Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સારોલી અપહરણ-પોક્સો કેસનો વોન્ટેડ આરોપી પુણેથી ઝડપાયો:25 વર્ષના સલમાનઅલીનું 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ, પોલીસથી બચવા મહારાષ્ટ્રમાં છૂપાયો હતો

    17 hours ago

    સુરતના સારોલી વિસ્તારમાં 15 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં લાંબા સમયથી પોલીસને થાપ આપી નાસતા ફરતા 25 વર્ષીય રીઢા આરોપી સલમાનઅલી શબ્બીરઅલીને સુરત ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના પુણે ખાતેથી ઝડપી લીધો છે. ફેક્ટરીમાં કામ કરતી 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી આરોપી સલમાનઅલી મૂળ ઉત્તર પ્રદેશનો અને હાલ સારોલી સ્થિત હરીઓમ ઈન્ડસ્ટ્રીઝની ખાતા નંબર 95 વાળી અંકુર ગોબરભાઈ લુણાગરીયાની ફેક્ટરીમાં નોકરી કરતો હતો. આ દરમિયાન તેની સાથે આજ ફેક્ટરીમાં કામ કરતી ફરિયાદીની માત્ર 15 વર્ષની સગીર વયની દીકરી સાથે તેણે સંપર્ક કેળવ્યો હતો. વર્ષ 2025 દરમિયાન આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી, વાલીપણામાંથી લગ્ન કરવાના બદઇરાદે તેનું અપહરણ કરી લીધું હતું. આ સમગ્ર મામલે ભોગ બનનાર સગીરાના પરિવારજનો દ્વારા સારોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે ત્વરિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હરિયાણા અને યુપી ભગાડી ગયો, પોલીસે સગીરાને મુક્ત કરાવી અપહરણ કર્યા બાદ આરોપી ભોગ બનનાર સગીરાને સુરતથી સૌપ્રથમ હરિયાણાના સોનીપત અને ત્યાંથી પોતાના વતન ઉત્તર પ્રદેશ લઈ ગયો હતો. સુરત શહેર પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપીના વતન પહોંચી ભોગ બનનાર સગીરાને હેમખેમ શોધી કાઢી હતી અને સુરત લાવી પરિવારજનોને સોંપેલ હતી. જોકે, પોલીસ પહોંચે તે પહેલાં જ આરોપી સલમાનઅલી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ તે પોતાની ધરપકડ ટાળવા માટે સતત સ્થળ બદલીને ભાગતો ફરતો હતો. કોર્ટે વોરન્ટ ઇશ્યૂ કર્યું, ક્રાઇમ બ્રાન્ચે પુણેમાં છટકું ગોઠવી દબોચ્યો આરોપી સતત ફરાર રહેતાં સુરતની સ્પેશિયલ પોક્સો અને 3જા એડિશનલ સેશન્સ જજની અદાલત દ્વારા આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ-72 મુજબનું ધરપકડ વોરન્ટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી વર્કઆઉટ કરતાં માહિતી મળી હતી કે આરોપી હાલ મહારાષ્ટ્રના પુણેમાં થેરગાંવ પાસે કાલેવાડી ફાટક નજીક ગોકુલ સ્વીટ પાસે છુપાયેલો છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી આરોપી સલમાનઅલીને ઝડપી પાડ્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે તેને સારોલી પોલીસ મથકને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નવી બંદરની મહિલાએ 108 એમ્બ્યુલન્સમાં બાળકીને જન્મ આપ્યો:EMT ભનુભાઈ અને પાયલોટ ભરતભાઈએ માતા-બાળકીને તાત્કાલિક સારવાર આપી
    Next Article
    છોટા ઉદેપુરમાં કેળાની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ:રૂ.11.74 લાખનો વિદેશી દારૂ જપ્ત, એક આરોપી પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment