Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ કરતા પણ સુરત વધુ પ્રદૂષિત શહેર!:એકંદર AQI 192 સાથે હવા ‘અનહેલ્ધી’, પોશ વિસ્તારો પણ પ્રદૂષણની ઝપેટમાં, SMC EWS ટાઉનશિપમાં સૌથી ખરાબ હાલત

    1 day ago

    સુરત શહેરમાં શિયાળાની ઋતુના પ્રારંભ સાથે જ વાયુ પ્રદૂષણનું જોખમી સ્તર સામે આવ્યું છે. તાજા રિયલ-ટાઇમ અહેવાલ મુજબ સમગ્ર સુરત શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 192 પર પહોંચી ગયો છે, જે ‘અનહેલ્ધી’ (અસ્વસ્થ) શ્રેણીમાં આવે છે. શહેરમાં PM2.5નું પ્રમાણ 111 µg/m³ અને PM10નું પ્રમાણ 124 µg/m³ પર નોંધાયું છે, જે સામાન્ય નાગરિકો અને ખાસ કરીને શ્વાસના દર્દીઓ, બાળકો તથા વડીલો માટે અત્યંત જોખમી સ્થિતિ દર્શાવે છે. સુરતની હવા અમદાવાદ કરતાં વધુ ખરાબ રાજ્યના બે મુખ્ય મહાનગરોની સરખામણી કરવામાં આવે તો હાલમાં સુરતની સ્થિતિ અમદાવાદ કરતાં પણ વધુ ચિંતાજનક બની છે. અમદાવાદનો સરેરાશ લાઈવ AQI 169 (PM2.5: 81 µg/m³, PM10: 150 µg/m³) નોંધાયો છે, જે ‘અનહેલ્ધી’ વર્ગમાં છે. જોકે, સુરતમાં PM2.5નું પ્રમાણ સીધું 111 µg/m³ અને સરેરાશ સ્તર 192 પર પહોંચી જતાં તે અમદાવાદ કરતાં વધુ ઘાતક સાબિત થઈ રહ્યું છે. ન્યૂ સિટી લાઇટ અને VIP રોડ પર શ્વાસ લેવો મુશ્કેલ શહેરના પોશ અને વિકસિત રહેણાંક વિસ્તારોમાં પણ વાયુ પ્રદૂષણથી કોઈ રાહત મળી રહી નથી. ન્યૂ સિટી લાઇટ વિસ્તારમાં AQI 172 અને PM2.5નું સ્તર 86 µg/m³ નોંધાયું છે. આ ઉપરાંત અડાજણ ગામ (172), VIP રોડ (185), વેસ્ટર્ન પાર્ક (184), સોમેશ્વરા એન્ક્લેવ (172) તથા તુલસી સોસાયટી (200) જેવા પ્રમુખ વિસ્તારોમાં હવા સતત ‘અનહેલ્ધી’ કક્ષામાં રહી છે. SMC EWS ટાઉનશિપમાં સૌથી ખરાબ હાલત શહેરના કેટલાક વિસ્તારોમાં પ્રદૂષણ 200નો આંકડો વટાવી ‘સિવિયર’ (ગંભીર) સ્થિતિએ પહોંચી ગયું છે. જેમાં SMC EWS ટાઉનશિપમાં સૌથી વધુ 255 AQI નોંધાયો છે. આ સિવાય ઉત્રાણ (213), બાલેશ્વર (213), સેફ્રોન બંગલો (212), જલારામનગર (211) અને ભીમરાડ (208) વિસ્તારોમાં હવાનું સ્તર અત્યંત ખરાબ કેટેગરીમાં પહોંચી ગયું છે. સતત વધી રહેલા ધુમ્મસ અને પવનની ઓછી ગતિને કારણે લોકોને ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરવાની સલાહ અપાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પ હાર્યા, હવે 53 દેશમાં તબાહી!:100માંથી 63 લોકોએ કહ્યું ખેલ ખતમ, હાર-જીતની ભારત પર પાંચ મોટી અસર થશે
    Next Article
    જામનગર એસીબીએ સતર્કતા સપ્તાહમાં જાગૃતિ કાર્યક્રમો યોજ્યા:શાળાઓમાં રમતગમત અને નિબંધ સ્પર્ધા, વિદ્યાર્થિનીઓની રેલી; એસીબી કચેરીમાં કામગીરી અને ટોલ ફ્રી નંબર 1064ની માહિતી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment