Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસે 100 લીટર દેશી દારૂ સાથે બે શખ્સોને પકડ્યા:પીપળી ગામે સસોઈ ડેમ નજીકથી ₹80 હજારનો મુદ્દામાલ કબજે, એક આરોપીની શોધખોળ

    1 day ago

    જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામે સસોઈ ડેમ નજીક પોલીસે રેડ કરીને 100 લીટર દેશી દારૂ કબજે કર્યો. દારૂની કિંમત રૂ.20 હજાર છે. સીએનજી રિક્ષા અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.80 હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે. પોલીસે પીપળી ગામના દિલીપ અમુભાઈ મકવાણાને રિક્ષા સાથે પકડ્યો છે. દારૂનો જથ્થો સપ્લાય કરનાર પીપળી ચારણ નેસના દેવાનંદભાઈ હરજોગભાઈ ગોદાણીની પણ ધરપકડ કરાઈ છે. દારૂ બાવરીયા ગામના પાટિયા પાસે રહેતા નેપાભાઈ ચારણને આપવાનો હતો. નેપાભાઈ હાલ પકડાયા નથી અને પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય, જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની અને મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી થઈ હતી. લાલપુર પોલીસના ઇન્ચાર્જ પીઆઈ એ.જી. જાડેજા સહિતના સ્ટાફે રેડ કરી હતી. લાલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. એએસઆઈ ડી.ડી. જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ધાર્મિબેન બગડીયાએ સ્પીચ સ્પર્ધામાં જિલ્લાભરમાં પ્રથમ સ્થાન મેળવ્યું:હવે રાજ્ય સ્તરે બોટાદનું પ્રતિનિધિત્વ કરશે, સ્પર્ધા બોટાદમાં યોજાઈ
    Next Article
    પત્નીના ત્રાસથી બોપલના યુવકનો સાબરમતી નદીમાં કૂદીને આપઘાત:વાઈફના અન્ય પુરુષ સાથેના સંબંધ અને દાગીના-રોકડની માગણીથી કંટાળ્યો'તો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment