Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ડોક્ટરને બ્લેકમેલ કરતો તબીબ ઝડપાયો:ક્લિનિકમાં સ્પાય કેમેરો લગાવી તબીબની અંગત પળોના વિડીયો બનાવી રૂ.25 લાખ માંગ્યા, 11 બોગસ પત્રકારો પોલીસ પકડથી દૂર

    5 days ago

    રાજકોટમાં ડોક્ટરના ક્લિનિકમાં સ્પાય કેમેરો ગોઠવી તેમની અંગત પળોના વીડિયોને રેકોર્ડ કરી રૂ.25 લાખની માંગણીના મામલામાં એક ડોક્ટર તેમજ તોડબાજ પત્રકારો સહિતની ટોળકી સામે સાયબર ક્રાઇમમાં ગૂનો નોંધાયો હતો. જેમાં પોલીસે મુખ્ય આરોપી ડૉ. કમલ નાંઢાની ધરપકડ કરી છે. ડોક્ટરે સ્પાય કેમેરાથી 3000 થી વધુ વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યા અને બોગસ પત્રકારો મારફતે નાણાની માંગણી કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જોકે હાલ 11 તોડબાજ પત્રકારો પોલીસ પકડથી દૂર છે. જેઓને પુરાવાઓના આધારે ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. રાજકોટ સાયબર ક્રાઇમ ACP ચિંતન પટેલે જણાવ્યું હતું કે, ગત 20 માર્ચના રાજકોટ શહેર સાયબર ક્રાઇમમાં એક પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં BNS કલમ 308(5), 308(4), 35(2), 356(3), 54, 61 અને IT એક્ટ 66(E), 67 અને 67(A) અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં ડૉ. કમલ ચમનલાલ નાંઢા સહિત 12 આરોપીઓ હતા. જેમાં 22 માર્ચના પોલીસે મુખ્ય આરોપી 32 વર્ષીય ડૉ. કમલ નાંઢાની પોલીસે અટકાયત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સાધુવાસવાણી રોડ પર ગૌતમ ક્લિનિકના ડૉ. કમલ નાંઢાનો રોલ એવો હતો કે, તેણે ફરિયાદીના ક્લિનિકમાં સ્પાય કેમેરો લગાવ્યો હતો અને તેમના અંગત પળોના વિડીયો રેકોર્ડ કર્યા હતા અને ફરિયાદી પાસેથી રૂ.25 લાખની માંગણી કરવામાં આવી હતી. જોકે કેટલા વીડિયો સ્પાય કેમેરાથી રેકોર્ડ કર્યા હતા તે અંગેની તપાસ ચાલુ છે તેમજ અન્ય 11 આરોપીઓને ઝડપવા માટે પોલીસે પુરાવાઓના આધારે તપાસે તેજ કરી છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા શહેરમાં ન્યુસન્સ બની પત્રકાર તરીકે ઓળખ આપી સામાન્ય લોકોને બ્લેકમેલ કરી ગેરકાયદે રીતે ખંડણી માંગતા તોડબાજ પત્રકારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક તબીબ સહીત કુલ 12 લોકો સામે ખંડણી તેમજ ધમકી આપી રૂપિયા પડાવવા અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં રાજકોટના એક નામાંકિત ડોકટરના ક્લિનક પર લેબર રૂમની અંદર હોલ્ડરમાં ગુપ્ત સીસીટીવી કેમેરો લગાવી બાદમાં ડોક્ટરની અંગત પળોના વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ખંડણી રૂપે રૂપિયા 25 લાખની માંગણી કરી 50,000 પડાવવા અંગે ફરિયાદ નોંધી તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓ દ્વારા વર્ષ 2024થી આજ દિન સુધી તબીબને ખોટી રીતે હેરાન કરી બદનામ કરવાના ઇરાદે સતત ત્રાસ આપી રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી જેનાથી કંટાળી આખરે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીના ક્લિનિકમાં ડો. કમલ નાંઢા નામનો શખ્સ છે જેના દ્વારા ક્લિનિકમાં લેબર રૂમની અંદર બલ્બ હોલ્ડરમાં એક સ્પાય કેમેરો ફિટ કરવામાં આવ્યો હતો જે કેમેરાની અંદર મેમરી કાર્ડ ઇનબિલ્ટ હતું. જયારે પણ બલ્બ હોલ્ડરની સ્વીચ ચાલુ કરવામાં આવે ત્યારે તે સ્પાય કેમેરામાં રેકોર્ડિંગ ચાલુ થઇ જતું હતું અને મેમરી કાર્ડમાં તે સ્ટોરેજ થતું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડો. કમલ નાંઢા દ્વારા જે ક્લિનિક પર સ્પાય કેમેરો લગાવવામાં આવ્યો હતો તે સ્પાય કેમેરા મારફત ક્લિનિકના માલિક તબીબની અંગત પળોની વિડીયો ફૂટેજ સ્ટોર કરી બાદમાં કેટલાક કહેવાતા પત્રકારો સાથે શેર કરી બાદમાં તેની સાત મળી તબીબને બ્લેકમેલ કરી તેની પાસેથી ખંડણી રૂપે રૂપિયા 25 લાખની માંગણી પણ કરવામાં આવી હતી જે પૈકી રૂપિયા 50,000ની રકમ આરોપી દ્વારા સ્વીકારવામાં પણ આવી હતી. આ ગુનામાં પોલીસે ફરિયાદના આધારે આરોપી તરીકે સત્યની ગર્જના, ભારત ટાઇમ્સ, ભારત હેડલાઇન્સ, રાજકોટ હેડલાઇન્સ નામના મિડીયા પ્લેટફોર્મ સામે કાર્યવાહી કરી તબીબ સહીત બોગસ પત્રકારો મળી 12 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું હતું કે, સાધુ વાસવાણી રોડ પર આવેલા ગૌતમ ક્લિનિકમાં કામ કરતા ડો.કમલ નાંઢા નામના તબીબને મહિલા તબીબ સાથે એક તરફી પ્રેમ હતો જેના કારણે તેને ફરિયાદીના ક્લિનિકમાં સ્પાય કેમેરો ઇન્સ્ટોલ કર્યો હતો બાદમાં તેને તબીબ સાથેની અંગત પળોના ફૂટેજ જોતા ખંડણી માટે પ્લાન બનાવ્યો હતો અને ખંડણીની માંગણી કરી હતી. આ તમામ અંગત પળોના વિડીયો 2023ના હતા જેમાં જૂન 2024થી સતત ફરિયાદીને ધાક ધમકીઓ આપી વારંવાર બદનામ કરવાનું કહી રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. તાજેતરમાં પણ આજ રીતે ફરી ફોન મેસેજ અને પેમ્પલેટ બનાવી વાયરલ કરી રૂપિયાની માંગણી સતત ચાલુ રાખવામાં આવતા અંતે કંટાળી ફ્રિયા નોંધાવતા પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ પાસે કુલ 3000 થી વધુ વિડીયો રેકોર્ડિંગ હોવાનું સામે આવ્યું છે જેમાં ડોક્ટરની અંગત પળોના વિડીયોનો સમાવેશ થાય છે અને સાથે જે દર્દીઓને ઇન્જેક્શન લગાવવામાં આવતા હોય તે વિડીયો ફુટેજનો પણ સમાવેશ થાય છે. આ તોડબાજ પત્રકારો પોલીસ પકડથી દૂર હિરેન મકવાણા, અજય ચુડાસમા, હાર્દિક ડોડીયા, જગદીશ તેરૈયા, જીગર સોઢા, ઘનશ્યામ પટેલ, જતીન નથવાણી, સ્વાતિ નથવાણી, અમિત ઠક્કર, ભરતભાઈ અને એક મોબાઈલ નંબર જેમના છે તે તેમજ તપાસમાં ખુલે તે તમામનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    મહેસાણામાં વેરા વ્યાજ માફી યોજનાનો 1053 લોકોએ લાભ લીધો:1.26 કરોડની વસૂલાત, વેરો નહીં ભર્યો હોય તો મનપા મિલકત સીલ સહિતની કાર્યવાહી કરી શકે
    Next Article
    ગીર બોર્ડર પર 'નોટિસ રાજ' થી ખેડૂતોમાં ભારે રોષ:ગીરના 0 થી 1 કિમી વિસ્તારમાં હોમસ્ટે મુદ્દે સરકાર અને ખેડૂતો આમને-સામને: "અમને વિકાસના નામે ફરી ઝૂંપડામાં ન ધકેલો",વન વિભાગ સામે આક્રોશ અને આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment