Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં 11 જૂનથી પૂરક પરીક્ષા શરૂ:કંટ્રોલ રૂમ કાર્યરત; 15 બિલ્ડિંગના 131 બ્લોકમાં 3,515 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

    5 days ago

    પાટણ જિલ્લામાં ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષાઓનો પ્રારંભ 11 જૂન, 2026થી થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત આ પરીક્ષાઓ 20 જૂન, 2026 સુધી ચાલશે. જિલ્લામાં કુલ 3,515 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. પરીક્ષાના સુચારુ સંચાલન માટે પાટણ જિલ્લા મથકે તમામ વહીવટી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કે. કે. ગર્લ્સ હાઇસ્કૂલ, પાટણ ખાતે એક સેન્ટ્રલ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમ પરથી પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ અટકાવવા અને પરીક્ષાર્થીઓની સુવિધા માટે તમામ કેન્દ્રો પર ચાંપતી નજર રાખવામાં આવશે. આ પરીક્ષામાં ધોરણ-10 (SSC), ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ (HSC Science) અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ (HSC General)ના નાપાસ થયેલા કે ગુણ સુધારણા ઈચ્છતા વિદ્યાર્થીઓ બેસશે. આ પૂરક પરીક્ષા માટે પાટણ જિલ્લામાં કુલ 15 બિલ્ડિંગોના 131 બ્લોક નિયત કરવામાં આવ્યા છે. ધોરણ-10 (SSC) માટે 10 બિલ્ડિંગોના 85 બ્લોકમાં 2,430 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માટે 2 બિલ્ડિંગોના 22 બ્લોકમાં 404 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહ માટે 3 બિલ્ડિંગોના 24 બ્લોકમાં 681 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તમામ પરીક્ષા કેન્દ્રો પર સરકારી નીતિ-નિયમો મુજબ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ શાંતિપૂર્ણ અને પારદર્શક માહોલમાં પરીક્ષા લેવા માટેનું આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગોતા વોર્ડમાં દૂષિત પાણીથી રોગચાળાનો મામલો:3 જૂને લેવાયેલા પાણીના સેમ્પલ ફેલ, પાણી પીવા લાયક ન હોવાના કારણે રોગચાળો ફેલાયું હોવાનું સામે આવ્યું
    Next Article
    પાટણની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ:શાળાઓમાં બાળકોનું કુમકુમ તિલક અને પુષ્પવર્ષાથી સ્વાગત કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment