Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશલપરમાં ધો. 11-12ના વર્ગો શરૂ કરવાની માંગ:નવા બનેલા વિશાળ શાળા સંકુલમાં સુવિધા માટે ધારાસભ્યને રજૂઆત

    14 hours ago

    દેશલપર (ગુંતલી) ગામમાં સરકારી હાઈસ્કૂલ માટે તૈયાર કરવામાં આવેલું નવું અને વિશાળ બે માળનું શાળા મકાન હવે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની સુવિધાની અપેક્ષા ઊભી કરી રહ્યું છે. ગામના મધ્યભાગમાં આધુનિક સુવિધાઓ સાથે ઊભા કરાયેલા આ શાળા સંકુલમાં હાલમાં ધોરણ 9 અને 10ના વર્ગો ચાલી રહ્યા છે. ત્યારે શાળાની ઉપલબ્ધ માળખાકીય સુવિધાનો વધુ વ્યાપક શૈક્ષણિક ઉપયોગ થાય અને ધોરણ 11 તથા 12ના વર્ગો પણ શરૂ કરવામાં આવે તેવી માંગે જોર પકડ્યું છે. દેશલપર (ગુંતલી) ઉપરાંત આસપાસના ગામોના વિદ્યાર્થીઓ માટે ધોરણ 10 પછીનું શિક્ષણ લાંબા સમયથી પડકારરૂપ બની રહ્યું છે. સ્થાનિક સ્તરે ધોરણ 11-12ની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી વિદ્યાર્થીઓને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ માટે નખત્રાણા તાલુકા મથક અથવા અન્ય સ્થળોએ જવાની ફરજ પડે છે. રોજિંદી અવરજવરમાં સમય અને ખર્ચ બંને વધતા હોવાથી વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓ માટે પણ આ સ્થિતિ મુશ્કેલીરૂપ બની રહી છે. આ મુદ્દે દેશલપર (ગુંતલી)ના પૂર્વ ઉપસરપંચ પ્રવીણસિંહ સોઢાએ અબડાસા વિધાનસભાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાને રજૂઆત કરી છે. રજૂઆતમાં નવા શાળા મકાનનો મહત્તમ ઉપયોગ થાય તે માટે ધોરણ 11 અને 12 શરૂ કરવાની દિશામાં જરૂરી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, જો આ શાળામાં ઉચ્ચતર માધ્યમિકના વર્ગો શરૂ થાય તો દેશલપર સહિત આસપાસના અનેક ગામોના વિદ્યાર્થીઓને પોતાના ઘર નજીક જ આગળનો અભ્યાસ કરવાની તક મળી શકે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આ સુવિધા શિક્ષણ સતત જાળવી રાખવામાં મહત્વપૂર્ણ બની શકે છે. ગ્રામજનોનું કહેવું છે કે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા વિશાળ શાળા સંકુલનો ઉપયોગ માત્ર ધોરણ 9-10 પૂરતો સીમિત ન રહે, પરંતુ તેને સંપૂર્ણ ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવે. આ માટે ધોરણ 11-12 શરૂ કરવાની મંજૂરી, જરૂરી શિક્ષકની જગ્યાઓ અને અન્ય વહીવટી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ઠગાઈ કરવા આવેલા બે ભેજાબાજોને લોકોએ ઝડપી લીધા:મહિલાએ કરી ગઠિયાઓની બરાબરની ધોલાઈ, ઉધનામાં ચાંદીની ચેન સાફ કરવાના બહાને આવેલા બે ઠગને 12થી વધુ ચપ્પલ ફટકાર્યા
    Next Article
    મેવાણી સામે FIRની અરજી:યાકુબ શેરસીયાનો ₹4 લાખ પરત ન આપવાનો આરોપ, ધારાસભ્યએ કહ્યું- તે ACB ટ્રેપમાં પકડાયો અને ભાજપ માટે કામ કરે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment