Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં જગન્નાથજી સ્નાનયાત્રા મહોત્સવ યોજાયો:108 ઘડા પાણી અને પંચામૃતથી ભગવાનને સ્નાન કરાવાયું

    14 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલા જાગા સ્વામીભવન ખાતે જગન્નાથજી સ્નાનયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં ભગવાનને 108 ઘડા પાણી, પંચામૃત અને વિવિધ દ્રવ્યોથી અભિષેક કરીને સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ 56 ભોગ અર્પણ કરવામાં આવ્યા હતા. ઇસ્કોન વડોદરાની સત્તા હેઠળ કાર્યરત ભક્તિ વેદાંત આશ્રમ દ્વારા આ સ્નાનયાત્રા યોજાઈ હતી. જગન્નાથપુરીથી પધારેલા ભગવાન શ્રી જગન્નાથ મહાપ્રભુજી, શ્રી બલદેવજી અને શ્રી સુભદ્રા મહારાણીને 108 ઘડામાં ભરેલા વિવિધ નદીઓના જળ, પંચામૃત અને અન્ય દ્રવ્યોના જળથી ભવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો. આ અભિષેકમાં મુરલી મોહન પ્રભુજી, નિમ્બાર્કાચાર્ય પીઠના ડૉ. ગૌરાંગશરણ દાસજી મહારાજ અને હિંમતનગર BAPS સ્વામિનારાયણ મંદિરના સંતો તથા ભક્તો જોડાયા હતા. સુરેન્દ્રનગરના કેન્દ્ર પ્રબંધક મુરલી મોહનદાસ પ્રભુજી દ્વારા સુંદર કીર્તન અને પ્રવચન રજૂ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ હરિ નામ સંકીર્તનમાં ભાગ લીધો હતો. તેમણે ભગવાનના 56 ભોગના દર્શન કર્યા અને ભોજન પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી.
    Click here to Read More
    Previous Article
    મોડેથી ઘરે આવેલા પતિને પૂછપરછ કરવી પત્નીને ભારે પડી:અક્ષરધામ સોસાયટીમાં પતિ અને સાસરી પક્ષનો પત્ની પર જીવલેણ હુમલો, છરીના ઘા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી
    Next Article
    વલસાડમાં વટ સાવિત્રી પર્વની ઉજવણી:મોટી સંખ્યામાં મહિલાઓએ વડ વૃક્ષની પૂજા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment