Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    100% મતદાન માટે CMની રાજ્યવાસીઓને અપીલ:ડિસ્પેચિંગ કામગીરી દરમિયાન કર્મચારી ઢળી પડયો, મતદાનના એક દિવસ અગાઉ પોસ્ટર વોર

    2 days ago

    રાજ્યમાં આવતીકાલે રવિવાર, 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મતદારોને 100 ટકા મતદાન માટે પ્રેરિત કરતી મહત્વપૂર્ણ અપીલ કરી છે. તેમણે લોકશાહીના આ મહાપર્વમાં દરેક નાગરિક ઉત્સાહપૂર્વક જોડાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે હાર્દિક અનુરોધ વ્યક્ત કર્યો છે. રાજ્યમાં ચાલતી EVM વિતરણ કામગીરી દરમિયાન કરજણમાં એક કર્મચારી ઢળી પડ્યો હતો. જો કે હાજર મેડિકલ ટીમે મોરચો સંભાળી તાત્કાલિક સારવાર આપતા સ્થિતિમાં સુધારો થયો હતો. મતદાનના એક દિવસ અગાઉ વડોદરા શહેરમાં ફરી પોસ્ટર વોર શરૂ થયું છે. જેમાં લખવામાં આવ્યું છે કે, સ્થાનિક વિસ્તારના ઉમેદવારને જ મતદાન કરશો, આયાતી ઉમેદવારને મતદાન કરવાથી દૂર રહેશો. વડોદરા જાગૃત સમિતિ.... માંજલપુર વિસ્તારમાં વિવિધ સ્થળોએ લાગેલા પોસ્ટરોને વોર્ડ ઓફિસરે તાત્કાલિક હટાવી દીધા હતા. મતદાનના 24 કલાક પહેલાં અમદાવાદ શહેર ભાજપ સંગઠનની ટીમ નગર દેવી ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કરવા આવી હતી. તમામ ઉમેદવારો પ્રચંડ બહુમતીથી જીતે તેના માટેની પ્રાર્થના કરી હતી. અમદાવાદમાં AAPના મક્તમપુરા વોર્ડના સુહાના મન્સૂરી અને ખાડિયા વોર્ડના માજીદ ખાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે કહી રહ્યા છે કે અમે સત્તા પર આવીશું તો રોડ પર નમાજ પઢતા કોઈ રોકી નહીં શકે અને મસ્જિદો કે દરગાહ તૂટશે નહીં. PM મોદી મતદાન માટે અમદાવાદ નહીં આવે. તેઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે. તો સુરતમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કોંગ્રેસના 4 કાર્યકરને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપના ઉમેદવારના ભાણાની છરી ઝીંકી હત્યા:કોંગ્રેસ ઉમેદવારના પતિ સહિત 4 શખસ હથિયારો સાથે તૂટી પડ્યા, મધરાતે મહેસાણા મનપા ચૂંટણીને લઈ ખૂની ખેલ ખેલાયો
    Next Article
    મોરબીમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે સ્ટાફ-મશીનરી રવાના:857 મતદાન મથકો પર વ્યવસ્થા, 225 સંવેદનશીલ જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment