Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેલામાં શેલ્બીનો સફળ હેલ્થ સિમ્પોઝિયમ કાર્યક્રમ:દક્ષિણ-પશ્ચિમ અમદાવાદના લોકોને ઘર આંગણે મળશે મલ્ટિસ્પેશિયાલિટી અને આયુષ્માન સેવાઓ

    15 hours ago

    અમદાવાદના ઝડપથી વિકસી રહેલા શેલા વિસ્તાર સ્થિત AUDA ઓડિટોરિયમ ખાતે ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ દ્વારા 'ક્રિષ્ના શેલ્બી હેલ્થ સિમ્પોઝિયમ'નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. 4 ઑક્ટોબર, 2026ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં ઘુમા, બોપલ, શેલા અને આસપાસના વિસ્તારોમાંથી 1,000થી વધુ સ્થાનિક રહેવાસીઓ ઉત્સાહભેર જોડાયા હતા. અહીં લોકોને અનુભવી તબીબી નિષ્ણાતો સાથે આરોગ્ય વિષયક મુદ્દાઓ પર સીધી અને રસપ્રદ ચર્ચા કરવાની તક મળી હતી. એક જ છત નીચે તમામ આધુનિક સારવાર ઉપલબ્ધ દક્ષિણ-પશ્ચિમ અમદાવાદમાં રહેણાંક વિસ્તારનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ એક સંપૂર્ણ મલ્ટિસ્પેશિયાલિટી હેલ્થકેર સેન્ટર તરીકે સેવાઓ આપી રહી છે. અહીં વિવિધ તબીબી અને સર્જિકલ ક્ષેત્રો, આધુનિક ડાયગ્નોસ્ટિક સુવિધાઓ તેમજ નિષ્ણાતોની સલાહ એક જ સ્થળે મળી રહે છે. આ ઉપરાંત, ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે કેન્સર અને હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓની સારવાર માટે આયુષ્માન ભારત યોજનાની સુવિધા પણ કાર્યરત કરવામાં આવી છે. વિવિધ સુપર સ્પેશિયાલિટીઝ, નિષ્ણાત તબીબોની ટીમ હોસ્પિટલમાં ઓર્થોપેડિક્સ, ઓન્કોલોજી, કાર્ડિયોલોજી, કાર્ડિયાક સર્જરી, ન્યુરોલોજી, લિવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટ, બેરિયાટ્રિક અને મેટાબોલિક સર્જરી, ગેસ્ટ્રોએન્ટરોલોજી, ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજી, જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જરી તેમજ ક્રિટિકલ કેર જેવી તમામ ઉચ્ચ કક્ષાની સારવાર સુવિધાઓ ઉપલબ્ધ છે. આ તમામ સુવિધાઓ આધુનિક ટેકનોલોજી અને નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા પૂરી પાડવામાં આવે છે. સિમ્પોઝિયમ દરમિયાન રહેવાસીઓએ લક્ષણો, સારવારના વિકલ્પો અને તબીબી સલાહ અંગે પોતાના પ્રશ્નોનું નિરાકરણ મેળવ્યું હતું. ઘર નજીક સર્વશ્રેષ્ઠ સારવાર આપવાનો મુખ્ય ઉદ્દેશ આ પ્રસંગે શેલ્બી હોસ્પિટલ્સના ફાઉન્ડર અને ડિરેક્ટર, ડૉ. વિક્રમ શાહે જણાવ્યું હતું કે, "દક્ષિણ-પશ્ચિમ અમદાવાદ એક મહત્વપૂર્ણ રહેણાંક વિસ્તાર તરીકે ઉભરી રહ્યો છે અને તેની સાથે આરોગ્ય સુવિધાઓની માગ પણ વધી છે. ક્રિષ્ના શેલ્બી ખાતે અમારો પ્રયાસ નિષ્ણાત તબીબો અને આધુનિક ટેકનોલોજી દ્વારા એક જ સ્થળે સંપૂર્ણ સારવાર આપવાનો છે, જેથી દર્દીઓએ ઘરથી દૂર જવું ન પડે." આ સિમ્પોઝિયમથી સ્થાનિક રહેવાસીઓને શહેરના અન્ય વિસ્તારોમાં ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે અને ઘર નજીક જ શ્રેષ્ઠ તબીબી સેવાઓ પ્રાપ્ત થશે. પ્રશ્નોત્તરી સેશન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો, જેણે દક્ષિણ-પશ્ચિમ અમદાવાદમાં આરોગ્ય જાગૃતિ વધારવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સાણંદમાં રમતગમતના મહાકુંભનું ભવ્ય સમાપન:105 ગામોની 150થી વધુ શાળાઓના 45,000થી વધુ યુવા ખેલાડીઓએ બતાવ્યું કૌશલ્ય
    Next Article
    Humayun Kabir Says Will Quit Politics In Protest Against Rejinagar Bypoll 'Loot'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment