Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર:11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; આજથી આચારસંહિતા લાગુ

    9 hours ago

    રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા અને થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની સાથે પાલિકા-પંચાયતની પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી. ચૂંટણી માટે 11 ઓક્ટોબરે મતદાન યોજાશે અને 13મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થતા આજથી જ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. મહાનગરપાલિકા અને નગરપાલિકાની સાથે એક જિલ્લા પંચાયત અને ત્રણ તાલુકા પંચાયતની પેટાચૂંટણી પણ યોજાશે. ગાંધીનગર, થરાદ અને ઓખા માટે 27 ટકા OBC અનામત મુજબ રોટેશન લાગુ કરવામાં આવશે. 26 સપ્ટેમ્બર ફોર્મ ભરવાની અંતિમ તારીખ ગાંધીનગર મનપાના 11 વોર્ડની 44 બેઠક માટે 11 ઓક્ટોબરે મતદાન યોજાશે. 26 સપ્ટેમ્બર ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. 28મીએ ફોર્મની સ્ક્રુટિની કરાશે. 29 સપ્ટેમ્બર સુધીમાં ઉમેદવારી પરત ખેંચી શકાશે. 11મી ઓક્ટોબરે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે અને 13મીએ મતગણતરી હાથ ધરાશે. ગાંધીનગરમાં 2.59 લાખ મતદારો 2 સપ્ટેમ્બરે મતદાર યાદીની ડ્રાફ્ટ પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને 14 સપ્ટેમ્બરે આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. ગાંધીનગર મનપા ચૂંટણીમાં કુલ 2,59,443 મતદારો નોંધાયા છે. જેમાં 1,32,285 પુરુષ, 1,27,149 મહિલા અને 9 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. નગરપાલિકા, જિલ્લા પંચાયતની સામાન્ય અને પેટાચૂંટણી 304 મતદાન મથકો, 135 સંવેદનશીલ ચૂંટણી માટે કુલ 304 મતદાન મથકો ઉભા કરવામાં આવશે. તેમાંથી 129 સંવેદનશીલ અને 6 અતિ સંવેદનશીલ મતદાન મથકો રહેશે. ચૂંટણી પ્રક્રિયા માટે 5 R.O. અને 5 A.R.O.ની વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી કામગીરી માટે પોલિંગ સ્ટાફ સહિત પોલીસ કર્મચારીઓની પણ વ્યવસ્થા કરાઈ છે. 1,520 પોલિંગ સ્ટાફ અને 1,130 પોલીસ સ્ટાફ તૈનાત રહેશે. ચૂંટણી કામગીરીમાં કુલ આશરે 2,200 કર્મચારીઓ જોડાશે. EVMથી મતદાન ગાંધીનગર મનપા ચૂંટણી EVMથી યોજાશે. ચૂંટણી માટે 730 B.U. અને 364 C.U.ની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારોએ નવું બેંક એકાઉન્ટ ખોલવું પડશે ચૂંટણી લડનારા ઉમેદવારો માટે પણ મહત્વની જોગવાઈઓ જાહેર કરવામાં આવી છે. ઉમેદવારોએ ચૂંટણી ખર્ચ માટે નવું બેંક એકાઉન્ટ ખોલવાનું રહેશે. સાથે જ સ્ટાર પ્રચારકોની સંખ્યા માટે મર્યાદા નક્કી કરવામાં આવી છે. 20 અને 10 સ્ટાર પ્રચારકોની મર્યાદા રાખવામાં આવી છે. આમ, ગાંધીનગર મનપાની ચૂંટણી પ્રક્રિયાનો સત્તાવાર પ્રારંભ થઈ ગયો છે અને આગામી દિવસોમાં ઉમેદવારી ફોર્મ ભરાવા સાથે ચૂંટણીનો માહોલ વધુ ગરમાશે. ગાંધીનગર મનપા-2021 ચૂંટણી પરિણામ
    Click here to Read More
    Previous Article
    મોરબી ITIમાં કલેક્ટર સ્વપ્નિલ ખરેની મુલાકાત:કૌશલ્ય વિકાસ અને તાલીમની ગુણવત્તા ચકાસી, પ્લેસમેન્ટ-એપ્રેન્ટિસશિપ વધારવા સૂચના
    Next Article
    મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ફોર્મ ભરવાનું પોર્ટલ ડાઉન:KCG પોર્ટલમાં ટેક્નિકલ ખામી, ગુજરાત યુનિવર્સિટીમાં 200થી વધુ વિદ્યાર્થીઓની લાંબી લાઇન, રજૂઆત બાદ તારીખ લંબાવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment