Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડેથી ઘરે આવેલા પતિને પૂછપરછ કરવી પત્નીને ભારે પડી:અક્ષરધામ સોસાયટીમાં પતિ અને સાસરી પક્ષનો પત્ની પર જીવલેણ હુમલો, છરીના ઘા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી

    13 hours ago

    ભાવનગર શહેરના સરદાર પટેલ સ્કૂલ રોડ પર આવેલી અક્ષરધામ સોસાયટીમાં મોડીરાત્રે કૌટુંબિક ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું, મોડેથી ઘરે આવેલા પતિને પૂછપરછ કરવી પત્નીને ભારે પડી હતી પતિએ ઉશ્કેરાઈને પત્ની પર છરી વડે હુમલો કરતા પત્નીએ નીલમબાગ પોલીસ મથકે પતિ, સસરા, દિયર તથા નણંદ સહીત ચાર સામે ફરિયાદ નોંધાવી હતી, આ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર અક્ષરધામ સોસાયટીમાં રહેતા મીરાંબા મહેન્દ્રસિંહ ચૌહાણ ઉ.વ.29 ગત રાત્રિના સમયે પોતાના 4 વર્ષના પુત્ર સાથે રૂમમાં સૂતા હતા, રાત્રિના આશરે એક વાગ્યાના અરસામાં તેમના પતિ મહેન્દ્રસિંહ નારસંગભાઈ ચૌહાણ ઘરે પરત ફર્યા હતા. પતિને મોડા આવવાનું કારણ પૂછતાની સાથે જ તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને પત્ની સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા, પતિનો અવાજ સાંભળીને ઉપરના માળે રહેતા સસરા નારસંગભાઈ ભાયજીભાઈ ચૌહાણ, દિયર ભગીરથસિંહ નારસંગભાઈ અને નણંદ સોનલબેન નારસંગભાઈ રૂમમાં દોડી આવ્યા હતા, આ લોકોએ પણ મીરાંબા સાથે ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું, આ દરમિયાન આરોપી પતિ મહેન્દ્રસિંહે કબાટમાંથી છરી કાઢી પત્નીના કપાળના ડાબા ભાગે આંખ ઉપર ઘા ઝીંકી દીધો હતો, જેના કારણે મીરાંબાને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને લોહી વહેવા લાગ્યું હતું. એટલું જ નહીં, પતિએ તેમનું ગળું દબાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. ભોગ બનનાર મહિલાએ પોતાના ભાઈ કરણસિંહ જોરસંગભાઈ મોરીને જાણ કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને પોલીસ કંટ્રોલ રૂમમાં 112 પર ફોન કર્યો હતો. પોલીસની ગાડી ઘટનાસ્થળે પહોંચતા જ આરોપીઓએ મીરાંબાને મારવાનું બંધ કર્યું હતું. હુમલાખોરોએ જતા-જતા મીરાંબાને "જો કોઈને કહીશ કે પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશું" તેવી ધમકી પણ આપી હતી, ઘટના બાદ મીરાંબાને ગંભીર ઈજાઓ હોવાથી તાત્કાલિક ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કપાળના ભાગે છરી વાગવાથી ત્રણ ટાંકા આવ્યા છે, ​આ મામલે પીડિતા દ્વારા પોતાના પતિ મહેન્દ્રસિંહ, સસરા નારસંગભાઈ, દિયર ભગીરથસિંહ અને નણંદ સોનલબેન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધાવી હતી, નીલમબાગ પોલીસ આ મામલે આગળની તપાસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં 2.49 કરોડની લૂંટ કરનારા ત્રણ આરોપી ઝડપાયા:નિર્લિપ્ત રાયની 20 ટીમે ડ્રોનથી મોટરસાયકલ શોધી 10 દિવસમાં કેસ ઉકેલ્યો, આરોપીઓને MPમાંથી દબોચી ભોં ભેગા કર્યા
    Next Article
    હિંમતનગરમાં જગન્નાથજી સ્નાનયાત્રા મહોત્સવ યોજાયો:108 ઘડા પાણી અને પંચામૃતથી ભગવાનને સ્નાન કરાવાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment