Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પત્નીના ત્રાસથી બોપલના યુવકનો સાબરમતી નદીમાં કૂદીને આપઘાત:વાઈફના અન્ય પુરુષ સાથેના સંબંધ અને દાગીના-રોકડની માગણીથી કંટાળ્યો'તો

    एक दिन पहले

    અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા યુવકે પત્નીના ત્રાસથી આપઘાત કર્યો છે. યુવકના લગ્ન બાદ પત્ની સાથે ઓછું રહેતી હતી અને અવારનવાર પતિ પાસે પિયરમાં આપવા પૈસા અને દાગીનાની માગણી કરતી હતી. યુવતીના લગ્ન બાદ પણ અન્ય પુરુષ સાથેના સંબંધ હતો, જેથી કંટાળીને યુવકે સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કર્યો હતો. જે અંગે મૃતકના ભાઈએ યુવકની પત્ની વિરુદ્ધ આત્મહત્યા માત્ર દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. યુવક નોકરી પર ગયો, પરંતુ ઘરે પરત આવ્યો ન હતો બોપલમાં રહેતા સહદેવ દેસાઈએ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના નાનાભાઈ સિદ્ધાર્થ દેસાઈના વર્ષ 2024માં નેહા દેસાઈ સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ નેહા અવારનવાર તેના પિયરમાં જતી આવતી હતી. થોડા સમય અગાઉ જ નેહા રાજી ખુશીથી તેના પિતાના ઘરે જતી રહી હતી અને પરત નહીં આવે તેવું પણ જણાવ્યું હતું. 31 ઓગસ્ટના રોજ સિદ્ધાર્થ તેની નોકરી પર ગયો હતો પરંતુ ઘરે પરત આવ્યો ન હતો આ અંગે સહદેવે બોપલ પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ પણ નોંધાવી હતી. 2 લાખ લીધા, અવારનવાર દાગીના અને પૈસાની માગણી કરતી 1 સપ્ટેમ્બરે તપાસ કરતા સિદ્ધાર્થે એલિસબ્રિજ પાસે સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કર્યો હોવાની જાણ થઈ હતી. સિદ્ધાર્થના આપઘાતના થોડા સમય બાદ ફોન તપાસતા જાણવા મળ્યું હતું કે, નેહાનું ચાણક્યપુરી ખાતે રહેતા રાકેશ રબારી નામના પરિણત યુવક સાથે પ્રેમ સંબંધ છે. નેહા રાકેશના પત્નીના શ્રીમંતમાં હાજરી આપવા માટે પણ ગઈ હતી. નેહાએ સિદ્ધાર્થ પાસે તેના પિતાના ઘરે બીજો રૂમ બનાવવા માટે 2 લાખ રૂપિયા લીધા હતા. નેહા પિયરમાં આપવા માટે દાગીના અને પૈસાની માંગણી કરતી હતી. નેહા સાસરીમાં ત્રણ-ચાર મહિનામાં એક બે દિવસ માટે આવતી અને પાછી પિયરમાં જતી રહેતી, પરંતુ સિદ્ધાર્થ પાસે અવારનવાર દાગીના અને પૈસાની માગણી કરતી રહેતી હતી. પત્નીના ત્રાસથી કંટાળીને સાબરમતી નદીમાં કૂદી ગયો અન્ય પુરુષ સાથેના પ્રેમ સબંધ અને સિદ્ધાર્થથી અલગ રહીને અવારનવાર દાગીના અને પૈસાની માંગણીથી કંટાડીને સિદ્ધાર્થે નેહાના ત્રાસથી સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કર્યો હતો. જે અંગે પરિવારને જાણ થતા સહદેવે નેહા વિરુદ્ધ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસે 100 લીટર દેશી દારૂ સાથે બે શખ્સોને પકડ્યા:પીપળી ગામે સસોઈ ડેમ નજીકથી ₹80 હજારનો મુદ્દામાલ કબજે, એક આરોપીની શોધખોળ
    Next Article
    Lashkar Terrorist Lateef Bhat Killed In J&K Encounter. He Was Hiding Inside Mosque

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment