Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એપ્રિલ મહિનાના પ્રથમ પાંચ દિવસમાં રોગચાળો વકર્યો:શહેરમાં ઝાડા-ઉલટીના 106, ટાઈફોઈડના 22 અને કમળાના 6 કેસ નોંધાયા

    19 hours ago

    એપ્રિલ માસના પ્રથમ પાંચ દિવસમાં જ અમદાવાદમાં ઝાડા-ઉલટીના 106 કેસ નોંધાયા હતા. પાણીજન્ય રોગોમાં ટાઈફોઈડના 22 કેસ, કમળાના 6 કેસ નોંધાયા હતા, જ્યારે એપ્રિલના આ સમયગાળામાં કોલેરાનો એકપણ કેસ નોંધાયો નથી. પ્રથમ સપ્તાહમાં ડેન્ગ્યુના 2 કેસ નોંધાયા હતા. આ પાંચ દિવસમાં ચિકનગુનિયા કે ઝેરી મેલેરિયાનો કોઈ કેસ નોંધાયો નથી. પાણીના 1,004 સેમ્પલમાંથી 6 નમૂના અનફિટ જાહેર જાન્યુઆરી 2026થી 5 એપ્રિલ સુધીના કુલ આંકડા જોઈએ તો શહેરમાં ડેન્ગ્યુના કુલ 80 કેસ અને સાદા મેલેરિયાના 21 કેસ નોંધાઈ ચૂક્યા હતા. આ રોગચાળાને કાબૂમાં લેવા માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા મહત્વના પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે પાણીના 1,004 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી 6 સેમ્પલ અનફિટ જાહેર થયા હતા. એપ્રિલના પ્રથમ પાંચ દિવસમાં કુલ 6,675 રેસીડ્યુઅલ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. શહેરના 26 જેટલા હાઈ-રિસ્ક વિસ્તારોમાં ઈજનેર અને આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત રીતે સઘન કામગીરી કરવામાં આવી રહી છે. AMCનું ડ્રેનેજ અને પાણી પ્રદૂષણની ફરિયાદો પર વિશેષ ધ્યાન AMCના ડેટા મુજબ, અમરાઈવાડી, બહેરામપુરા, દાણીલીમડા, જમાલપુર, સરસપુર અને વટવા જેવા વિસ્તારોમાં ડ્રેનેજ ચોકિંગ અને પાણીના પ્રદૂષણની ફરિયાદો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસ દરમિયાન આ વિસ્તારોમાં ડ્રેનેજ અને પાણીની લાઈનોના લિકેજને લગતી કામગીરીમાં ગત વર્ષની સરખામણીએ સુધારો જોવા મળ્યો છે.
    Click here to Read More
    Previous Article
    18 જિલ્લામાં વરસાદની આગાહી:આવતીકાલે તોફાની પવન સાથે વીજળી પડવાનું હવામાન વિભાગે એલર્ટ આપ્યું, સુરતમાં પ્રચાર સમયે ભાજપના નેતાઓ ઘેરાયા
    Next Article
    ભાવનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 398 બેઠકો પર મતદાન યોજાશે:17.31 લાખ મતદારો 1984 મથકો પર વોટ આપી શકશે, ઉમેદવારોની પ્રચાર-પ્રસાર માટે તૈયારીઓ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment