Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ બાયપાસ પાસે જુગારના અડ્ડા પર દરોડો:રૂ.1.07 લાખ રોકડ સાથે 8 શખ્સ ઝડપાયા, પ્રભાસ પાટણ પોલીસે ગુનો નોંધ્યો

    1 week ago

    પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન અને સર્વેલન્સ સ્કવોડે સંયુક્ત ઓપરેશન હાથ ધરી વેરાવળ બાયપાસ વિસ્તારમાં જાહેરમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી રૂ. 1.07 લાખની રોકડ રકમ સાથે આઠ શખ્સોને ઝડપી પાડ્યા છે. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે વેરાવળ બાયપાસ રોડ પર આવેલી એસ્ટોરીયા હોટલની પાછળ, હઝરત સૈયદ સુલ્તાન રહેમતુલ્લાહની દરગાહ નજીક કેટલાક લોકો ગંજીપત્તા વડે જાહેરમાં જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો, જેમાં જુગાર રમતા આઠ ઇસમો ઝડપાઈ ગયા હતા. દરોડા દરમિયાન પોલીસે જુગારમાં વપરાતી રોકડ રકમ રૂ. 1,07,500, ગંજીપત્તાના પત્તા અને પાથરણું સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ગુજરાત જુગાર ધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓમાં વેરાવળ શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા અને મચ્છીમારી, ખાનગી નોકરી તેમજ વેપાર સાથે સંકળાયેલા વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જાહેર સ્થળે જુગાર રમાતો હોવાને કારણે સ્થાનિકોમાં પણ આ ઘટના ચર્ચાનો વિષય બની છે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગર જિલ્લામાં નળ સે જળ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાક્ટરની ધરપકડ:પકડાયેલ આરોપી મનહર પટેલ લુણાવાડા નગરપાલિકાનો પૂર્વ પ્રમુખ, અત્યાર સુધીમાં 34ની ધરપકડ
    Next Article
    કાર-દીવાલ વચ્ચે દબાયા દુકાનદાર:કંપારી છૂટી જાય તેવા લાઈવ દૃશ્યો CCTV અને ડેશકેમમાં કેદ, શટર ખોલતા'તા ત્યાં જ યમરાજ બનીને આવી ગાડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment