Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિલાયન્સ અને નાયરાએ પેટ્રોલ-ડીઝલનું વેચાણ મર્યાદિત કર્યું:ક્રૂડ 107 ડોલર પાર થતાં નુકસાન વધ્યું, નાયરા પંપો પર એક વાહનને માત્ર 200L ડીઝલ મળશે

    23 hours ago

    મોંઘા ક્રૂડ ઓઈલ અને સ્થિર રિટેલ કિંમતોને કારણે રિલાયન્સ-બીપી અને નાયરા એનર્જી જેવી ખાનગી કંપનીઓએ પેટ્રોલ-ડીઝલનું વેચાણ મર્યાદિત કરી દીધું છે. બ્લૂમબર્ગના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઈલની કિંમત 107 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે, પરંતુ મે મહિનાથી પેટ્રોલ પંપો પર કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. આ કારણે કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. અહેવાલ મુજબ, કંપની આવું કરીને એવા સંગ્રહખોરોને રોકવા માંગે છે, જેઓ ડ્રમમાં ઇંધણ ભરીને ઊંચા ભાવે વેચે છે. નાયરા એનર્જીના આઉટલેટ્સ પર હવે એક વાહનમાં મહત્તમ 200 લિટર ડીઝલ અને 30 લિટર પેટ્રોલ જ આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ, રિલાયન્સે વેચાણ પર કેટલાક પ્રતિબંધો લગાવ્યા છે તે સ્પષ્ટ નથી. રશિયા-યુક્રેન યુદ્ધ અને મિડલ ઈસ્ટના તણાવથી સપ્લાય ઘટી મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં પેટ્રોલ-ડીઝલની સપ્લાય પર ખરાબ અસર પડી છે. આ સપ્લાય સંકટને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમતોમાં ઘણો વધારો થયો છે. કંપનીઓને નિકાસમાં ફાયદો, દેશમાં વેચાણ કરવામાં નુકસાન ગ્લોબલ માર્કેટમાં કિંમતો વધુ હોવાને કારણે ભારતીય રિફાઇનરીઓ માટે દેશમાં સસ્તું ઓઈલ વેચવા કરતાં વિદેશમાં નિકાસ કરવી વધુ ફાયદાકારક બની ગઈ છે. રેટિંગ એજન્સી ICRAના જણાવ્યા મુજબ, 9 સપ્ટેમ્બર સુધી ખાનગી કંપનીઓને પેટ્રોલ પર આશરે ₹5 પ્રતિ લિટર અને ડીઝલ પર ₹23 પ્રતિ લિટરનું નુકસાન થઈ રહ્યું હતું. હવે ક્રૂડ ઓઈલ 107 ડોલરને પાર જતાં આ નુકસાન વધ્યું છે. આ પહેલાં રિલાયન્સ-બીપીએ એપ્રિલમાં પણ આવા જ પ્રતિબંધો લગાવ્યા હતા. સરકારી કંપનીઓને દરરોજ ₹530 કરોડનું નુકસાન ખાનગી પંપો પર પ્રતિબંધો બાદ હવે ગ્રાહકોની ભીડ ઈન્ડિયન ઓઈલ (IOC), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) જેવી સરકારી કંપનીઓના પેટ્રોલ પંપો તરફ વળી રહી છે. દેશના રિટેલ ઈંધણ બજારમાં આ ત્રણેય કંપનીઓનો 90% હિસ્સો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીના જણાવ્યા મુજબ, સરકારી રિફાઈનરીઓ ખર્ચ કરતાં ઓછી કિંમતે ઈંધણ વેચવાને કારણે દરરોજ આશરે ₹530 કરોડનું નુકસાન ભોગવી રહી છે. ટ્રક ડ્રાઈવરોને વારંવાર રોકાઈને ડીઝલ ભરાવવું પડી રહ્યું છે વેચાણ મર્યાદિત કરવામાં આવતાં તેની સૌથી મોટી અસર ટ્રાન્સપોર્ટ સેક્ટર પર જોવા મળી રહી છે. ટ્રક ડ્રાઇવરોનું કહેવું છે કે ખાનગી પંપો પર પ્રતિ વાહન ડીઝલનો જથ્થો ઘટાડવામાં આવતાં તેમને ઇંધણ ભરાવવા માટે વારંવાર રોકાવું પડી રહ્યું છે. તેના કારણે તેમની મુસાફરીનો સમય અને ખર્ચ બંને વધી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં ભારતીય અંડર-19 ક્રિકેટરોનો દબદબો:લક્ષ્યની શાનદાર બેવડી સદી સાથે ભારતની 48 રને જીત, ઈશાન ઓમએ બે ઇનિંગ્સમાં 9 વિકેટ સાથે ઓસ્ટ્રેલિયન ખેલાડીને પેવેલિયન ધકેલ્યા
    Next Article
    અમેરિકાની ડબલ ગેમ, 4 દેશને રેલો:જિનપિંગને હથિયારો વેચવાની ઓફર? ભારતને વિશ્વગુરુ ન બનાવા દેવાનું ષડયંત્ર! બચવાના 3 રસ્તા, જાણો પડદા પાછળની ગેમ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment