Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા રેલવે સ્ટેશન પરથી 19,800 US ડોલર સાથે મહિલા-પુરુષની અટકાયત:ભારતીય કિંમત રૂ.18.61 લાખ, કાયદેસરના દસ્તાવેજો ન મળતા પોલીસે ચલણ, પાસપોર્ટ જપ્ત કર્યા

    1 day ago

    ગોધરા રેલવે સ્ટેશન પરથી આશરે 19,800 અમેરિકન ડોલરના શંકાસ્પદ વિદેશી ચલણ સાથે એક મહિલા સહિત બે વ્યક્તિઓની ગોધરા બી ડિવિઝન પોલીસે અટકાયત કરી છે. બંને પાસેથી મળેલા વિદેશી ચલણની ભારતીય ચલણમાં અંદાજિત કિંમત રૂ. 18.61 લાખ જેટલી થાય છે. પોલીસે વિદેશી ચલણ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે. વડોદરાથી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન મારફતે ગોધરા આવ્યાં પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે વડોદરાથી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન મારફતે ગોધરા આવી રહેલા એક પુરુષ અને મહિલા પાસે મોટી માત્રામાં વિદેશી ચલણ છે. બાતમીના આધારે ગોધરા રેલવે સ્ટેશન પર વોચ ગોઠવવામાં આવી હતી. ટ્રેન પહોંચતા જ પોલીસે બંને શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી પાડી તેમની તલાશી લીધી હતી. પકડાયેલા મહિલા-પુરુષની વિગત આધારભૂત દસ્તાવેજ રજૂ ન કરી શકતા વિદેશી ચલણ જપ્ત તપાસ દરમિયાન અબ્દુલ કાદર દડી અને ઝૂલેખા બીબી ઇસહાક ભટુક બંને પાસેથી કુલ 19,800 યુ.એસ. ડોલર મળી આવ્યા હતા. આટલી મોટી રકમના વિદેશી ચલણ અંગે પોલીસે કાયદેસરના દસ્તાવેજો અને પુરાવા માંગ્યા હતા, પરંતુ બંને કોઈપણ આધારભૂત દસ્તાવેજ રજૂ કરી શક્યા નહોતા. પરિણામે પોલીસે વિદેશી ચલણ જપ્ત કરીને બંનેની અટકાયત કરી હતી. બંનેની અટકાયત બાદ પાસપોર્ટ પણ કબજે કરાયા પોલીસે બંનેના પાસપોર્ટ પણ કબજે કર્યા છે. આ વિદેશી ચલણ ક્યાંથી લાવવામાં આવ્યું હતું, ગોધરામાં કોને પહોંચાડવાનું હતું અને તેનો ઉપયોગ કયા હેતુ માટે થવાનો હતો તે સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખી ગોધરા બી ડિવિઝન પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં પાણીચોરી સામે મનપાની લાલ આંખ:વોર્ડ નં. 11નાં બે હાઇરાઇઝ એપાર્ટમેન્ટમાં ગેરકાયદેસર પાણી ખેંચાતું હોવાનું ખુલ્યું, રૂ. 1 લાખનો દંડ વસુલ્યા બાદ પાણી પુરવઠો શરૂ કર્યો
    Next Article
    Jessie James Decker Drops Impressive Before-And-After Weight Loss Photo: "The Woman I Am Today…"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment