Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    100માંથી 75ના બહાના:લાઈસન્સ ઘરે પડ્યું, ભૂલી ગયો, હમણા લઇને આવું

    7 hours ago

    જિલ્લામાં ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ઓક્ટોબરમાં નિયમભંગના 2880 ચાલકો સામે કેસો કરીને ચાલકોને રૂ. 13.30 લાખથી વધુનો દંડ કરાયો હતો. આ સમયગાળામાં ત્રણ સવારી, નંબર પ્લેટ વગરનાચાલકો પકડાયા હતા. આમ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા 100માંથી 75 લોકોએ બહાના બતાવતા હોવાની વિગતો બહાર આવી હતી. જેમાં લાયસન્સ ઘરે પડ્યું છે, ભૂલી ગયો, હમણા લઇને બતાવું, મોબાઇલમાં છે પણ ખૂલતું નથી, એમ પરિવહન અને ડી.જી.બોલ્ટ એપમાં નેટવર્ક નથી આવતું. કેટલાક ચાલકો તો વાહનમાલિકનું લાઈસન્સ બતાવે છે વગેરે બહાના ચાલકો કાઢી રહ્યા છે. સુરેન્દ્રનગર-વઢવાણ શહેરમાં ટ્રાફિકની સમસ્યા તેમજ વધતા વાહન અકસ્માતો પર રોક લગાવવી જરૂરી બની છે. ત્યારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન નીચે જિલ્લાના નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે તેમજ અન્ય ધોરીમાર્ગો પર ટ્રાફિક પીએસઆઈ સી.એ. એરવાડીયા તેમજ તમામ ટ્રાફિક સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ઓક્ટોબર-2026ના મહિનામાં ટ્રાફિક નિયમભંગ કરનાર 2717 ચાલકોને રૂ. 9,25,300નો દંડ કરાયો હતો. જ્યારે 100 વાહનો ડિટેઇન કરીને રૂ. 4,06,600નો દંડ કરાયો હતો. આ માસમાં બંધ સાઇડના, ત્રણ સવારીના, નંબર પ્લેટ, નંબર વગરના ફેન્સી નંબર, એચએસઆરપી નંબર પ્લેટ વગરના લોકોને દંડ, કોન્ટ્રાક્ટ કેરેઝ નિયમ ભંગનો દંડ, ટ્રાફિક અચડણના વાહનચાલકો ઝપટે ચડી ગયા હતા. તમાકુના 21 ચાલકો સામે કેસ કરીને રૂ. 2100નો દંડ કરાયો હતો. આમ ઓક્ટોબર દરમિયાન કુલ 2880 ચાલકોને રૂ. 13,30,000નો દંડ કરાયો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં વ્યાજખોરીની વધુ ફરિયાદ નોંધાઈ:વેપારી પાસે રૂ. 2 લાખનું વ્યાજ વસૂલવા દુકાનથી સામાન પડાવ્યો
    Next Article
    યાત્રાધામ તરીકે વિકસાવવા કવાયત:બનાસકાંઠાનાં 3 દેવસ્થાન,11 મંદિરોનો વિકાસ કરવા યાત્રાધામ વિકાસ બોર્ડમાં દરખાસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment