Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    42.7 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર:8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો, આગામી 7 દિવસમાં ગરમીમાં રાહતની કોઈ શક્યતા નહીં

    1 सप्ताह पहले

    મેં મહિનામાં ગુજરાતમાં અગનગોળા વરસાવતી ગરમી પડી રહી છે. આજે પણ 8 શહેરોમાં તાપામનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી જતા લોકો અકળાયા હતા. 42.7 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરી છે. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં ગરમીમાં કોઈ રાહતના સંકેત નથી. તાપમાનનો પારો 40 ડિગ્રી આસપાસ જ રહેવાની આગાહી કરવામાં આવી છે. આજે 42.7 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું ગરમીમાં જાણે રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ વચ્ચે હરીફાઈ ચાલતી હોય તેમ ત્રણેય શહેરોમાં 42 ડિગ્રી કરતા વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. આજે 42.7 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યુ હતું. જ્યારે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આજે રાજકોટ સહિતના જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગે આગામી સાત દિવસની આગાહી કરતા જણાવ્યું કે, આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે દિવસ-2થી દિવસ-7 દરમિયાન સમગ્ર ગુજરાતમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, દીવ અને રાજકોટ જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. ઉપરાંત ગુજરાત રીજનમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. તાપમાનમાં ફેરફારની કોઈ સંભાવના નહીં તાપમાન અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં 43.3 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 43.0 ડિગ્રી સેલ્સિયસ અને સુરેન્દ્રનગરમાં રાજ્યનું સૌથી વધુ 43.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 42 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ ગુજરાત પર પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. સાથે જ પંજાબથી દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન સુધી સક્રિય ટ્રફ લાઇનના પ્રભાવને કારણે આજે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. 'હોટ એન્ડ હ્યુમિડ' એટલે શું? સરળ શબ્દોમાં કહીએ તો, 'હોટ એન્ડ હ્યુમિડ' એટલે "ગરમ અને ભારે બફારાવાળું (ઉકળાટવાળું) વાતાવરણ. જ્યારે વાતાવરણમાં તાપમાન પણ ઊંચું હોય અને હવામાં ભેજનું પ્રમાણ પણ ઘણું વધારે હોય, ત્યારે આ પરિસ્થિતિ સર્જાય છે. આ શબ્દ બે અલગ-અલગ ભૌતિક સ્થિતિઓ ભેગી મળીને બને છે. આ વાતાવરણ કેમ અસહ્ય લાગે છે? પરસેવો સુકાતો નથી: સામાન્ય સૂકી ગરમીમાં આપણું શરીર પરસેવો પાડીને પોતાની જાતને ઠંડી રાખે છે, કારણ કે પરસેવો હવામાં ઝડપથી ઊડી (બાષ્પીભવન થઈ) જાય છે. પરંતુ 'હ્યુમિડ' (ભેજવાળા) વાતાવરણમાં હવામાં પહેલેથી જ પાણીનો ભાગ એટલો બધો હોય છે કે શરીરનો પરસેવો જલ્દી સુકાતો નથી. આના કારણે ચામડી ચીકણી થઈ જાય છે અને શ્વાસ લેવામાં પણ ભારે ઉકળાટ અનુભવાય છે. હીટ ઇન્ડેક્સ (Real Feel): આ પ્રકારના હવામાનમાં વાસ્તવિક તાપમાન કરતાં આપણને ગરમી ઘણી વધારે અનુભવાય છે. દાખલા તરીકે, જો થર્મોમીટરમાં તાપમાન 35°C બતાવતું હોય પરંતુ હવામાં ભેજનું પ્રમાણ 75% હોય, તો આપણા શરીરને એવું લાગશે કે જાણે બહાર 42°C જેટલી આકરી ગરમી છે! ગુજરાતમાં આ સ્થિતિ ક્યારે અને ક્યાં જોવા મળે છે? ટૂંકમાં કહીએ તો આ એવી ગરમી છે, જેમાં માણસ માત્ર પરસેવે રેબઝેબ નથી થતો, પણ આખું શરીર જાણે કુકરમાં બાફાતું હોય તેવો અહેસાસ થાય છે. આ પણ વાંચો.... ઉનાળામાં ડિહાઇડ્રેશનથી મસલ્સ પેઇનની સમસ્યા, 10 સંકેતોને અવગણશો નહીં, લાઇફસ્ટાઈલમાં 9 જરૂરી ફેરફારો કરો ઉનાળાની ગરમીને કારણે ડિહાઇડ્રેશન સાથે શરીરના સ્નાયુઓ પણ પ્રભાવિત થાય છે. આને કારણે શરીરમાં દુખાવો થાય છે. ઘણીવાર લોકો તેને સામાન્ય દુખાવો સમજીને અવગણે છે, જ્યારે આ ઇલેક્ટ્રોલાઇટ અસંતુલનનો સંકેત હોઈ શકે છે. ઉનાળામાં વધુ પડતો પરસેવો થાય છે, જેનાથી શરીરમાં પાણી અને જરૂરી ખનિજોની ઉણપ થાય છે. આને કારણે સ્નાયુઓમાં ખેંચાણ, દુખાવો અને ક્રેમ્પ્સની સમસ્યા વધી જાય છે. જો સમયસર તેની સારવાર ન કરવામાં આવે તો સમસ્યા વધુ ગંભીર બની શકે છે. તેથી આજે ‘કામના સમાચાર’માં સ્નાયુઓના દુખાવા વિશે વાત કરીશું. સાથે જ જાણીશું કે, કયા કારણોસર સ્નાયુઓનો દુખાવો વધી શકે છે? અને સ્નાયુઓના સંતુલન માટે જીવનશૈલીમાં શું ફેરફાર કરવા જોઈએ? વાંચો સંપૂર્ણ અહેવાલ
    Click here to Read More
    Previous Article
    કેન્દ્ર સરકારે લોન્ચ કરી ભવ્ય યોજના:દેશભરમાં 100 ઔદ્યોગિક પાર્ક બનાવવામાં આવશે; ₹33,660 કરોડનું બજેટ મંજૂર
    Next Article
    Charas Seized in Dwarka | દ્વારકા પંથક માંથી ફરી એક વખત ચરસનો જથ્થો ઝડપાયો | Crime | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment