Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખીમીયાણામાં 1000 વર્ષ જૂનું દૂધેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ:શ્રાવણમાં સવા લાખ પાર્થિવ શિવલિંગની પૂજા

    21 hours ago

    પાટણ નજીક આવેલા ખીમીયાણા ગામમાં શ્રી દૂધેશ્વર મહાદેવનું એક પ્રાચીન મંદિર આવેલું છે. સ્થાનિક માન્યતા મુજબ, આ મંદિર લગભગ ૧૦૦૦ વર્ષથી પણ વધુ જૂનું છે. આ પવિત્ર તીર્થસ્થળ સાથે ઘણી જૂની વાર્તાઓ, ધાર્મિક પરંપરાઓ અને લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. લોકોની માન્યતા અનુસાર, ઘણા સમય પહેલા પાટણના એક કંદોઈની ગાય દરરોજ સાંજે ખીમીયાણા ગામની સીમમાં એક ઝાડીવાળી જગ્યાએ આવીને આપોઆપ દૂધ વહાવતી હતી. આ જોઈને ગામના લોકો આશ્ચર્યચકિત થયા. તેમણે તે જગ્યાએ ખોદકામ કર્યું તો ત્યાંથી સ્વયંભૂ શિવલિંગ મળી આવ્યું. શ્રી દૂધેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિના દરમિયાન વર્ષોથી એક ધાર્મિક પરંપરા ચાલે છે. ભક્તો પવિત્ર માટીમાંથી સવા લાખ પાર્થિવ શિવલિંગ બનાવે છે. પછી ખાસ પૂજા-અર્ચના, જળાભિષેક અને બિલીપત્ર ચઢાવીને ભગવાન શિવની ભક્તિભાવપૂર્વક આરાધના કરે છે. મંદિર સાથે બીજી પણ ઘણી લોકપરંપરાઓ જોડાયેલી છે. અષાઢી બીજના દિવસે ગામની માતાઓ અને બહેનો ઘરેથી મંદિર સુધી દંડવત પ્રણામ કરતા દર્શન કરવા પહોંચે છે. આ પ્રસંગે કુલેરનો પ્રસાદ વહેંચવામાં આવે છે. આ ઉપરાંત, આસો નવરાત્રીની મહાઅષ્ટમીના પવિત્ર દિવસે વર્ષો જૂની પરંપરા મુજબ ગામમાં ભવ્ય પલ્લીનું આયોજન થાય છે. આ ધાર્મિક પ્રસંગોમાં ખીમીયાણા ગામ ઉપરાંત આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને ભગવાન શ્રી દૂધેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આ રીતે, શ્રી દૂધેશ્વર મહાદેવ મંદિર ફક્ત એક ધાર્મિક સ્થળ જ નથી, પરંતુ પાટણના જૂના ઇતિહાસ, લોકોની શ્રદ્ધા, સંસ્કૃતિ અને પરંપરાનું જીવંત પ્રતીક છે. આજે પણ તે સમગ્ર વિસ્તારમાં શ્રદ્ધાનું કેન્દ્ર છે. ભક્તોની એવી માન્યતા છે કે શ્રી દૂધેશ્વર મહાદેવની કૃપા ખીમીયાણા અને આસપાસના ભક્તો પર હંમેશા વરસતી રહે છે, તેથી તેઓ અહીં દર્શન-પૂજન માટે ઉમટી પડે છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારનો વિરોધ:શુભમ ઠાકર સહિત NSUI કાર્યકરોએ કાળા વાવટા ફરકાવી સૂત્રોચ્ચાર કર્યાં
    Next Article
    આચારસંહિતા પહેલાં ગાંધીનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીની કાલે અંતિમ બેઠક:40 જેટલા મહત્વના એજન્ડા પર કરોડોના વિકાસ કાર્યોને લીલીઝંડી મળશે, ક્લાયમેટ એક્શન ડિપાર્ટમેન્ટની રચના થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment