Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર એસીબીએ સતર્કતા સપ્તાહમાં જાગૃતિ કાર્યક્રમો યોજ્યા:શાળાઓમાં રમતગમત અને નિબંધ સ્પર્ધા, વિદ્યાર્થિનીઓની રેલી; એસીબી કચેરીમાં કામગીરી અને ટોલ ફ્રી નંબર 1064ની માહિતી આપી

    1 day ago

    ગુજરાત રાજ્યના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB), અમદાવાદના માર્ગદર્શન હેઠળ જામનગર એસીબી પોલીસ સ્ટેશને ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-2026’માં ભ્રષ્ટાચાર સામે જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજ્યા હતા. જામનગર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. ગોહિલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો અને પ્રામાણિકતા કેળવવા પ્રવૃત્તિઓ યોજાઈ હતી. જામનગરની એરફોર્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે રમતગમત સ્પર્ધાઓ યોજાઈ હતી. ન્યુ સ્કૂલ જામનગર સહિત જિલ્લાની વિવિધ શાળાઓમાં ‘રાષ્ટ્રની પ્રભુતામાં નાગરિકોની પ્રમાણિકતાનો ફાળો’ વિષય પર નિબંધ સ્પર્ધા યોજાઈ હતી. સજુબા ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓએ ભ્રષ્ટાચાર વિરોધી સૂત્રો સાથે જાગૃતિ રેલી કાઢી હતી. રેલી બાદ તેમને એસીબી કચેરીની મુલાકાતે લઈ જવાઈ હતી. કચેરીમાં વિદ્યાર્થિનીઓને એસીબીની કામગીરી, લાંચ-રૂશ્વત વિરોધી કાયદા અને ભ્રષ્ટાચાર રોકવા માટેની કાર્યવાહી વિશે માહિતી અપાઈ હતી. નાગરિકો ભ્રષ્ટાચાર સામે ફરિયાદ કરી શકે તે માટે ગુજરાત એસીબીના ટોલ ફ્રી નંબર 1064 વિશે પણ જણાવાયું હતું.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ કરતા પણ સુરત વધુ પ્રદૂષિત શહેર!:એકંદર AQI 192 સાથે હવા ‘અનહેલ્ધી’, પોશ વિસ્તારો પણ પ્રદૂષણની ઝપેટમાં, SMC EWS ટાઉનશિપમાં સૌથી ખરાબ હાલત
    Next Article
    'બજેટની કોઈ લિમિટ નથી, ₹15-20 હજારના તો લાવીશું જ':માટલા કોઠી અને મોટા શોટ્સ વગર તો દિવાળીનો તહેવાર જ અધૂરો, ફટાકડાની ખરીદીને લઈને અમદાવાદીઓએ શું-શું કહ્યું?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment