Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણામાં વેરા વ્યાજ માફી યોજનાનો 1053 લોકોએ લાભ લીધો:1.26 કરોડની વસૂલાત, વેરો નહીં ભર્યો હોય તો મનપા મિલકત સીલ સહિતની કાર્યવાહી કરી શકે

    5 days ago

    મહેસાણા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26 માટે જાહેર કરવામાં આવેલી મિલકત વેરા વ્યાજ/પેનલ્ટી માફી યોજનાને શહેરીજનો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો. જે યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 1053 મિલકતધારકોએ પોતાનો બાકી વેરો ભરપાઈ કરી યોજનાનો લાભ લીધો હતો. જેને લઈ પાલિકાની તિજોરીમાં કુલ રૂ.1,26,51,635 ની માતબર રકમ જમા થઈ હતી. આ યોજનાનો લાભ લેવા માટે આગામી 31 માર્ચ, 2026 છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે. વેરો નહીં ભર્યો હોય તો મનપા મિલકત સીલ કરી શકે હાલમાં આ યોજના અમલમાં હોવા છતાં કેટલાક મિલકતધારકો હજુ પણ વેરો ભરવામાં ઉદાસીનતા દાખવતા હોઈ પાલિકાએ આવા મુખ્ય બાકીદારોની યાદી જાહેર કરી હતી. મહાનગરપાલિકાએ તમામ બાકીદારોને અંતિમ અપીલ કરી છે કે આ તકનો લાભ લઈ તાત્કાલિક વેરો ભરપાઈ કરે. જો નિર્ધારિત સમયમર્યાદામાં વેરો નહીં ભરાય, તો પાલિકા દ્વારા મિલકત સીલ કરવી, નળ કનેક્શન કાપવા અથવા અન્ય દંડાત્મક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વ્યવસાય વેરાની વ્યાજ માફી યોજનાનો 1675 લોકોએ લાભ લીધો મહેસાણા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26 માટે જાહેર કરવામાં આવેલી વ્યવસાય વેરા વ્યાજ/પેનલ્ટી માફી યોજનાને લઈ બાકી વેરા પર 50% વ્યાજ અને પેનલ્ટી માફી આપવામાં આવી રહી છે. જેનો અત્યાર સુધીમાં 1675 કરદાતાઓએ લાભ લીધો હતી. 1.26 કરોડની રકમ વસૂલાત પાલિકાની આ ઝુંબેશ હેઠળ તા. 6 માર્ચ 2026થી અત્યાર સુધીમાં કુલ રૂ. 1,45,47,733ની માતબર રકમ વસૂલાત કરવામાં આવી હતી. જોકે આટલી મોટી રાહત છતાં શહેરના કેટલાક રીઢા બાકીદારો હજુ પણ વેરો ભરવામાં આનાકાની કરતા હોવાનો સુર રહ્યો હતો. પાલિકા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી યાદી મુજબ અનિતા વસ્ત્રાલય (રૂ.50,942), રાજશ્રી કોમ્પ્યુટર (રૂ.49,350), પટેલ ઓઈલ ટ્રેડર્સ (રૂ.44,099) અને શિવમ કોમ્પ્યુટર (રૂ.31,711) જેવા અનેક એકમોના લાખો રૂપિયાના વેરા બાકી રહ્યા હતા. તો મહાનગરપાલિકાએ અંતિમ અપીલ કરતા નાગરિકોને તાત્કાલિક વેરો ભરપાઈ કરવા અપીલ કરી હતી. જો નિર્ધારિત સમયમાં વેરો નહીં ભરાય તો મિલકત સીલ કરવી બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા કે અન્ય દંડાત્મક પગલાં લેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    રાહુલ ગાંધીની ગુજરાતમાં એન્ટ્રી, કોંગ્રેસનું મિશન 'આદિવાસી':પાલિકા, પંચાયતની ચૂંટણી પહેલાં આજે વડોદરામાં સભા ગજવશે; થોડીવારમાં એરપોર્ટ પર પહોંચશે
    Next Article
    રાજકોટમાં ડોક્ટરને બ્લેકમેલ કરતો તબીબ ઝડપાયો:ક્લિનિકમાં સ્પાય કેમેરો લગાવી તબીબની અંગત પળોના વિડીયો બનાવી રૂ.25 લાખ માંગ્યા, 11 બોગસ પત્રકારો પોલીસ પકડથી દૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment