Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુમુલ ડેરીની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું:1000 કરોડના કથિત કૌભાંડના કલંકીત નેતાઓને ભાજપે મેન્ડેટ આપ્યાનો આક્ષેપ, ધમકીના કારણે 5 બેઠક બિનહરીફ:દર્શન નાયક

    18 hours ago

    સુરત અને તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લિમિટેડ (સુમુલ ડેરી)ની આગામી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણીને લઈને દક્ષિણ ગુજરાતના સહકારી અને રાજકીય ક્ષેત્રે મોટો વિવાદ ઊભો થયો છે. વર્ષ 2015થી 2020 દરમિયાન સુમુલ ડેરીમાં કથિત રૂપે આશરે 1,000 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર, નાણાકીય અનિયમિતતાઓ અને સત્તાના દુરુપયોગના ગંભીર મામલામાં ઘેરાયેલા કેટલાક ડિરેક્ટરોના નોમિનેશન ફોર્મ કોઈ પણ ચકાસણી વિના મંજૂર કરવામાં આવ્યા છે. ભ્રષ્ટાચારના આક્ષેપોનો સામનો કરી રહેલા કલંકીત ઉમેદવારોને ચૂંટણી લડવાની તક અપાતા જ વિપક્ષ અને સામાન્ય સભાસદોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના કારણે સુમુલ ડેરીની આગામી ચૂંટણીઓમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. 'જે ઉમેદવાર સામે તપાસ ચાલી રહી છે તેને મેન્ડેટ' કોંગ્રેસનો આક્ષેપ છે કે, ભાજપના ઉમેદવારો સામે ગુજરાત સહકારી મંડળી અધિનિયમની કલમ-86 હેઠળ તપાસ ચાલી રહી હતી, તેમના દસ્તાવેજો અને તપાસ અહેવાલની ચકાસણી કર્યા વિના જ ચૂંટણી અધિકારીઓએ ઉતાવળમાં તેમના ફોર્મ સ્વીકારી લીધા છે. કથિત કૌભાંડના સમયના સભાસદો રાજુ પાઠક, રેશાભાઈ ચૌધરી, બળવંત મોરા, ભરત સિંહ અને અજિત જગુ જેવા નેતાઓને ફરીથી સત્તાવાર મેન્ડેટ અપાતા સંસ્થાના પશુપાલકો અને વિપક્ષમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ભ્રષ્ટાચારીઓને છાવરવા અહેવાલ જાહેર નથી થતો: દર્શન નાયક કોંગ્રેસ નેતા દર્શન નાયકે સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, નવસારી જિલ્લાના રજિસ્ટ્રાર દ્વારા તૈયાર કરાયેલો કલમ-86ની તપાસનો અહેવાલ આજે પણ સરકારના ટેબલ પર પડેલો છે, પરંતુ ભ્રષ્ટાચારીઓને છાવરવા અને મોટા ફંડના ગેરવહીવટ માટે આ અહેવાલ જાહેર કરવામાં આવતો નથી. 'અધિકારીઓએ ઉતાવળમાં ફોર્મને લીલીઝંડી આપી' આ વિવાદની મુખ્ય કડી એ છે કે જે ઉમેદવારોના ફોર્મ મંજૂર કરાયા છે, તે તમામ સામે ગુજરાત સહકારી મંડળી અધિનિયમની કલમ-86 હેઠળ ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહાસચિવ અને સાંઘિયેર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય દર્શનકુમાર એ. નાયકે આ સમગ્ર પ્રક્રિયા સામે સત્તાવાર રીતે ગંભીર વાંધો ઉઠાવ્યો છે. તેમણે સીધો આરોપ લગાવ્યો છે કે, ચૂંટણી અધિકારીઓએ આ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ તપાસનો સત્તાવાર અહેવાલ તેમજ તેની સાથે જોડાયેલા જરૂરી દસ્તાવેજોની યોગ્ય ચકાસણી (સ્ક્રુટિની) કરવાની તસ્દી લીધી નથી અને આવા વિવાદાસ્પદ ઉમેદવારોના નોમિનેશન ફોર્મને ખૂબ જ ઉતાવળમાં લીલી ઝંડી આપી દીધી છે. આ પણ વાંચો:'10 વર્ષમાં ભાજપના પ્રમુખો-ઉપપ્રમુખોએ 1 હજાર કરોડનો ભ્રષ્ટાચાર કર્યો' દર્શન નાયકનો ભાજપ સરકાર પર સીધો પ્રહાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા દર્શન નાયકે આક્ષેપ કરતા જણાવ્યું છે કે, છેલ્લા ઘણા સમયથી સુમુલ ડેરીમાં ભારતીય જનતા પાર્ટીનું મેન્ડેટ વાળું શાસન રહ્યું છે અને ખુદ ભાજપ શાસિત બોર્ડના તત્કાલીન પ્રમુખ તેમજ ડિરેક્ટરોએ જ દેશના વડાપ્રધાન અને સહકાર વિભાગને આશરે 1,000 કરોડ રૂપિયાના ગેરવહીવટ અંગે લેખિત ફરિયાદો કરી હતી. પશુપાલકોના હિતને નુકસાન પહોંચાડીને સરકારે આવા ભ્રષ્ટાચારીઓને છાવરવાનું પાપ કર્યું છે. કથિત કૌભાંડમાં સંડોવાયેલા નેતાઓને મેન્ડેટ આપવા સામે આક્રોશ સૌથી વધુ આશ્ચર્ય અને વિરોધ એ વાતનો છે કે આ જ કથિત ગેરવહીવટ અને દૂધના ગેરકાયદેસર સોર્સિંગના વિવાદ સમયે જે સભાસદો અને નેતાઓ શંકાના દાયરામાં હતા, તેમને જ સત્તાધારી પક્ષ દ્વારા ફરીથી ચૂંટણી લડવા માટે સત્તાવાર મેન્ડેટ ફાળવી દેવાયા છે. કથિત કૌભાંડના સમયના સભાસદ રાજુ પાઠક, રેશા ભાઈ ચૌધરી, બળવંત મોરા (પટેલ), ભરત સિંહ અને અજિત જગુ (પટેલ) જેવા નેતાઓને મેન્ડેટ આપવામાં આવ્યા છે. સુમુલ ડેરીને ભ્રષ્ટાચારના કારણે દેવામાં ધકેલવાનો જેમની પર આરોપ છે તેવા નેતાઓને જ ફરીથી સુમુલની સત્તા સોંપવાની આ હિલચાલ સામે પશુપાલકો અને મંડળીના પ્રતિનિધિઓ રસ્તા પર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. સામ, દામ, દંડ અને ભયથી 5 બેઠક બિનહરીફ થઈ હોવાનો દાવો સુમુલ ડેરીની ચૂંટણી પ્રક્રિયા શરૂ થતાની સાથે જ 16માંથી 5 બેઠકો પર ભાજપ પ્રેરિત ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે, જેમાં માંગરોળ બેઠક પરથી રાજુભાઈ પાઠક, કામરેજથી બળવંત પટેલ, પલસાણાથી ભરતસિંહ સોલંકી અને બારડોલીથી અજીત પટેલનો સમાવેશ થાય છે. કોંગ્રેસે આ બિનહરીફ પ્રક્રિયા સામે સવાલો ઉઠાવતા કહ્યું છે કે આ કોઈ લોકશાહી ઢબે થયેલી જીત નથી, પરંતુ ભાજપે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવીને વિપક્ષી ઉમેદવારોને ડરાવ્યા છે. સહકારી અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોને યેનકેન પ્રકારે ધાક-ધમકી આપીને, દબાણ ઊભું કરીને ફોર્મ ભરવા દેવાયા નથી અથવા ખેંચાવી લેવાયા છે જેના કારણે જ આ બેઠકો બિનહરીફ બની છે. 12,000 કરોડનો નવો ગેરવહીવટ થવાની કોંગ્રેસે વ્યક્ત કરી આશંકા દર્શન નાયકે એક સનસનીખેજ દાવો કરતા જણાવ્યું છે કે, જે ભ્રષ્ટાચારી નેતાઓએ ભૂતકાળમાં કરોડો રૂપિયાનો ગેરવહીવટ કર્યો છે, તેમને ફરીથી સત્તાવાર મેન્ડેટ આપીને મેદાનમાં ઉતારવા પાછળ સત્તાધારી પક્ષનો મોટો આર્થિક સ્વાર્થ છુપાયેલો છે. જો આવા જ તત્વો ફરીથી સુમુલ ડેરીના વહીવટ પર કબજો જમાવશે, તો આગામી દિવસોમાં આ સંસ્થામાં અંદાજે 12,000 કરોડ રૂપિયા જેવો માતબર ગેરવહીવટ થાય તેવી પૂરેપૂરી આશંકા છે. આ આર્થિક નુકસાનની સીધી અસર દક્ષિણ ગુજરાતના લાખો ગરીબ પશુપાલકો અને દૂધ ઉત્પાદકોની આજીવિકા પર પડશે જે ક્યારેય સાંખી લેવાય નહીં. પશુપાલકોના હિતમાં રોડ પરથી લઈને કાનૂની લડાઈ લડવાની જાહેરાત સમગ્ર વિવાદને જોતા કોંગ્રેસ અને સુમુલ સંઘર્ષ સમિતિ હવે પીછેહઠ કરવાના મૂડમાં નથી. કોંગ્રેસ નેતા દર્શન નાયકે સ્પષ્ટ ચેતવણી આપી છે કે કલમ-86 હેઠળ જે પણ ભ્રષ્ટાચારના નામો બહાર આવ્યા છે તે સાર્વજનિક થવા જ જોઈએ. આ અંગે ચૂંટણી અધિકારીઓ સમક્ષ તારીખ 17મીએ તેમજ આજે પણ લેખિતમાં વાંધા અરજીઓ સત્તાવાર રીતે રજૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પશુપાલકોના પરસેવાની કમાણીને બચાવવા માટે અને સુમુલ ડેરીને નબળી પડતી અટકાવવા માટે કોંગ્રેસ કાયદાકીય માર્ગ અપનાવશે, જરૂર પડ્યે કોર્ટના દ્વાર ખખડાવશે અને જો વહીવટી તંત્ર ન્યાય નહીં આપે તો રોડ પર ઉતરીને ઉગ્ર આંદોલન તેમજ ચૂંટણીના મેદાનમાં છેલ્લી ઘડી સુધી લડત ચાલુ રાખશે. આ પણ વાંચો: ‘કોંગ્રેસ ઉમેદવારના મુખ્ય દરખાસ્ત કરનાર સભાસદનું અપહરણ’, સુમુલ ડેરીની ચૂંટણીમાં હાઇપ્રોફાઇલ ડ્રામા સુરતની અતિ મહત્વની ગણાતી અને વાર્ષિક 12 હજાર કરોડ રૂપિયાનું ટર્ન ઓવર ધરાવતી સુમુલ ડેરીની આગામી ચૂંટણીમાં આજે 27 જૂન શનિવારે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થતાં જ ભારે રાજકીય હલચલ મચી ગઈ હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય ડો. તુષાર ચૌધરીએ એક ચોંકાવનારું નિવેદન આપતા જાહેરાત કરી છે કે, સત્તાધારી ભાજપની દાદાગીરી અને ધાકધમકીથી પોતાના ઉમેદવારોને બચાવવા માટે કોંગ્રેસ તમામ 11 ઉમેદવારોને તત્કાલ પ્રભાવથી અજ્ઞાત જગ્યાએ લઈ જશે.વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં કેન્સર સર્વાઈવર્સ માટે જાગૃતિ કાર્યક્રમ:સારવાર પછીના જીવન અને પુનર્વસન પર નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું
    Next Article
    નવસારીમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો:છેલ્લા દોઢથી બે મહિના સુધી સતત 'ડોર-ટુ-ડોર' મુલાકાત, માત્ર 66 બાળકો શિક્ષણથી વંચિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment