વાઘેલા સામે BNS અને પોક્સો એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેનો કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી જતા જજ બી.એસ.મહેતાએ સરકારી વકીલ ભરતસિંહ રાઠોડની દલીલો, 8 સાહેદ અને 35 પુરાવાને આધારે આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારી છે. નદીમાં લઈ જઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું કેસને વિગતે જોતા ભોગ બનનાર સગીર 11 વર્ષ અને 8 મહિનાની ઉંમરનો હતો ત્યારે ફરિયાદી સગીરની માતાને આરોપીએ પોતાના પુત્રને ભાદર નદીમાં નાહવા જવાનું કહીને સાથે લઈ ગયો હતો. જ્યાં તેને નદીના પાણીમાં જ શરીરનો ટુવાલ ખેંચી લઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. સગીર ઘરે આવતા તેને પાછળના ભાગે દુખાવો થતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને 20 વર્ષની કેદ અને 30 હજારનો દંડ કર્યો આટલું જ નહીં આ વાત જો સગીર કોઈને જણાવશે તો તેને ડુબાડીને મારી નાખવાની ધમકી આરોપીએ આપી હતી. કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સાથે 30 હજાર રૂપિયાનો દંડ કર્યો હતો. કોર્ટે સગીરને 4 લાખ રૂપિયા વિક્ટિમ કમ્પેન્સેશન એક્ટ અંતર્ગત ચૂકવવા હુકમ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં એક દિવસમાં 3 લાખ સુધીના સાયબર ફ્રોડની 12 FIR:ફોરેક્સ ટ્રેડિંગથી લઈને લોનના નામે છેતરપિંડી, ડિજિટલ એરેસ્ટ સહિતના કિસ્સામાં 12 આરોપીઓ સામે ફરિયાદ
    Next Article
    વડોદરામાં 38માં ભવ્ય ઉર્ષનો પ્રારંભ:સંદલ જુલૂસમાં ભક્તિનું ઘોડાપૂર, દેશભરના ગાદીપતિઓ અને બુદ્ધિજીવીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિ વચ્ચે ઉજવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment