Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ:શાળાઓમાં બાળકોનું કુમકુમ તિલક અને પુષ્પવર્ષાથી સ્વાગત કરાયું

    5 days ago

    પાટણની શેઠશ્રી નાગરદાસ ગુલાબચંદ પટેલ પ્રાથમિક શાળા અને શેઠ એમ. એન. પ્રાથમિક શાળામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. લાંબા વેકેશન બાદ શાળાના આંગણાં બાળકોના કિલકિલાટથી ગુંજી ઉઠ્યા હતા. પ્રથમ દિવસે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત શાળા પ્રશાસન અને શિક્ષકો દ્વારા બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના મુખ્ય પ્રવેશદ્વાર પર શિક્ષકો અને વિદ્યાર્થી પ્રતિનિધિઓએ બાળકોને કુમકુમ તિલક કરી, અક્ષત ચોંટાડી અને મોં મીઠું કરાવી આવકાર્યા હતા. ત્યારબાદ બાળકો પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને તેમને ગુલાબનું ફૂલ આપી પ્રોત્સાહિત કરાયા હતા. શાળાને રંગબેરંગી ફુગ્ગાઓ અને આકર્ષક રંગોળીથી શણગારવામાં આવી હતી, જે બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. લાંબા વેકેશન બાદ શાળાએ પરત ફરેલા બાળકોના ચહેરા પર ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય વસંતભાઈ પટેલે અને શિક્ષકો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. આચાર્ય વસંતભાઈ પટેલે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, "બાળકો દેશનું ભવિષ્ય છે. નવું સત્ર તેમના જીવનમાં જ્ઞાનના નવા કિરણો લઈને આવે છે. આજના ડિજિટલ યુગમાં પણ આપણી સંસ્કૃતિ અને સંસ્કારો જળવાઈ રહે તે હેતુથી પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું છે." ત્યારબાદ તમામ બાળકોને નવા શૈક્ષણિક વર્ષ માટે શુભકામનાઓ પાઠવી મીઠાઈ ખવડાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. વાલીઓએ પણ શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં 11 જૂનથી પૂરક પરીક્ષા શરૂ:કંટ્રોલ રૂમ કાર્યરત; 15 બિલ્ડિંગના 131 બ્લોકમાં 3,515 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
    Next Article
    5 PM Gujarati News LIVE | 5 વાગ્યાના સૌથી મોટા સમાચાર | Gujarati Samachar | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment