Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ફોર્મ ભરવાનું પોર્ટલ ડાઉન:KCG પોર્ટલમાં ટેક્નિકલ ખામી, ગુજરાત યુનિવર્સિટીમાં 200થી વધુ વિદ્યાર્થીઓની લાંબી લાઇન, રજૂઆત બાદ તારીખ લંબાવાઈ

    6 hours ago

    મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)ના સ્કોલરશિપ ફોર્મ ભરવા અને જમા કરાવવા માટેના KCG પોર્ટલમાં ટેક્નિકલ ખામી સર્જાતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા. જોકે સર્વર ડાઉન હોવાથી 200થી વધુ વિદ્યાર્થીઓ કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા છતાં કેટલાક વિદ્યાર્થીઓના ફોર્મ સબમિટ થઈ શક્યા નહોતા. સર્વર ડાઉનથી કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડ્યું KCG પોર્ટલ મારફતે MYSYના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ફોર્મ ભર્યા બાદ વિદ્યાર્થીઓએ જરૂરી તમામ દસ્તાવેજો સાથે ગુજરાત યુનિવર્સિટી ખાતે હાજર રહી વેરિફિકેશન કરાવવાનું હતું. આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પહોંચ્યા હતા. પરંતુ પોર્ટલમાં ટેક્નિકલ ખામી સર્જાતા ફોર્મ જમા કરાવવા માટે વિદ્યાર્થીઓને કલાકો સુધી રાહ જોવી પડી હતી. લાંબા સમય સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ કેટલાક વિદ્યાર્થીઓનું ફોર્મ સબમિટ થઈ શક્યું નહોતું. લાખો વિદ્યાર્થીઓ ઉપયોગ કરતા પોર્ટલમાં જ ખામી KCG પોર્ટલ મારફતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્કોલરશિપ માટેના ફોર્મ ભરતા હોય છે. ત્યારે છેલ્લી તારીખે જ પોર્ટલમાં ખામી સર્જાતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અભ્યાસ અને અન્ય કામગીરી છોડીને તેઓ ફોર્મ જમા કરાવવા આવ્યા હતા, પરંતુ સર્વરની સમસ્યાના કારણે તેમનો સમય બગડ્યો હતો. વિદ્યાર્થીઓ અને NSUIની રજૂઆત બાદ તારીખ લંબાવાઈ સર્વરની સમસ્યા અંગે વિદ્યાર્થીઓ તેમજ NSUI દ્વારા રજૂઆત કરવામાં આવ્યા બાદ MYSYના ફોર્મ ભરવાની અને જમા કરાવવાની સમયમર્યાદા લંબાવવામાં આવી છે. હવે વિદ્યાર્થીઓ 23 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકશે, જ્યારે ત્યારબાદ એક અઠવાડિયા સુધી ફોર્મ જમા કરાવી શકશે. જેના કારણે સર્વરની ખામીના કારણે ફોર્મ સબમિટ ન કરી શકનારા વિદ્યાર્થીઓને રાહત મળી છે. વિદ્યાર્થીએ કહ્યું- કલાકો લાઇનમાં ઊભા રહ્યા છતાં ફોર્મ સબમિટ ન થયું વિદ્યાર્થી ઉમંગ પટેલે જણાવ્યું હતું કે સ્કોલરશિપ માટેના તમામ ફોર્મ ભરાઈ ગયા હતા અને માત્ર સબમિટ કરવાનું બાકી હતું. સામાન્ય રીતે આ પ્રક્રિયામાં આશરે 10 મિનિટનો સમય લાગે છે. પરંતુ બપોરે ફોર્મ સબમિટ કરવા પહોંચ્યો ત્યારે લાંબી લાઇન જોવા મળી હતી. પોતે પણ એક કલાકથી વધુ સમય સુધી લાઇનમાં ઊભો રહ્યો હોવા છતાં સર્વર ડાઉન હોવાથી ફોર્મ સબમિટ થઈ શક્યું નહોતું. સર્વરની ખામીને કારણે ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડ્યો હોવાનું તેણે જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર:11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; આજથી આચારસંહિતા લાગુ
    Next Article
    Surat Food Department | ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના બાબતે PP સવાણી ઇન્સ્ટિટયૂટને 1 લાખનો દંડ| News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment