Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખૂબ જ ખરા સમયે ભારતે પાકિસ્તાનીને પેવેલિયન ભેગો કર્યો:મનલ ચૌહાણે ત્રીજી વિકેટ લીધી, 107 રનની ભાગીદારી પણ તોડી; PAKનો સ્કોર 173/6

    16 hours ago

    અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને 209 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં પાકિસ્તાનનો સ્કોર 173/6 છે. ટીમ તરફથી હમઝા ઝહરૂર અને મોહમ્મદ સૈયામ ક્રિઝ પર છે. મનલ ચૌહાણે અબ્દુલ કાદિર, અહમદ હુસૈન અને હસનૈન અબ્બાસ ડાર આઉટ કર્યા. ઈશાન સૂદે ભારતને પહેલી સફળતા અપાવી. તેણે જહાંગીર બિલાલને વિકેટકીપર અન્વય દ્રવિડના હાથે કેચ કરાવ્યો. આ પછી મોહિત ઉલ્વાએ ઉસ્માન ખાનને કેચ આઉટ કરવ્યો. કાવ્ય પટેલે કેપ્ટન ફરહાન યુસુફને કેચઆઉટ કરાવ્યો. ઓમાનના અલ અમીરાત ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઈન્ડિયા U-19ની ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી. ભારત 46.3 ઓવરમાં 208 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું. ભારત માટે અર્જુન રાજપૂતે સૌથી વધુ 107 રનની સેન્ચુરીની ઇનિંગ્સ રમી. તેના પછી ભારત માટે સેકન્ડ હાઇએસ્ટ સ્કોરર કાવ્ય પચેલ રહ્યો, જેણે 23 રન બનાવ્યા. પાકિસ્તાન તરફથી અલી રઝા, નિકાબ શફીક અને રિઝવાનુલ્લાહે 3-3 વિકેટ લીધી. બંને ટીમની પ્લેઇંગ-11: ભારત અંડર-19: લક્ષ્ય રાયચંદાની (કેપ્ટન), આર્યવીર સેહવાગ, અન્વય દ્રવિડ (વિકેટકીપર), અર્જુન રાજપૂત, ઈશાન સૂદ, કાવ્ય પટેલ, મનલ ચૌહાણ, મોહિત ઉલ્વા, યશવીર ગૌડ, વીકે વિનીથ, યશવર્ધન સિંહ ચૌહાણ. પાકિસ્તાન અંડર-19: ઉસ્માન ખાન, જહાંગીર બિલાલ, અબ્દુલ કાદિર, અહમદ હુસૈન, અલી રઝા, હમઝા ઝાહૂર (વિકેટકીપર), હસનૈન અબ્બાસ ડાર, મોહમ્મદ સૈયામ, ફરહાન યુસુફ (કેપ્ટન), નિકાબ શફીક, રિઝવાનુલ્લાહ.
    Click here to Read More
    Previous Article
    ભેંસાણના છોડવડીમાં વાનરોના આતંકથી ખેડૂતો ભારે પરેશાન.:જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના છોડવડી ગામમાં 35 થી વધુ વાનરોના ટોળાએ મચાવ્યો આતંક, ખેડૂતોનો મગફળી અને બગીચામાં કરી ભારે નુકસાની.
    Next Article
    મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે નવસારીમાં પરિવાર સાથે દિવાળી ઉજવી:લુન્સીકુઈના નિવાસસ્થાને રહ્યા; સ્થાનિક લોકો, પક્ષના કાર્યકરો અને શુભેચ્છકોને મળ્યા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment