Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં એક દિવસમાં 3 લાખ સુધીના સાયબર ફ્રોડની 12 FIR:ફોરેક્સ ટ્રેડિંગથી લઈને લોનના નામે છેતરપિંડી, ડિજિટલ એરેસ્ટ સહિતના કિસ્સામાં 12 આરોપીઓ સામે ફરિયાદ

    14 hours ago

    અમદાવાદ સાયબર ક્રાઈમાં સાયબર ફ્રોડને લગતા ગુનાઓની ફરિયાદ નોંધવામાં આવે છે, ત્યારે અમદાવાદ શહેરમાં 3 લાખથી ઓછા ફ્રોડની એક જ દિવસમાં 12 ફરિયાદ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસ દ્વારા અરજી લેવામાં આવી હતી જેની તપાસ કરવામાં આવી અને અંતે ગુનો નોંધવામાં આવ્યો છે. આ તમામ ફરિયાદમાં ભોગ બનનાર અલગ અલગ રીતે સાયબર ફ્રોડના શિકાર બન્યા છે. કિસ્સો 1: ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણના નામે 1.64 લાખની છેતરપિંડી સારંગપુરમાં રહેતા 55 વર્ષીય આધેડને એક યુવતીએ ફેસબુક પર રિકવેસ્ટ મોકલીને પરિચય કેળવ્યો હતો. બાદમાં ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાથી બમણો નફો મળશે તેવી લાલાચ આપીને આધેડને લિંક મોકલી હતી. આધેડે રોકાણ શરૂ કરતા ભાવેશ ચૌહાણ સાથે સંપર્ક કરાવ્યો હતો. ભાવેશે આધેડને વોટ્સએપ ગ્રુપમાં એડ કરીને કોન્ટ્રાક્ટ સાઈન કરાવીને 30 ટકા કમિશન આપવાનું કહીને રૂપિયા 1.64 લાખ મેળવી લીધા હતા. આ સાથે રકમ વિડ્રો ન કરવા દઈને બે લાખની માંગણી કરી હતી. આ મામલે ખાડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કિસ્સો 2: લોનના નામે 56 હજારની છેતરપિંડી મૂળ રાજસ્થાનનો 34 વર્ષીય યુવક શહેરમાં રહે છે અને પિત્ઝા રેસ્ટોરન્ટમાં નોકરી કરે છે. તેને ગઠિયાઓએ લોનના નામે ફોન કરતા તેણે ફોન કાપી નાખ્યો હતો. જે બાદ અલગ અલગ નંબર પરથી ફોન આવતા તેણે ફોન ઉપાડ્યા નહોતા અને બાદમાં એક બાદ એક ઓટીપી આવતા ફોન બંધ કરી દીધો હતો. 20 મિનિટ બાદ ફોન ચાલુ કરતા 56 હજાર રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થતાં સેટેલાઈટ પોલીસે તપાસ હાથ ધરી છે. કિસ્સો 3: ફોન-પે કંપનીના નામે બે શખસો 45 હજાર પડાવ્યા ફતેવાડીમાં રહેતો યુવક બાકરોલ સર્કલ પાસે પકોડીની લારી ચલાવે છે. થોડા સમય પહેલાં ફોન-પે કંપનીના નામે બે શખસો આવ્યા હતા. આ શખસોએ ક્યુઆર કોડ અને સાઉન્ડ સ્પીકર આપવાનું કહીને યુવક સાથે વાત કરી હતી. બાદમાં આ વસ્તુઓ આપીને ફોનમાંથી નવા ક્યુઆર કોડમાં 1 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન પણ કરાવ્યું હતું. ગઠિયાઓએ સ્પીકર લઇને આવીએ તેમ કહીને રફુચ્ચકર થઈ ગયા હતા. થોડી વા બાદ પરત આવીને યુવકનો ફોન લઇને 45 હજારનું ટ્રાન્ઝેક્શન કરીને એપ્લિકેશન ડિલીટ કરી નાખી હતી. સરખેજ પોલીસે તપાસ હાથ ધરી છે. કિસ્સો 4: વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 50 હજાર પડાવ્યા ગાંધીનગર માણસાના 61 વર્ષીય વૃદ્ધ મોટેરામાં રહે છે અને કપ-રકાબી બનાવવાનો વેપાર કરે છે. તેમને અજાણ્યા શખસોએ ફોન કરીને તમે મુંબઇમાં લોકોને હેરાનગતિ કરી હોવાની અને મની લોન્ડરિંગની ફરિયાદ નોધાઈ છે. તમારા વિરૂદ્ધ એરેસ્ટ વોરન્ટ હોવાનું કહીને ડરાવ્યા હતા. બાદમાં ઉચ્ચ અધિકારીને મળવાનું કહીને અધિકારી હાજર ન હોવાથી ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. ત્રણ કલાકે સેફ રિપોર્ટ મંગાવીને ડિપોઝિટ પેટે પાંચ લાખ માગ્યા હતા. વૃદ્ધે 50 હજાર ટ્રાન્સફર કરતા તેમની સાથે સાયબર ફ્રોડની શંકા જતાં ચાંદખેડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કિસ્સો 5: પેટીએમ બંધ કરવાના નામે 50 હજાર પડાવ્યા ગોતામાં રહેતો યુવક ડ્રાય ક્લિનિંગની દુકાન ધરાવે છે. થોડા સમય પહેલાં તેની દુકાને એક શખસ પેટીએમ કંપનીના નામે આવ્યો હતો. યુવકે પેટીએમ સાઉન્ડ બોક્સ બંધ કરાવવાનું કહેતા તેણે યુવકને પોતાના જ ખાતામાં 1 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવાનું કહ્યું હતું. બાદમાં તમારા ફોનથી રિકવેસ્ટ નાખવી પડશે તેમ કહીને ફોન મેળવીને 10 જ મિનિટમાં 50 હજાર મેળવી લીધા હતા. ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કિસ્સો 6: આઇફોન ખરીદવાના નામે 68 હજાર રૂપિયાની ઠગાઈ સુરતના માંડવીના 20 વર્ષીય યુવકે ઇન્સ્ટાગ્રામમાં આઇફોન 13 પ્રો મેક્સ વેચાણની જાહેરાત જોઈ હતી. બાદમાં તે ખરીદવા ઇન્સ્ટાગ્રામ આઇડી પર મેસેજ કર્યો હતો. ગઠિયાએ 5,545 ભાવ કહીને યુવક પાસે બુકિંગ માટે ઓનલાઈન 100 રૂપિયા પડાવ્યા હતા. બાદમાં યુવકે ટુકડે ટુકડે રૂપિયા 5,545 ચૂકવ્યા હતા. ગઠિયાએ એક સાથે જ પેમેન્ટ કરવું પડશે તેમ કહીને 68 હજાર રૂપિયા પડાવી લેતા યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી છે. કિસ્સો 7: રોકાણના નામે 2.65 લાખની છેતરપિંડી નવરંગપુરામાં રહેતા આધેડ સોફ્ટવેર ડેવલપમેન્ટનું કામ કરે છે. તેમણે રોકાણ માટે એપ્લિકેશન ડાઉનલોડ કરી લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું. ગઠિયાઓએ રોકાણની રકમ સામે માત્ર 10 હજાર રૂપિયા આપીને 2.65 લાખનું ફ્રોડ આચરતા નવરંગપુરા પોલીસે તપાસ હાથ ધરી છે. કિસ્સો 8: લોનના નામે 2 લાખની છેતરપિંડી ન્યુ રાણીપમાં રહેતો યુવક નોકરી કરે છે. એક શખસે તેને ઓછા વ્યાજની લોનના નામે ફોન કર્યો હતો. બાદમાં યુવકના ડોક્યુમેન્ટ મેળવીને 6 લાખની લોન મંજુર થઇ હોવાનું કહીને વિવિધ ચાર્જના નામે રૂ. 2.06 લાખ પડાવીને છેતરપિંડી આચરી હતી. સાબરમતી પોલીસે ગુનો નોંધ્યો છે. કિસ્સો 9: ફોન-પે મારફતે 99 હજારનું સાયબર ફ્રોડ શાહપુરમાં રહેતો યુવક ડેટા એન્ટ્રીનું કામ કરે છે. તેની માતાના ખાતામાંથી કોઇ ગઠિયાએ ફોન-પે મારફતે 99,900 નું સાયબર ફ્રોડ આચરતા શાહપુર પોલીસે તપાસ હાથ ધરી છે. કિસ્સો 10: યુવકનો ફોન હેક કરી 22 હજાર સેરવી લીધા ચાણક્યપુરીમાં રહેતો અને ગેરેજ ધરાવતા યુવકનો ફોન હેક કરીને કોઇ શખસોએ ઓનલાઇન પ્લેટફોર્મથી 22 હજાર સેરવી લેતા સોલા પોલીસે તપાસ હાથ ધરી છે. કિસ્સો 11: લોનના નામે યુવક પાસે 29 હજાર પડાવ્યા નિર્ણયનગરમાં રહેતા 34 વર્ષીય યુવકે સો. મીડિયા પર જાહેરાત જોઇને લોન લેવા માટે મેસેજ કર્યો હતો. ગઠિયાએ લોનની ઓનલાઇન પ્રોસેસ કરાવી આપવાનું કહીને 29,500 પડાવી લેતા વાડજ પોલીસે તપાસ હાથ ધરી છે. કિસ્સો 12: પેટીએમના નામે યુવકના ખાતામાં 50 હજાર સેરવી લીધા શેરડીના રસની લારી ધરાવતા યુવક પાસે પેટીએમમાંથી આવ્યા હોવાનું કહીને બે લોકો આવ્યા હતા. આ શખસોએ કંપનીના નામે ક્યુઆર કોડ અને સાઉન્ડ મશીન આપીને જતા રહ્યા હતા. જે બાદ ગઠિયાઓ ફરી આવ્યા અને પેટીએમ વોલેટ ખાતામાંથી રેગ્યુલર ખાતામાં નાણાં આવી જાય તેવુ સેટિંગ કરવાના બહાને યુવકનો ફોન મેળવીને 50 હજાર સેરવીને ભાગી ગયા હતા. વસ્ત્રાપુર પોલીસે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    'વ્યાજખોરો જમીન પચાવી પાડવા માંગે છે, મરવા સિવાય છૂટકો નથી':રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની જનસંપર્ક સભામાં વ્યાજના ચક્રમાં ફસાયેલા 35 લોકોની રજૂઆત
    Next Article
    11 વર્ષના સગીર સાથે નદીમાં સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય:અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપી કમલેશ વાઘેલાને 20 વર્ષની કેદ અને 30 હજારનો દંડ ફટકાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment