Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વચ્છતાની જરૂર અહીં છે:કલેકટર કચેરી બાદ બહુમાળીના પાર્કિંગમાં પણ દારૂ પાર્ટી

    12 hours ago

    જૂનાગઢ શહેરમાં સરકારી કચેરીઓ દારૂ પાર્ટીનુ સ્થળ બન્યુ હોય તેવુ સામે આવ્યુ છે. કલેકટર, ડિડીઓ કચેરીના પાર્કિંગ બાદ બહુમાળી ભવનના પાર્કિંગમાં પણ દારૂની ખાલી બોટલો જોવા મળી છે. અહીં રાત્રિના સમયે પાર્ટીઓ થતી હોવાનુ જણાય રહ્યુ છે. દારૂની ખાલી બોટલોની સાથે ઠેર-ઠેર કચરાના ઠગલા પણ દેખાય રહ્યા છે. હાલ સ્વછતા અભિયાન સમગ્ર સ્થળે ચાલી રહ્યુ છે. ઉપરાંત નેતાઓ પણ જ્યાં કચરો હોતો નથી ત્યાં સાવરણા લઇને સફાઇ માટે ફોટો સેશન કરાવી રહ્યા છે. પરંતુ સરકારી કચેરીના પાર્કિંગ તેમજ ગ્રાઉન્ડમાં જ સફાઇનો અભાવ જોવા મળી રહ્યો છે. ઉપરાંત સરકારી કચેરીના પાર્કિંગમાં જ દારૂની ખાલી બોટલો જોવા મળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. બહુમાળી ભવનમાં અનેક સરકારી કચેરીઓ આવેલ છે. હાલ સરકાર દ્વારા સરકારી કચેરી તેમજ ઠેર-ઠેર સફાઇ કરવામાં આવી રહી છે. પરંતુ સરકારી કચેરીના ગ્રાઉન્ડમાં જ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. બહુમાળી ભવનમાં યોગ્ય સફાઇ થાય તે જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ‎:ગરબા સ્થળે 100 ચોરસ મીટર દીઠ 9 લીટરની ફાયર બોટલ, પ્રવેશદ્વાર 5 મીટર ઉંચો અને પહોળો જરૂરી
    Next Article
    Sri Lanka vs Bangladesh Live Streaming: When And Where To Watch Asian Games Cricket 2026 Bronze Medal Match

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment