Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે સ્ટાફ-મશીનરી રવાના:857 મતદાન મથકો પર વ્યવસ્થા, 225 સંવેદનશીલ જાહેર

    2 days ago

    મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આવતીકાલે, 26 ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું છે. આ માટે આજે જિલ્લાના 857 મતદાન મથકો પર ઇવીએમ સહિતની ચૂંટણી સામગ્રી અને સ્ટાફને રવાના કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી વિભાગ દ્વારા સાંજ સુધીમાં તમામ મતદાન મથકો પર વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તકેદારી રાખવામાં આવી રહી છે. મોરબી જિલ્લામાં મોરબી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાની કુલ 250 બેઠકો માટે મતદાન યોજાશે. આ ચૂંટણી પ્રક્રિયા માટે જરૂરી ઇવીએમ મશીન અને અન્ય સામગ્રી સાથે પોલિંગ સ્ટાફને તેમના નિયત મતદાન મથકો પર પહોંચાડવામાં આવી રહ્યા છે. મોરબી મહાનગરપાલિકા, મોરબી તાલુકા પંચાયત અને મોરબી જિલ્લા પંચાયતની બેઠકો માટેનું રીસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર મહેન્દ્રનગર ગામ પાસે આવેલી પોલીટેકનિક કોલેજ ખાતે રાખવામાં આવ્યું છે. અહીંથી ચૂંટણી સામગ્રી અને સ્ટાફને મતદાન મથકો પર રવાના કરવામાં આવી રહ્યા છે. આવતીકાલે સાંજના પાંચ વાગ્યા સુધી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, મોરબી મહાનગરપાલિકાના 13 વોર્ડમાં 52 બેઠકો પર ચૂંટણી યોજાશે. જિલ્લાના કુલ 857 મતદાન મથકો પર પ્રિસાઇડીંગ ઓફિસર સહિત કુલ 4285 પોલિંગ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, જિલ્લાના 857 મતદાન મથકો અને 544 લોકેશનમાંથી 225 મતદાન મથકો અને 163 લોકેશનને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં પોલીસ વિભાગ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    100% મતદાન માટે CMની રાજ્યવાસીઓને અપીલ:ડિસ્પેચિંગ કામગીરી દરમિયાન કર્મચારી ઢળી પડયો, મતદાનના એક દિવસ અગાઉ પોસ્ટર વોર
    Next Article
    સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પ્રચાર શાંત:ઉમેદવારો શહેરી-ગ્રામીણ વિસ્તારોમાં 'ડોર-ટુ-ડોર' પ્રચારમાં વ્યસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment