Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવી બંદરની મહિલાએ 108 એમ્બ્યુલન્સમાં બાળકીને જન્મ આપ્યો:EMT ભનુભાઈ અને પાયલોટ ભરતભાઈએ માતા-બાળકીને તાત્કાલિક સારવાર આપી

    17 hours ago

    પોરબંદરની બળેજ 108 એમ્બ્યુલન્સ ટીમે એક મહિલાની સફળ ડિલિવરી કરાવી છે. નવી બંદર ગામની એક મહિલાને પ્રસૂતિ પીડા ઉપડતા 108 ટીમે સમયસર પહોંચી એમ્બ્યુલન્સમાં જ બાળકીને જન્મ આપવામાં મદદ કરી હતી. માતા અને બાળકી બંનેની તબિયત હાલ સારી છે. આ ઘટના આજે વહેલી સવારે 4:04 વાગ્યે બની હતી. નવી બંદર ગામમાંથી 108 એમ્બ્યુલન્સને ફોન આવ્યો હતો કે એક મહિલાને પ્રસૂતિનો દુખાવો શરૂ થયો છે. બળેજ 108 ના EMT ભનુભાઈ મોકરીયા અને પાયલોટ ભરતભાઈ ડાભી તાત્કાલિક નવી બંદર જવા રવાના થયા હતા. મહિલાને હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં અસહ્ય પીડા થવા લાગી. આથી એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવવાની જરૂર પડી હતી. EMT ભનુભાઈ અને પાયલોટ ભરતભાઈની મદદથી મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો. પ્રાથમિક સારવાર આપ્યા બાદ માતા અને નવજાત બાળકીને પોરબંદરની લેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ માતા અને પુત્રી બંને સ્વસ્થ છે. આ કામગીરી બદલ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર જયેશ કારેણા અને એક્ઝિક્યુટિવ દર્શક સાહેબે બળેજ 108 એમ્બ્યુલન્સ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મહીસાગર જિલ્લામાં શીતળા સાતમની ધર્મભાવના સાથે ઉજવણી:વ્રતધારી બહેનોએ બાળકોના દીર્ઘાયુષ્ય અને સુખાકારી માટે શીતળા માતાનું પૂજન કર્યું
    Next Article
    સારોલી અપહરણ-પોક્સો કેસનો વોન્ટેડ આરોપી પુણેથી ઝડપાયો:25 વર્ષના સલમાનઅલીનું 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ, પોલીસથી બચવા મહારાષ્ટ્રમાં છૂપાયો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment