Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આર્થિક ભીંસથી કંટાળી આધેડનો એસિડ પી આપઘાત:રાજકોટમાં સોની વેપારીએ પોતાની જ દુકાનમાં એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો

    1 day ago

    રાજકોટના કોઠારીયા વિસ્તારમાં રહેતા લલિતભાઈ હરિભાઇ પીપળીયા (ઉં.વ.55) પોતાના ઘરે હતા ત્યારે એસિડ પી ગયા હતા પરિવારજનોને જાણ થતા તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા અહીં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાગળ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં લલિતભાઈ ફર્નિચર કામ કરતા હોવાનું સામે આવ્યું છે જેમાં છેલ્લા કેટલાક સમયથી કામધંધો બરાબર ચાલતો ન હોવાથી સતત ચિંતામાં રહેતાં હતા જેથી આર્થિક ભીંસના કારણે આપઘાત કર્યો હોવાનું અનુમામ લગાવવામાં આવી રહ્યું છે. સોની વેપારીનો પોતાની જ દુકાનમાં એસિડ પી આપઘાતનો પ્રયાસ રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર આવેલ દેવપરા વિસ્તારમાં સોની વેપારીએ પોતાની જ દુકાનમાં એસિડ પી આપઘાતનો પ્રયાસ કરી લેતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વિવેકાનંદનગરમાં બી.એમ.જવેર્લ્સ નામે દુકાન ધરાવતાં સોની વેપારી તેજસ સિરીસભાઈ રાણપરા (ઉ.વ.39)એ આજે સવારે પોતાની જ દુકાનમાં અગમ્ય કારણોસર એસીડ પી લેતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પોલીસની પ્રાથમિક તપાસમાં સોની વેપારી બે ભાઈમાં મોટા અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું સામે આવ્યું છે. હાલ ભક્તિનગર પોલીસે સોની વેપારીનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કાળીપાટ પાસેથી PCBએ 300 બોટલ દારૂ ભરેલી કાર સાથે બેને ઝડપી પાડ્યા રાજકોટ PCBને મળેલ ચોક્કસ બાતમીના આધારે રાજકોટ ભાવનગર હાઈવે પર કાળીપાટ ચોકડી પાસે ત્રંબાથી રાજકોટ તરફ આવતા રોડ પર વોચ ગોઠવી ત્યાંથી પસાર થતી શંકાસ્પદ મારુતિ સ્વીફ્ટ કાર જીજે.13.એઆર.2867ને અટકાવી તપાસ કરતા તેમાંથી રૂ.93 હજારની 300 નાની મોટી બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પુછપરછ કરતા આરોપીએ પોતાનું નામ પિયુષભાઇ રાયમલભાઇ હુંબલ અને ભયલુ ભુપતભાઇ જળુ હોવાનું જણાવતા પોલીસે દારૂના જથ્થા સાથે બન્ને આરોપીની ધરપકડ કરી કુલ રૂ.5,93,420નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ પોલીસ કમિશનર દ્વારા 30 પોલીસ કર્મીની અલગ અલગ બ્રાન્ચમાં બદલી અપાઈ રાજકોટ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન અને શાખાઓમાં ફરજ બજાવતા કુલ 30 ASI, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. માલવીયનગર પોલીસમાં ફરજ બજાવતા ASI રાજદીપસિંહ ગોહિલને પેરોલ ફર્લો સ્ક્વોડમાં, તાલુકા પોલીસ મથકના કોન્સ્ટેબલ નિકુંજભાઇ મારવીયાને ક્રાઈમ બ્રાન્ચ, રણજીતસિંહ જાડેજાને ક્રાઈમ બ્રાન્ચ, આજીડેમ પોલીસના ભાવેશભાઇ વાઘેલાને EOW, એ.ડિવિઝન પોલીસના હેડ કોન્સ્ટેબલ સાગર માવદિયાને ક્રાઈમ બ્રાન્ચ, ધર્મેશ ખાંટિયાને ક્રાઈમ બ્રાન્ચ, મહિલા પોલીસ મથકના કોન્સ્ટેબલ શાંતુબેન મુલીયાને AHTU, ટ્રાફિક શાખાના અમીતકુમાર ટૂંડિયાને ક્રાઈમ બ્રાન્ચ, હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા જીજ્ઞેશભાઇ અમરેલીયાને EOW, ટ્રાફિક શાખાના બાદલ દવે પોલીસ કમિશનરની રીડર શાખામાં, બી. ડિવિઝનના લાલજી કડગડાની ક્રાઈમ બ્રાન્ચમાં, તાલુકા પોલીસના ધર્મેન્દ્રસિંહ જાડેજા AHTU, ભુપતભાઇ દેસાઇ EOW, એરપોર્ટ પોલીસના યશપાલસિંહ ઝાલા SOG, યજયારે યુનિવર્સીટીના ભરતસિંહ પરમારની SOGમાં બદલી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: 4 હજાર લાશોના ઢગલા વચ્ચે મોતનું તાંડવ:અમેરિકા સાથેની દોસ્તી તૂટે તો ઈઝરાયલ માથે ત્રણ ખતરા, ટ્રમ્પે નેતન્યાહૂને બરાબર ભેરવી દીધા
    Next Article
    રાજકોટમાં પાણીચોરી સામે મનપાની લાલ આંખ:વોર્ડ નં. 11નાં બે હાઇરાઇઝ એપાર્ટમેન્ટમાં ગેરકાયદેસર પાણી ખેંચાતું હોવાનું ખુલ્યું, રૂ. 1 લાખનો દંડ વસુલ્યા બાદ પાણી પુરવઠો શરૂ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment