Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં 100 વર્ષ જૂની જર્જરિત ઇમારત ખાલી કરવા નોટિસ:નગરપાલિકાએ રામજી ધર્મશાળાના 42થી વધુ ભાડૂઆતોને સ્થળાંતર કરવા તાકીદ કરી, સર્વે બાદ ભયજનક બાંધકામ દૂર કરાશે

    13 hours ago

    હિંમતનગરના સ્ટેશન રોડ પર આવેલી અંદાજે 100 વર્ષથી વધુ જૂની સમર્થ રામજી ધર્મશાળાનું બાંધકામ જર્જરિત બન્યું છે. સલામતીને ધ્યાનમાં રાખીને, હિંમતનગર નગરપાલિકાના સત્તાવાળાઓએ આ જર્જરિત ઇમારતમાં રહેતા 42થી વધુ ભાડૂઆતોને કબજો ખાલી કરવા માટે નોટિસ પાઠવી તાકીદ કરી હતી. આ અંગે પાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ માહિતી આપી હતી કે ચોમાસા દરમિયાન શહેરમાં આવેલી કેટલીક મિલકતોનું બાંધકામ નબળું પડી જાય છે. પાયામાં પાણી ઉતરવાને કારણે ઇમારતોની મજબૂતાઈ ઘટી જાય છે, જેથી તે ગમે ત્યારે ધરાશાયી થવાની શક્યતા રહે છે. જો સમયસર આવા જર્જરિત મકાનોને દૂર કરવામાં ન આવે તો જાનહાનિ થવાની શક્યતા રહે છે. આથી, નગરપાલિકા દ્વારા સ્ટેશન રોડ પરની સમર્થ રામજી ધર્મશાળા અત્યંત ખંડેર હાલતમાં હોવાથી તેને દૂર કરવી જરૂરી હોવાનું જણાવી નોટિસ પાઠવવામાં આવી હતી. નગરપાલિકાએ સમર્થ રામજી ધર્મશાળા ટ્રસ્ટ અને 42થી વધુ ભાડૂઆતોને કબજો ખાલી કરવા માટે નોટિસ દ્વારા તાકીદ કરી છે, જેની બજવણી પણ કરી દેવામાં આવી છે. શહેરમાં આવેલી જોખમી ઇમારતોને ઉતારી લેવા માટે નગરપાલિકા દ્વારા કરાઈ રહેલી આ કાર્યવાહી સમયસરની અને યોગ્ય હોવાનું જણાવાયું છે. વધુમાં, શહેરમાં અન્ય સ્થળોએ આવેલા જર્જરિત મકાનો અથવા બહુમાળી ઇમારતો માટે નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ સર્વે કરશે. આ સર્વેનો અહેવાલ ચીફ ઓફિસરને સુપરત કરાયા બાદ જરૂર પડ્યે આવી ભયજનક મિલકતોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    માનવ ભક્ષી હિંસક પ્રાણીઓને સક્કરબાગમાં વિશેષ સંભાળ:જૂનાગઢ જિલ્લામાં સિંહ-દીપડાના માનવ વસવાટમાં વધી રહેલા હુમલાઓને પગલે વન વિભાગ સતર્ક, રેસ્ક્યૂ કરાયેલા પ્રાણીઓને સક્કરબાગ ઝૂમાં સારવાર આપી રખાયા
    Next Article
    આગામી તહેવારોને ધ્યાને રાખી વડોદરામાં પોલીસનું સઘન કોમ્બિંગ:1494 વાહનોનું ચેકિંગ કર્યું, 11 ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસ કર્યા, શંકાસ્પદ અને નંબર પ્લેટ વગરના કુલ 41 વાહનો ડિટેઇન કર્યા, 17,800 રૂપિયાનો દંડ વસૂલ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment