Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં વટ સાવિત્રી પર્વની ઉજવણી:મોટી સંખ્યામાં મહિલાઓએ વડ વૃક્ષની પૂજા કરી

    16 hours ago

    વલસાડ તાલુકામાં વટ સાવિત્રી પર્વની ઉજવણી કરવામાં આવી. મોગરાવાડી અને ભાગડાવાળા સહિતના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં મહિલાઓ વહેલી સવારથી જ વડના વૃક્ષ પાસે પૂજા અર્ચના કરવા પહોંચી હતી. વરસાદી માહોલ વચ્ચે પણ મહિલાઓની આસ્થા અને ઉત્સાહ અકબંધ રહ્યો હતો. પરંપરાગત વેશભૂષામાં સજ્જ મહિલાઓએ વડના વૃક્ષની પરિક્રમા કરી, દોરો બાંધ્યો અને વિધિ-વિધાન સાથે પૂજા અર્ચના કરી હતી. હિન્દુ ધર્મમાં વટ સાવિત્રી પર્વનું વિશેષ મહત્વ છે. પૌરાણિક માન્યતા અનુસાર, માતા સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનના પ્રાણ યમરાજ પાસેથી પાછા મેળવ્યા હતા. આથી મહિલાઓ આ દિવસે પતિના દીર્ઘાયુષ્ય, પરિવારના સુખ, સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે વ્રત અને પૂજા કરે છે. વલસાડના વિવિધ વિસ્તારોમાં આ પર્વ નિમિત્તે ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. મહિલાઓમાં આ પર્વને લઈને ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં જગન્નાથજી સ્નાનયાત્રા મહોત્સવ યોજાયો:108 ઘડા પાણી અને પંચામૃતથી ભગવાનને સ્નાન કરાવાયું
    Next Article
    Mehsana Political News | કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે નિવૃત્તિના આપ્યા સંકેત | Kadi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment