Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ‎:ગરબા સ્થળે 100 ચોરસ મીટર દીઠ 9 લીટરની ફાયર બોટલ, પ્રવેશદ્વાર 5 મીટર ઉંચો અને પહોળો જરૂરી

    11 hours ago

    નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. હાલ અર્વાચીન, પ્રાચીન ગરબાના આયોજકો તૈયારીઓ શરૂ કરી દિધી છે. જેમાં ખાસ અર્વાચીન રાસોત્સવના આયોજકોએ ફાયર એનઓસી મેળવવા માટે 12 પોઇન્ટ સાથેની વિગત ભરીને ફાયર શાખામાં આપવાની રહેશે. મનપા ફાયર ઓફીસર વિશાલ ટીંબડીયાએ જણાવ્યુ કે, ધીમે-ધીમે અર્વાચીન રાસોત્સવનુ પ્રમાણ વધતુ જોવા મળી રહ્યુ છે. આ રાસોત્સવમાં કોઇ અણબનાવ ન બને તે માટે ફાયર એનઓસી લેવી જરૂરી છે અને તેના માટે નિયમો પણ બહાર પાડ્યા છે. પંડાલની અંદર આવન-જાવન માટેના માર્ગની ઉંચાઇ અને પહોળાઇ અઢી થી 3 મીટરની રાખવી તેમજ પંડાલના પ્રવેશ માટેના મુખ્ય દ્વાર 5 મીટર પહોળાઇ અને 5 મીટર ઉંચાઇ જરૂરી છે. ખાસ તો આયોજકોએ અગ્નિશામક માટે 200 લીટરનુ પાણીનુ ડ્રમ, રેતીની ડોલ ઉપરાંત 100 ચોરસ મીટર વિસ્તાર દીઠ 9 કિલો ક્ષમતા ધરાવતી ફાયર બોટલ રાખવાની રહેશે. બહાર જવાના માર્ગ દર્શાવતા ડિસ્પ્લે બોર્ડ મારવના રહેશે સહિતના 12 અલગ- અલગ પોઇન્ટ મુજબના કાગળો રજૂ કર્યા બાદ એનઓસી મળવાપાત્ર રહેશે એમ જણાવ્યુ છે. અગ્નિશામક માટે આટલુ જરૂરી - 50 ચોરસ મીટર વિસ્તાર દીઠ 2 રેતીની ડોલ - ઇલેક્ટ્રીક પેનલ તથા જનરેટર માટે કાર્બનડાયોક્સાઇડ ફાયર અગ્નિશામક - પીજીવીસીએલ તરફથી લોડ કેલ્ક્યુલેશનનુ ફાઇનલ પ્રમાણપત્ર - પંડાલ પર ફાયર રેસીસ્ટન્ટ કોટીંગ કરાવ્યાનુ સર્ટીફિકેટ રજૂ કરવુ - જો રસોઇ કેન્ટીન પંડાલની અંદર હોય તો પંડાલ મેટલ સીટ અને અંદર ન હોય તો કેન્ટીનથી 15 મીટર પંડાલ દૂર રાખવો.
    Click here to Read More
    Previous Article
    રેવન્યુ કર્મીઓની હડતાળ:16,500 વાંધા અરજી,1334 ફેરફાર નોંધોનું કામ અટવાયું
    Next Article
    સ્વચ્છતાની જરૂર અહીં છે:કલેકટર કચેરી બાદ બહુમાળીના પાર્કિંગમાં પણ દારૂ પાર્ટી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment