Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:મીઠીરોહરમાં શંકાસ્પદ રીતે રાખેલો 16.19 લાખનો કોલસો પોલીસે ઝડપ્યો

    1 week ago

    ગાંધીધામ તાલુકાના મીઠીરોહરમાં 16.19 લાખનો ગેરકાયદે કોલસાનો જથ્થો ઝડપાયો હતો. પુર્વ કચ્છ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે ગાંધીધામ બી ડિવિઝન વિસ્તારમાં આવતા મીઠીરોહરમાં એક ખુલ્લા વાડામાં અલગ-અલગ ટ્રક અને ટ્રેલરમાંથી ઉતારવામાં આવેલ શંકાસ્પદ કોલસાનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો છે. બાતમીના આધારે દરોડો પાડતા સ્થળ પરથી મીઠીરોહરનો હારૂન અધાભાઈ સોઢા મળી આવ્યો હતો. પૂછપરછ દરમિયાન કોલસાના જથ્થા અંગે કોઈ બિલ કે આધારભૂત દસ્તાવેજ રજૂ કરી શક્યો નહોતો. પોલીસે 16.19 લાખની કિંમતનો 164.9 ટન કોલસાનો જથ્થો, 6 લાખના બે લોડર વાહનો અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 22.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે હારૂન સોઢાની અટકાયત કરી છે. જ્યારે ગાંધીધામનો જીગરસિંહ વાઘેલા, ગળપાદરનો અકબર હજામ, ગાંધીધામનો સંજય વર્મા અને કમલેશ ઉર્ફે કમો ડામોર નામના ચાર શખ્સો હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગ્રામજનો સાથે સંવાદ કરી સ્થાનિક અને સુરક્ષાના મુદ્દાઓની ચર્ચા કરાશે:સરહદ પર ‘સુપર કોપ્સ’ : રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ 11 અને 12 જૂને કચ્છના સરહદી ગામોમાં લોકો સાથે કરશે સંવાદ
    Next Article
    કૃષિ વ્યવસાય માટે ૨૨૨.૫૮ કરોડનું ભંડોળ એકત્ર કરાયું:સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ ભુજમાં મેગા એગ્રિકલ્ચર ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામ યોજ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment