Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 398 બેઠકો પર મતદાન યોજાશે:17.31 લાખ મતદારો 1984 મથકો પર વોટ આપી શકશે, ઉમેદવારોની પ્રચાર-પ્રસાર માટે તૈયારીઓ શરૂ

    18 hours ago

    આગામી તા. 26 એપ્રિલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેમાં ભાવનગર મહાનગર પાલિકા, તાલુકા પંચાયત- જિલ્લા પંચાયત, 3 નગરપાલિકા મળી કુલ 398 બેઠકોમાં 1984 મતદાન મથકો પર કુલ 17,31,169 મતદારો દ્વારા પોતાના મતાધિકારીનો ઉપયોગ કરવામાં આવશે.જેનું તા. 28 એપ્રિલના રોજ પરિણામ જાહેર થશે. મનપાના 13 વોર્ડમાં 52 બેઠકો હાલમા જ સ્થાનિક સ્વરાજની સમય મર્યાદા પૂર્ણ થતાં ગુજરાત રાજ્યના ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો નક્કી થતા વહીવટી તંત્ર તેમજ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી લડવા ઉમેદવારો પ્રચાર-પ્રસાર માટેની જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે તેમજ ભાવનગર જિલ્લામાં ભાવનગર મનપા, જિલ્લાપંચાયત, નગરપાલિકા ચૂંટણી અંગે વહીવટી તંત્ર દ્વારા પણ બેઠકોનો દોર તમેજ તૈયારીઓનો આરંભ કર્યો છે. જેમાં 10 તાલુકા પંચાયતમાં 210, જિલ્લા પંચાયતની 40 બેઠક, વલ્લભીપુર, પાલીતાણા અને મહુવા મળી કુલ 3 નગરપાલિકા માટે 96 બેઠકો, ભાવનગર મહાનગર પાલિકાના 13 વોર્ડમાં 52 બેઠકો મળી કુલ 398 બેઠકો પર આગામી 26 એપ્રિલના મતદાન યોજાનાર છે. 1984 મતદાન મથકો, 17.31 લાખ મતદારો જેમાં ભાવનગર મહાનગર પાલિકામાં કુલ 445 મતદાન મથકો પર કુલ 4,58,376 મતદારો, તાલુકા પંચાયત- જિલ્લા પંચાયતના કુલ 1394 મતદાન મથકો પર 11,40,294 મતદારો, 3 નગરપાલિકામાં 145 મતદાન મથકો પર 1,32,499 મતદારો પોતાના મતાધિકારીનો મતદાન કરી ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. ભાવનગર મહાનગર પાલિકા કુલ 13 વોર્ડ - 52 બેઠક વોર્ડ - 1 મતદાન મથકની સંખ્યા : 36 મતદારોની સંખ્યા : 38429 સેવા મતદારો : 46 વોર્ડ - 2 મતદાન મથકોની સંખ્યા : 24 મતદારોની સંખ્યા : 27178 સેવા મતદારો : 29 વોર્ડ -3 મતદાન મથકની સંખ્યા : 32 મતદારોની સંખ્યા : 34611 સેવા મતદારો : 10 વોર્ડ - 4 મતદાન મથકની સંખ્યા : 37 મતદારોની સંખ્યા : 38226 સેવા મતદારો : 10 વોર્ડ -5 મતદાન મથકની સંખ્યા : 34 મતદારોની સંખ્યા : 35006 સેવા મતદારો : 10 વોર્ડ -6 મતદાન મથકની સંખ્યા : 36 મતદારોની સંખ્યા : 36945 સેવા મતદારો : 6 વોર્ડ - 7 મતદાન મથકની સંખ્યા : 33 મતદારોની સંખ્યા : 33052 સેવા મતદારો : 9 વોર્ડ - 8 મતદાન મથકની સંખ્યા : 25 મતદારોની સંખ્યા : 24955 સેવા મતદારો : 6 વોર્ડ - 9 મતદાન મથકની સંખ્યા : 32 મતદારોની સંખ્યા : 33168 સેવા મતદારો : 55 વોર્ડ -10 મતદાન મથકની સંખ્યા : 41 મતદારોની સંખ્યા : 40499 સેવા મતદારો : 11 વોર્ડ - 11 મતદાન મથકની સંખ્યા : 31 મતદારોની સંખ્યા : 32537 સેવા મતદારો : 14 વોર્ડ -12 મતદાન મથકની સંખ્યા : 42 મતદારોની સંખ્યા : 40302 સેવા મતદારો : 15 વોર્ડ -13 મતદાન મથકની સંખ્યા : 42 મતદારોની સંખ્યા : 43468 સેવા મતદારો : 26 કુલ : 445 મતદાન મથક - કુલ મતદારોની સંખ્યા - 458376 - સેવા મતદારો - 247 ભાવનગર તાલુકા પંચાયત 210 બેઠક - જિલ્લા પંચાયત 40 બેઠક ભાવનગર ગ્રામ્ય તાલુકા પંચાયત : 20 જિલ્લા પંચાયત : 4 મતદાન મથકોની સંખ્યા : 128 મતદારોની સંખ્યા : 111649 સેવા મતદારોની સંખ્યા : 89 ઘોઘા તાલુકા પંચાયત : 18 જિલ્લા પંચાયત : 3 મતદાન મથકોની સંખ્યા : 96 મતદારોની સંખ્યા : 79085 સેવા મતદારોની સંખ્યા : 118 સિહોર તાલુકા પંચાયત : 22 જિલ્લા પંચાયત : 4 મતદાન મથકોની સંખ્યા : 160 મતદારોની સંખ્યા : 128401 સેવા મતદારોની સંખ્યા : 127 ઉમરાળા તાલુકા પંચાયત : 16 જિલ્લા પંચાયત : 2 મતદાન મથકોની સંખ્યા : 89 મતદારોની સંખ્યા : 72295 સેવા મતદારોની સંખ્યા : 45 વલ્લભીપુર તાલુકા પંચાયત : 16 જિલ્લા પંચાયત : 3 મતદાન મથકોની સંખ્યા : 75 મતદારોની સંખ્યા : 57995 સેવા મતદારોની સંખ્યા : 34 પાલીતાણા તાલુકા પંચાયત : 20 જિલ્લા પંચાયત : 4 મતદાન મથકોની સંખ્યા : 143 મતદારોની સંખ્યા : 115730 સેવા મતદારોની સંખ્યા : 133 ગારીયાધાર તાલુકા પંચાયત : 16 જિલ્લા પંચાયત : 2 મતદાન મથકોની સંખ્યા : 84 મતદારોની સંખ્યા : 66744 સેવા મતદારોની સંખ્યા : 33 તળાજા તાલુકા પંચાયત : 32 જિલ્લા પંચાયત : 8 મતદાન મથકોની સંખ્યા : 268 મતદારોની સંખ્યા : 214243 સેવા મતદારોની સંખ્યા : 406 મહુવા તાલુકા પંચાયત : 34 જિલ્લા પંચાયત : 8 મતદાન મથકોની સંખ્યા : 281 મતદારોની સંખ્યા : 241110 સેવા મતદારોની સંખ્યા : જેસર તાલુકા પંચાયત : 16 જિલ્લા પંચાયત : 2 મતદાન મથકોની સંખ્યા : 70 મતદારોની સંખ્યા : 53042 સેવા મતદારોની સંખ્યા : 20 કુલ 1394 મતદાન મથક - કુલ મતદારોની સંખ્યા - 1140294 - સેવા મતદારો - 1150 મહુવા-પાલીતાણા-વલ્લભીપુર નગરપાલિકાની 96 બેઠકો મહુવા નગરપાલિકા વોર્ડ : 9 બેઠક : 36 મતદાન મથકોની સંખ્યા : 74 મતદારોની સંખ્યા : 73942 પાલીતાણા નગરપાલિકા વોર્ડ : 9 બેઠક : 36 મતદાન મથકોની સંખ્યા : 56 મતદારોની સંખ્યા : 45417 વલ્લભીપુર નગરપાલિકા વોર્ડ : 6 બેઠક : 24 મતદાન મથકોની સંખ્યા : 15 મતદારોની સંખ્યા : 13140 કુલ 145 મતદાન મથકો - કુલ મતદારોની સંખ્યા - 132499
    Click here to Read More
    Previous Article
    એપ્રિલ મહિનાના પ્રથમ પાંચ દિવસમાં રોગચાળો વકર્યો:શહેરમાં ઝાડા-ઉલટીના 106, ટાઈફોઈડના 22 અને કમળાના 6 કેસ નોંધાયા
    Next Article
    પ્રેમ પ્રકરણનો કરૂણ અંત:રાજકોટમાં પ્રેમલગ્ન બાદ પ્રેમીકાએ અન્યત્ર લગ્ન કરી લેતા પ્રેમીએ ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment