Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગર જિલ્લામાં શીતળા સાતમની ધર્મભાવના સાથે ઉજવણી:વ્રતધારી બહેનોએ બાળકોના દીર્ઘાયુષ્ય અને સુખાકારી માટે શીતળા માતાનું પૂજન કર્યું

    16 hours ago

    પવિત્ર શ્રાવણ માસના વદ પક્ષની સાતમ એટલે કે શીતળા સાતમનો પર્વ મહીસાગર જિલ્લાભરમાં ધર્મભાવના અને હર્ષોલ્લાસ સાથે ઉજવાયો. આ દિવસે વ્રતધારી બહેનોએ પોતાના પરિવાર, ખાસ કરીને બાળકોના દીર્ઘાયુષ્ય, સુખાકારી અને આરોગ્યની કામના સાથે શીતળા માતાજીનું પૂજન કર્યું. આ પવિત્ર પર્વ નિમિત્તે વહેલી સવારથી જ મહીસાગર જિલ્લાના વિવિધ ગામો અને નગરોમાં આવેલા શીતળા માતાના મંદિરો તેમજ પૂજન સ્થાનો પર મહિલા ભક્તો ઉમટી પડ્યા હતા. લુણાવાડા નગરના વાસિયા તળાવ ખાતે વર્ષોથી બ્રાહ્મણો દ્વારા પૂજા કરાવવામાં આવે છે. અહીં બ્રાહ્મણો દ્વારા માટીમાંથી શીતળા માતાજીની પ્રતિમા બનાવવામાં આવે છે. વ્રતધારી બહેનો આ પ્રતિમા સમક્ષ દૂધ અને જળનો અભિષેક કરે છે. ત્યારબાદ વિધિ અનુસાર કુમકુમ, અક્ષત, દીપ પ્રગટાવી, પરંપરાગત રીતે તૈયાર કરાયેલા શીળા લાડુનો ભોગ ધરાવી પરિવારના રક્ષણ માટે પ્રાર્થના કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સોનું ₹2,549 વધીને ₹1.54 લાખ પર પહોંચ્યું:એક મહિનામાં ભાવ 11 હજાર વધ્યા; ચાંદી આજે ₹4,420 મોંઘી થઈને ₹2.33 લાખ પ્રતિ કિલો થઈ
    Next Article
    નવી બંદરની મહિલાએ 108 એમ્બ્યુલન્સમાં બાળકીને જન્મ આપ્યો:EMT ભનુભાઈ અને પાયલોટ ભરતભાઈએ માતા-બાળકીને તાત્કાલિક સારવાર આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment