Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં પાણીચોરી સામે મનપાની લાલ આંખ:વોર્ડ નં. 11નાં બે હાઇરાઇઝ એપાર્ટમેન્ટમાં ગેરકાયદેસર પાણી ખેંચાતું હોવાનું ખુલ્યું, રૂ. 1 લાખનો દંડ વસુલ્યા બાદ પાણી પુરવઠો શરૂ કર્યો

    1 day ago

    રાજકોટ શહેરમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય નહીં અને દરેક વિસ્તારના નાગરિકોને સમાન તેમજ નિયમિત રીતે પાણી મળી રહે તે માટે રાજકોટ મહાપાલિકા દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. મનપાના કડક વલણ છતાં અમુક વિસ્તારોમાં બિલ્ડરો કે સોસાયટીના સંચાલકો દ્વારા પાણીની ચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. આ અંતર્ગત રાજકોટ મનપાની વોટર વર્ક્સ શાખા દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરાયુ હતું. દરમિયાન વોર્ડ નં. 11 વિસ્તારમાં આવેલ બે મોટા હાઇરાઇઝ રહેણાંક એપાર્ટમેન્ટ્સમાં પાણીની લાઇન સાથે ગંભીર ચેડાં થતા હોવાનું અને ગેરકાયદેસર રીતે પાણીચોરી કરવામાં આવતી હોવાનું ખુલ્યુ હતું. મનપા તંત્રએ આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈને બંને હાઇરાઇઝ બિલ્ડીંગોને કુલ રૂ. 100000 નો મોટો દંડ ફટકાર્યો છે અને આ દંડની રકમની વસૂલાત કર્યા બાદ તેનો પાણી પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે. મનપાની વોટર વર્ક્સ શાખાના જણાવ્યા મુજબ, વોર્ડ નં. 11નાં વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીના વિતરણનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન કેટલાક હાઇરાઇઝ બિલ્ડીંગોના વોટર કનેક્શન અને સપ્લાય લાઇન પર શંકા જતાં ટેકનિકલ ટીમ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે આ બિલ્ડીંગોમાં પુરતા પ્રમાણમાં અને નિયમિત રીતે પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હોવા છતાં, બિલ્ડીંગના કેટલાક રહીશો તેમજ વ્યવસ્થાપકો દ્વારા મનપાની કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધા વિના મુખ્ય પાણી સપ્લાય લાઇન પર આવેલા સરકારી વાલ્વનું ગેરકાયદેસર સ્વયં સંચાલન કરવામાં આવતું હતું. વાલ્વ સાથે છેડછાડ કરીને પોતાની રીતે જ લાઇનમાંથી મોટા પ્રમાણમાં પાણી ખેંચી લેવામાં આવતું હતું, જે સીધી રીતે પાણીની ગેરકાયદેસર ચોરી સમાન છે. આ પ્રકારની પ્રવૃત્તિને કારણે આસપાસની અન્ય સોસાયટીઓ અને સામાન્ય નાગરિકોના પાણીના પ્રેશર પર માઠી અસર પડતી હતી. આ ગંભીર બેદરકારી અને અનિયમિતતા બદલ વોટર વર્ક્સ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહીના પગલાં લેવામાં આવ્યા હતા. મનપાના અધિકારીઓએ ઘટનાસ્થળે જ પંચનામું કરીને બંને બિલ્ડીંગોના પ્રમુખોને કાયદેસરની નોટિસ પાઠવી હતી. ઉપરાંત રાજકોટ મહાપાલિકાના નિયમો અને કાયદાકીય જોગવાઈઓ હેઠળ બંને રહેણાંક સંકુલોને રૂ. 100000 નો આકરો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ સાથે જ મનપા તંત્ર દ્વારા બંને એપાર્ટમેન્ટના એસોસિએશનને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપવામાં આવી હતી કે જો ફટકારેલી દંડની રકમ તાત્કાલિક ધોરણે મહાનગરપાલિકાની તિજોરીમાં ભરપાઈ કરવામાં નહીં આવે, તો બિલ્ડીંગનો પાણી પુરવઠો કાયમી ધોરણે કાપી નાખવામાં આવશે અને દંડ ભરાયા બાદ જ કનેક્શન પુનઃ શરૂ કરવામાં આવશે. મનપાના આ કડક વલણને પગલે બંને એપાર્ટમેન્ટના પ્રમુખો અને કમિટી સભ્યો દોડતા થઈ ગયા હતા અને આખરે દંડની પૂરેપૂરી રકમ મનપામાં જમા કરાવી દીધી છે. દંડ ભરપાઈ કરનાર બંને એપાર્ટમેન્ટની વિગત અક્ષર પ્રાઈમ એપાર્ટમેન્ટ: પ્રમુખ, અક્ષર પ્રાઈમ એપાર્ટમેન્ટ, કણકોટ પાટીયા રોડ, વગર ચોકથી આગળ, વોર્ડ નં. 11, રાજકોટ. સાનિધ્ય ગ્રીન એપાર્ટમેન્ટ: પ્રમુખ, સાનિધ્ય ગ્રીન એપાર્ટમેન્ટ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ રોડ, વોર્ડ નં. 11, રાજકોટ. આ મોટી કાર્યવાહી બાદ રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગ દ્વારા શહેરભરના નાગરિકો, બિલ્ડરો અને રહેણાંક સોસાયટીઓના ઓર્ગેનાઈઝર્સને કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે. મનપાએ સ્પષ્ટ કર્યું છે કે મહાનગરપાલિકાની પીવાના પાણીની મુખ્ય લાઇન, સપ્લાય વાલ્વ અથવા પાણી વિતરણ વ્યવસ્થા સાથે જોડાયેલા કોઈપણ સરકારી સાધનો સાથે અનધિકૃત રીતે ચેડાં કરવાં, પાણીનો બગાડ કરવો કે ગેરકાયદેસર રીતે પાણી ખેંચવું એ કાયદાકીય રીતે ગંભીર અને દંડનીય ગુનો છે. ભવિષ્યમાં જો શહેરના કોઈપણ ઝોન કે વોર્ડ વિસ્તારમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ, ડાયરેક્ટ પંપીંગ અથવા પાણીચોરી થતી હોવાનું સામે આવશે કે કોઈ નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવશે, તો મનપાની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા ઓચિંતું ચેકિંગ કરીને સંબંધિત વ્યક્તિઓ, મકાનમાલિકો, સોસાયટીઓ કે સંસ્થાઓ સામે ધી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક્ટ મુજબ કાયદાકીય ફોજદારી પગલાં ભરવામાં આવશે અને નળ જોડાણો કાયમી ધોરણે કાપી નાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    આર્થિક ભીંસથી કંટાળી આધેડનો એસિડ પી આપઘાત:રાજકોટમાં સોની વેપારીએ પોતાની જ દુકાનમાં એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો
    Next Article
    ગોધરા રેલવે સ્ટેશન પરથી 19,800 US ડોલર સાથે મહિલા-પુરુષની અટકાયત:ભારતીય કિંમત રૂ.18.61 લાખ, કાયદેસરના દસ્તાવેજો ન મળતા પોલીસે ચલણ, પાસપોર્ટ જપ્ત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment