Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ભારતીય અંડર-19 ક્રિકેટરોનો દબદબો:લક્ષ્યની શાનદાર બેવડી સદી સાથે ભારતની 48 રને જીત, ઈશાન ઓમએ બે ઇનિંગ્સમાં 9 વિકેટ સાથે ઓસ્ટ્રેલિયન ખેલાડીને પેવેલિયન ધકેલ્યા

    23 hours ago

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર દિવસીય અંડર-19 યુથ ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બર 2026થી નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે શરૂ કરવામાં આવી હતી જેમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 217 રન બનાવ્યા હતા જેની સામે ભારતે 10 વિકેટ ગુમાવી 494 રન બનાવ્યા હતા જેમાં લક્ષ્યદિપ રાયચંદાણીએ 281 બોલમાં 24 ચોગ્ગા અને 4 છગ્ગા મદદથી 240 રન બનાવ્યા હતા. આ પછી બીજી ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયન ટીમને 229 રનમાં ઓલઆઉટ કરી ભારતે 48 રનથી જીત મેળવી છે જેમાં ઈશાન ઓમએ પ્રથમ ઇનિંગમાં 5 અને બીજી ઇનિંગમાં 4 મળી બે ઇનિંગ્સમાં કુલ 9 વિકેટ મેળવી હતી. ઉલ્લેખનીય છે કે 240 રન બનાવનાર લક્ષ્યદિપ રાયચંદાણીએ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો છે. 27 તારીખે શરૂ થયેલ યુથ ટેસ્ટ મેચમાં પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 217 રન બનાવ્યા હતા જેમાં કેટલે 198 બોલમાં 102 અને હોલિકે 160 બોલમાં 59 રન બનાવ્યા હતા આ ઇનિંગમાં ભરત તરફે ઈશાન ઓમએ 24.5 ઓવરમાં 53 રન આપી 5 વિકેટ પ્રાપ્ત કરી હતી જયારે મોહિત ઉલવાએ 12 ઓવરમાં 37 રન આપી 3 વિકેટ મેળવી હતી. જેની સામે ભારતે પ્રથમ ઇનિંગમાં શાનદાર શરૂઆત કરી હતી અને 10 વિકેટ ગુમાવી 102.3 ઓવરમાં કુલ 494 રન બનાવ્યા હતા જેમાં ઓપનર લક્ષ્યદિપ રાયચંદાણીએ 281 બોલમાં 24 ચોગ્ગા અને 4 છગ્ગા મદદથી 240 રન, મોહિત ઉલવાએ 84 બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગા મદદથી 92 રન, તથા યશવર્ધન ચૌહાણએ 80 બોલમાં 54 રન બનાવ્યા હતા. આ પછી ઓસ્ટ્રેલિયાએ તેની બીજી ઇનિંગ્સમાં 59.4 ઓવરમાં 229 રન બનાવીને ઓલ-આઉટ થયું હતું. જેમાં બ્લેક કેટલે 114 બોલમાં 16 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 123 રન બનાવ્યા હતા. નીલ પટેલે 41 રન બનાવ્યા હતા. કોનર ગ્રેગરીએ 36 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં ભારત તરફે યશવર્ધન ચૌહાણે 19.4 ઓવરમાં 75 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. તેણે મેચમાં કુલ 8 વિકેટ લીધી હતી. ઈશાન ઓમે 18 ઓવરમાં 62 રન આપીને 4 વિકેટ ઝડપી હતી તેણે મેચમાં કુલ 9 વિકેટ લીધી હતી.
    Click here to Read More
    Previous Article
    बिजनौर में रेप, गैंगरेप में फंसाने की धमकी देने वाले दो और गिरफ्तार, गिरोह में एक पत्रकार भी शामिल
    Next Article
    રિલાયન્સ અને નાયરાએ પેટ્રોલ-ડીઝલનું વેચાણ મર્યાદિત કર્યું:ક્રૂડ 107 ડોલર પાર થતાં નુકસાન વધ્યું, નાયરા પંપો પર એક વાહનને માત્ર 200L ડીઝલ મળશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment