Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાણંદમાં રમતગમતના મહાકુંભનું ભવ્ય સમાપન:105 ગામોની 150થી વધુ શાળાઓના 45,000થી વધુ યુવા ખેલાડીઓએ બતાવ્યું કૌશલ્ય

    16 hours ago

    વિજયી ભારત ફાઉન્ડેશન (VBF) દ્વારા આયોજિત 'ખેલે સાણંદ સ્પોર્ટ્સ ઉત્સવ 2026'ની આજે સંસ્કારધામ ખાતે ભવ્ય પૂર્ણાહુતિ થઈ હતી. આ સાથે જ 18 દિવસ સુધી ચાલેલી રમતગમતની એક મહાન ચળવળનું સફળ સમાપન થયું છે. આ રમત ઉત્સવમાં સાણંદ તાલુકાના તમામ 105 ગામોની 150થી વધુ શાળાઓના 45,000થી વધુ યુવા રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 17 સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલી આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાસરૂટ સ્તરેથી રમતગમતની નવી પ્રતિભાઓની વહેલી ઓળખ કરી તેમનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવાનો છે, જેથી રમતવીરો માટે ઓલિમ્પિક સુધીનો માર્ગ સરળ બની શકે. મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખેલાડીઓનું સન્માન |આ સમાપન સમારોહમાં રમતગમત જગતના જાણીતા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં અર્જુન એવોર્ડી અને ટેબલ ટેનિસ ખેલાડી સત્યાન જ્ઞાનશેખરન, એમએમએ ફાઇટર પવન માન સિંહ, ક્રિકેટર વેદાંત ત્રિવેદી તેમજ VBFના ડિરેક્ટર્સ જલજ દાણી, ધનરાજ નથવાણી અને દુર્ગેશ અગ્રવાલ ખાસ હાજર રહ્યા હતા. ઉત્સવ દરમિયાન ગર્લ્સ અને બોયઝ કેટેગરીમાં 23 વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં વિજેતા ખેલાડીઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મળી કુલ 336 મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. માસ્કોટ 'વીર' અને 'ગરવી'નું અનાવરણ સમારોહ દરમિયાન મુખ્ય અતિથિઓએ અંડર-17 60 મીટર ફાઇનલિસ્ટ, અંડર-14 50 મીટર સાયકલિંગ અને અંડર-8 સોફ્ટબોલના બાળકો સાથે ખાસ સંવાદ કર્યો હતો. ઉપરાંત અંડર-11 કિટ્સ જેવેલિન તથા અંડર-14 અને અંડર-17 ટગ ઓફ વોર (રસ્સા ખેંચ)ની રોમાંચક ફાઇનલ નિહાળી હતી. આ પ્રસંગે ખેલે સાણંદના માસ્કોટ (શુભંકર) 'વીર' અને 'ગરવી'નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, જે રમતગમત દ્વારા બાળકો અને સમાજને એકસાથે જોડવાના વિઝનનું પ્રતીક છે. સ્પોર્ટ્સ હસ્તીઓએ યુવા પ્રતિભાઓને બિરદાવી ટેબલ ટેનિસ સ્ટાર સત્યાન જ્ઞાનશેખરને જણાવ્યું કે, "બાળકોમાં રહેલો ઉત્સાહ અને VBF દ્વારા પૂરું પાડવામાં આવેલું પ્લેટફોર્મ અદ્ભુત છે. રમતગમત તમને સમર્પણ, શિસ્ત અને ટીમ વર્ક શીખવે છે." એમએમએ ફાઇટર પવન માન સિંહે ઉમેર્યું કે, "આટલા મોટા સ્કેલ પર નાની ઉંમરે બાળકોને પ્લેટફોર્મ આપવું ખૂબ પ્રોત્સાહક છે." જ્યારે ક્રિકેટર વેદાંત ત્રિવેદીએ ગર્વ વ્યક્ત કરતા કહ્યું કે, "રમતગમતની પ્રતિભા ગમે ત્યાંથી ઉભરી શકે છે અને VBF ગ્રાસરૂટના એથ્લેટ્સને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી રહ્યું છે." સ્ટેટિસ્ટિકલ ડેટા મોડલ્સ દ્વારા પ્રતિભાની ઓળખ ખેલે સાણંદ સ્પોર્ટ્સ ઉત્સવમાં માત્ર સ્પર્ધા જ નહીં, પરંતુ કોચ, સ્કાઉટ્સ અને સ્પોર્ટ્સ એક્સપર્ટ્સ દ્વારા મોટા પાયે ઓન-ગ્રાઉન્ડ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કરવામાં આવ્યું હતું. નાની ઉંમરે પ્રતિભાઓને ઓળખવા માટે શારીરિક કસોટીઓ સાથે સ્ટેટિસ્ટિકલ ડેટા મોડલ્સ અને પ્રિડિક્ટિવ એનાલિટિક્સ જેવા આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિજયી ભારત ફાઉન્ડેશનનો સંકલ્પ વિજયી ભારત ફાઉન્ડેશન (VBF) ભારતમાં અત્યાધુનિક ઓલિમ્પિક ટ્રેનિંગ સેન્ટર સ્થાપિત કરવાના વિઝન સાથે કામ કરી રહ્યું છે. સંસ્થા હાઇ-પર્ફોર્મન્સ સેન્ટર (જુડો, આર્ચરી, શૂટિંગ, ફેન્સિંગ), કોમ્યુનિટી સ્પોર્ટ્સ અને ખેલે સાણંદ (ખો-ખો, કબડ્ડી, વોલીબોલ, એથલેટિક્સ) જેવી ત્રણ મુખ્ય પહેલો દ્વારા ગ્રામીણ ગુજરાતમાં રમતગમતની નવી સંસ્કૃતિનું નિર્માણ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ધો. 10-12ની માર્કશીટ હવે સીધી ડિજિલોકરમાં:2021થી 2026 સુધીની 1 કરોડ માર્કશીટ અપલોડ
    Next Article
    શેલામાં શેલ્બીનો સફળ હેલ્થ સિમ્પોઝિયમ કાર્યક્રમ:દક્ષિણ-પશ્ચિમ અમદાવાદના લોકોને ઘર આંગણે મળશે મલ્ટિસ્પેશિયાલિટી અને આયુષ્માન સેવાઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment