Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં કેન્સર સર્વાઈવર્સ માટે જાગૃતિ કાર્યક્રમ:સારવાર પછીના જીવન અને પુનર્વસન પર નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું

    11 hours ago

    અમદાવાદના રાજપથ ક્લબ ખાતે કેન્સર સર્વાઈવર્સ માટે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. "The Journey Beyond Cancer – Supporting Life After Treatment" વિષય પર યોજાયેલા આ કાર્યક્રમમાં નિષ્ણાતોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્સરની સારવાર પછીના જીવન, આરોગ્ય, માનસિક સશક્તિકરણ અને સર્વાંગી પુનર્વસન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. નિષ્ણાતોએ ઉપસ્થિત લોકોને આ અંગે વિસ્તૃત માહિતી અને સલાહ આપી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન ગ્રુપના સભ્યો, કેન્સર સર્વાઈવર્સ, તેમના પરિવારજનો અને અન્ય નાગરિકોએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપસ્થિત લોકોએ નિષ્ણાતો દ્વારા અપાયેલા માર્ગદર્શનને ખૂબ જ ઉપયોગી ગણાવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કેન્સરની સારવાર પૂર્ણ થયા પછી પણ દર્દીઓને સતત માર્ગદર્શન, હિંમત અને યોગ્ય સહયોગ મળી રહે તે અંગે સમાજમાં જાગૃતિ લાવવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં નર્સનો હોસ્પિટલમાં આપઘાત:લટકતો મૃતદેહ જોઈને સહકર્મીની ચીસ નીકળી ગઈ; પ્રેમીસાથે મોડીરાત્રે ફોન પર ઝઘડો થયો હતો
    Next Article
    સુમુલ ડેરીની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું:1000 કરોડના કથિત કૌભાંડના કલંકીત નેતાઓને ભાજપે મેન્ડેટ આપ્યાનો આક્ષેપ, ધમકીના કારણે 5 બેઠક બિનહરીફ:દર્શન નાયક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment