Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધો. 10-12ની માર્કશીટ હવે સીધી ડિજિલોકરમાં:2021થી 2026 સુધીની 1 કરોડ માર્કશીટ અપલોડ

    16 hours ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓ માટે ડિજિટલ સુવિધામાં વધુ એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)-2020ના અમલીકરણ અંતર્ગત શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ ગાંધીનગર ખાતે ‘PARAKH CELL’ અને DigiLocker સેવાનો શુભારંભ કરાવ્યો હતો. હવે ધોરણ-10 અને 12ની જાહેર પરીક્ષાના પરિણામ બાદ વિદ્યાર્થીઓની માર્કશીટ સીધી DigiLocker પર ઉપલબ્ધ થશે. શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, PARAKH CELLના પ્રારંભથી વિદ્યાર્થીઓ ગોખણપટ્ટીથી મુક્ત થઈ ક્ષમતા આધારિત શિક્ષણ તરફ આગળ વધશે. રાજ્યના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પારદર્શક મૂલ્યાંકન વ્યવસ્થા મળે તે માટે આ પહેલ મહત્વપૂર્ણ છે. 2021થી 2026ની 1 કરોડ માર્કશીટ DigiLocker પર ગુજરાત બોર્ડ દ્વારા વર્ષ 2021થી 2026 સુધીની ધોરણ 10 અને 12ના આશરે 1 કરોડ વિદ્યાર્થીઓની માર્કશીટ DigiLocker પર અપલોડ કરી દેવામાં આવી છે. હવે વિદ્યાર્થીઓ DigiLocker એપ્લિકેશન મારફતે પોતાની ડિજિટલ માર્કશીટ સરળતાથી ડાઉનલોડ કરી શકશે. ઉચ્ચ અભ્યાસ, નોકરી કે વિદેશમાં અભ્યાસ-રોજગાર માટે માર્કશીટની ચકાસણી અને વેરિફિકેશન પ્રક્રિયા પણ વધુ સરળ બનશે. PARAKH CELLમાં શું થશે? NCERT હેઠળ રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર તરીકે PARAKHની સ્થાપના કરવામાં આવી છે. તેના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં કાર્યરત PARAKH CELL દ્વારા ક્ષમતા આધારિત પ્રશ્નબેંક અને મૂલ્યાંકન સાધનો તૈયાર કરવામાં આવશે. રાજ્યના અભ્યાસક્રમ અને ભાષાને અનુરૂપ હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ (HPC)નું અમલીકરણ કરવામાં આવશે. ઉપરાંત શિક્ષકો અને પ્રશ્નપત્ર નિર્માતાઓને આધુનિક મૂલ્યાંકન પદ્ધતિ અંગે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવશે. PARAKH ITMS જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને મૂલ્યાંકન પ્રક્રિયાને વધુ પારદર્શક અને મજબૂત બનાવવાનું આયોજન છે. કાર્યક્રમ દરમિયાન સમગ્ર પ્રક્રિયા ટીમ વર્કથી પૂર્ણ કરવા બદલ શિક્ષણ મંત્રી વાજાએ શિક્ષણ વિભાગ અને ગુજરાત બોર્ડની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં GSEBના ચેરમેન એમ.એ. પંડ્યા, પાઠ્યપુસ્તક મંડળના અધ્યક્ષ મનુભાઈ પાવરા, GSEBના નાયબ અધ્યક્ષ એ.બી. રાદડિયા, સંયુક્ત નિયામક બી.એન. રાજગોર, બોર્ડના સચિવ આર.આર. વ્યાસ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં ગોરાણી ગ્રુપ દ્વારા પ્રથમવાર મહારાસ ગરબા મહોત્સવ યોજાયો:1500 બ્રહ્મસમાજના બહેનો અને બાળકોએ એકસાથે ગરબા રમીને અદ્ભુત માહોલ બનાવ્યો
    Next Article
    સાણંદમાં રમતગમતના મહાકુંભનું ભવ્ય સમાપન:105 ગામોની 150થી વધુ શાળાઓના 45,000થી વધુ યુવા ખેલાડીઓએ બતાવ્યું કૌશલ્ય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment