Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેન્દ્ર સરકારે લોન્ચ કરી ભવ્ય યોજના:દેશભરમાં 100 ઔદ્યોગિક પાર્ક બનાવવામાં આવશે; ₹33,660 કરોડનું બજેટ મંજૂર

    1 सप्ताह पहले

    કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ એ શનિવારે 'ભવ્ય (ભારત ઔદ્યોગિક વિકાસ યોજના) યોજના'ની માર્ગદર્શિકા લોન્ચ કરી છે. જે અંતર્ગત સરકાર દેશભરમાં 100 ઔદ્યોગિક પાર્ક વિકસાવવાની તૈયારી કરી રહી છે. આ યોજના માટે ₹33,660 કરોડનો નાણાકીય ખર્ચ એટલે કે ફાઇનાન્સિયલ આઉટલે નિર્ધારિત કરવામાં આવ્યો છે, જે રાજ્ય સરકારો સાથે ભાગીદારીમાં પ્લગ-એન્ડ-પ્લે ઔદ્યોગિક પાર્ક દ્વારા મેન્યુફેક્ચરિંગ અને ઇન્વેસ્ટમેન્ટ હબ બનાવશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે કેન્દ્રીય કેબિનેટે લગભગ બે મહિના પહેલા આ યોજનાને મંજૂરી આપી હતી. કેન્દ્ર સરકારને આશા છે કે રાજ્ય સરકારો ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડશે. આગામી 4 મહિનામાં રાજ્યો પાસેથી અરજીઓ મંગાવાશે, પ્રથમ તબક્કામાં 20 પાર્કની અરજી આવશે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે પ્રથમ બે મહિનામાં 20 ઔદ્યોગિક પાર્ક માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવશે. ત્યારબાદના બે મહિનામાં અન્ય 30 પાર્ક માટે અરજીઓ લેવામાં આવશે, જ્યારે બાકીના 50 પાર્કને આગામી તબક્કામાં સામેલ કરવામાં આવશે. સરકાર આગામી ચાર મહિનામાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UTs) પાસેથી અરજીઓ આમંત્રિત કરી રહી છે. કેન્દ્ર સરકારની યોજના શરૂઆતમાં 50 ઔદ્યોગિક પાર્ક માટે અરજીઓ મેળવવાની છે, જેથી દેશભરમાં આ યોજનાને ઝડપથી લાગુ કરી શકાય. નેશનલ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ થશે વિકાસ આ યોજનાનો ઉદ્દેશ્ય અગાઉથી મંજૂર જમીન, તૈયાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ટિગ્રેટેડ સેવાઓ સાથે રોકાણ માટે તૈયાર ઔદ્યોગિક ઇકોસિસ્ટમ બનાવવાનો છે. આનાથી ઉદ્યોગોને પોતાનું કામકાજ ઝડપથી શરૂ કરવામાં મદદ મળશે. આ પાર્કનો વિકાસ નેશનલ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (NICDP)ના માળખા હેઠળ રાજ્યો અને ખાનગી ક્ષેત્રના ખેલાડીઓ સાથે મળીને કરવામાં આવશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પ્રતિ એકર ₹1 કરોડ સુધીની નાણાકીય સહાય સરકાર દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આ ઔદ્યોગિક પાર્કનું કદ 100થી 1,000 એકરની વચ્ચે હશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે સરકાર પ્રતિ એકર ₹1 કરોડ સુધીની નાણાકીય સહાય આપશે. આ સહાય હેઠળ આંતરિક રસ્તાઓ, ભૂગર્ભ યુટિલિટીઝ, ડ્રેનેજ સિસ્ટમ, સામાન્ય ટ્રીટમેન્ટ સુવિધાઓ, વેરહાઉસિંગ, ટેસ્ટિંગ લેબ્સ અને શ્રમિકો માટે આવાસની સુવિધાઓ વિકસાવવામાં આવશે. પહાડી રાજ્યો માટે 25 એકર જમીન પર પણ ઔદ્યોગિક પાર્કને મંજૂરી આપી શકાય છે. કનેક્ટિવિટી સુધારવા માટે બાહ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ સપોર્ટ કેન્દ્ર સરકારે હાલના ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ નેટવર્ક સાથે કનેક્ટિવિટી સુધારવા માટે પ્રોજેક્ટ ખર્ચના 25 ટકા સુધી બાહ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટનો પ્રસ્તાવ પણ આપ્યો છે. આ યોજના હેઠળ પ્રોજેક્ટની પસંદગી એક ચેલેન્જ-આધારિત પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે, જે રોકાણ માટે તૈયાર અને સુધારા-લક્ષી પ્રસ્તાવો પર કેન્દ્રિત હશે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને હરિયાણાએ રસ દાખવ્યો કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જે રાજ્યો જમીન, પાણી અને વીજળી જેવી સારી સુવિધાઓ આપશે, તેઓ રોકાણકારોને વધુ આકર્ષિત કરી શકે છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને હરિયાણાએ આ યોજનામાં રસ દાખવ્યો છે. રાજ્યો પાસે પ્રાઇવેટ સેક્ટરના ખેલાડીઓ સાથે ભાગીદારી કરીને પ્રસ્તાવો રજૂ કરવાની પણ જોગવાઈ છે, જેના હેઠળ કેન્દ્ર સરકાર પ્રતિ એકર ₹50 લાખની સહાય પૂરી પાડશે. રાજ્યોને સિંગલ-વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ બનાવવાની સૂચના ઝડપી મંજૂરી સુનિશ્ચિત કરવા માટે રાજ્યોને સ્પેશિયલ પર્પઝ વ્હીકલ્સ (SPVs) સ્થાપિત કરવા, પ્લાનિંગ ઓથોરિટીઝને નોટિફાય કરવા અને સિંગલ-વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ બનાવવા માટે કહેવામાં આવ્યું છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રીએ આશા વ્યક્ત કરી છે કે આગામી ત્રણ વર્ષમાં આ 50 પાર્ક સંપૂર્ણપણે કાર્યરત (ઓપરેશનલાઇઝ્ડ) થઈ જશે. પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન હેઠળ થશે કામ આ ઔદ્યોગિક પાર્ક પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન અનુસાર તૈયાર કરવામાં આવી રહ્યા છે. તેમનું ધ્યાન મલ્ટિમોડલ કનેક્ટિવિટી, કાર્યક્ષમ લાસ્ટ-માઇલ એક્સેસ અને ઇન્ટિગ્રેટેડ અંડરગ્રાઉન્ડ યુટિલિટી કોરિડોર પર રહેશે, જેથી જાળવણી સંબંધિત અવરોધો ઘટાડી શકાય. સરકારે જણાવ્યું કે આ પાર્કમાં ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ રિસોર્સના ઉપયોગની જોગવાઈઓ પણ શામેલ હશે.
    Click here to Read More
    Previous Article
    ટેસ્ટ મેચ દરમિયાન રેડ બોલની જગ્યાએ પિંક બોલથી પણ રમાડાશે:ICCનો પ્રયાસ- ખરાબ લાઇટને કારણે મેચ ન અટકે, બંને કેપ્ટનોની સહમતિ જરૂરી
    Next Article
    42.7 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર:8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો, આગામી 7 દિવસમાં ગરમીમાં રાહતની કોઈ શક્યતા નહીં

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment