Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માનવ ભક્ષી હિંસક પ્રાણીઓને સક્કરબાગમાં વિશેષ સંભાળ:જૂનાગઢ જિલ્લામાં સિંહ-દીપડાના માનવ વસવાટમાં વધી રહેલા હુમલાઓને પગલે વન વિભાગ સતર્ક, રેસ્ક્યૂ કરાયેલા પ્રાણીઓને સક્કરબાગ ઝૂમાં સારવાર આપી રખાયા

    14 hours ago

    ​માનવ વસવાટમાં વધતો હિંસક પ્રાણીઓનો ત્રાસ અને લોકોમાં ફફડાટ જૂનાગઢ જિલ્લો અને ગીરનો સરહદી વિસ્તાર એશિયાટીક સિંહ અને દીપડાઓનું મુખ્ય કુદરતી નિવાસસ્થાન માનવામાં આવે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી ખોરાક અને પાણીની શોધમાં અથવા અન્ય કુદરતી કારણોસર સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓ ગ્રામ્ય તેમજ રેવાસી વિસ્તારો તરફ આવી ચડવાના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. માનવ વસવાટ વિસ્તારોમાં હિંસક પ્રાણીઓ દ્વારા સ્થાનિક લોકો અને પશુઓ પર હુમલા કર્યાના અનેક બનાવો સામે આવ્યા છે. આ પરિસ્થિતિના કારણે સમગ્ર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં લોકોમાં ભારે ભય અને ફફડાટનો માહોલ ફેલાયો છે. ગ્રામજનો રાત્રિના સમયે વાડી-ખેતરોમાં જતાં પણ ડર અનુભવી રહ્યા છે. ​વન વિભાગની સતર્કતા અને સક્કરબાગ ઝૂની કામગીરી માનવ-પ્રાણી સંઘર્ષની વધતી ઘટનાઓને ગંભીરતાથી લઈને વન વિભાગ સંપૂર્ણપણે સતર્ક બની ગયું છે. માનવ વસવાટમાં ઘૂસી આવતા, હુમલા કરતા કે ઈજાગ્રસ્ત થતા હિંસક પ્રાણીઓને પાંજરે પૂરીને તાત્કાલિક ધોરણે પાસના ઐતિહાસિક સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય ખાતે ખસેડવામાં આવે છે. સક્કરબાગ ઝૂ માત્ર પ્રવાસીઓ માટેનું સંગ્રહાલય નથી, પરંતુ તે વન્યજીવોના સંરક્ષણ અને બચાવ માટેનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે. ​ડીસીએફ રાજદીપસિંહ ઝાલા એ જણાવ્યું હતું કે પ્રાણીસંગ્રહાલયમાં હાલ અંદાજિત 30 થી 40 જેટલા સિંહ અને લગભગ ૩૦ જેટલા દીપડાઓને સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા છે.આ તમામ પ્રાણીઓને કેપ્ટિવિટી હેઠળ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (CZA) ના નિર્ધારિત નીતિ-નિયમો અને માર્ગદર્શિકા મુજબ જાળવણી અને ખોરાક પૂરો પાડવામાં આવે છે.સક્કરબાગ ઝૂ પરિસરમાં એક અદ્યતન બચાવ અને પુનર્વસન કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે.આ ઉપરાંત વન્યજીવોની વિશિષ્ટ સારવાર માટે સુસજ્જ લાયન હોસ્પિટલ પણ અહીં કાર્યરત છે. ​આસપાસના સમગ્ર વિસ્તાર કે લેન્ડસ્કેપમાંથી જ્યારે પણ કોઈ સિંહ કે દીપડો રેસ્ક્યૂ કરીને લાવવામાં આવે ત્યારે તેને અહીં યોગ્ય તબીબી તપાસ હેઠળ રાખવામાં આવે છે. ​કુદરતી રીતે અનાથ બનેલા વન્યજીવ બચ્ચાઓ, માર્ગ કે ટ્રેન અકસ્માતનો ભોગ બનેલા પ્રાણીઓ અથવા કોઈ ગંભીર રોગ કે બીમારીથી પીડાતા વન્યજીવોને તાત્કાલિક ધોરણે અહીં લાવવામાં આવે છે.આવા તમામ પ્રાણીઓને યોગ્ય સારવાર, પુનર્વસન અને હંગામી આશ્રય આપવાના હેતુથી જ સક્કરબાગ ઝૂ અને લાયન હોસ્પિટલમાં રાખવામાં આવતા હોય છે.​સરક્ષણ અને સુરક્ષા માટે લેવાતા પગલાં વન વિભાગ દ્વારા માનવ વસવાટમાં ભય મુક્ત વાતાવરણ ઊભું કરવા અને બીજી તરફ વન્યજીવોનું પણ રક્ષણ થાય તે માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. રેસ્ક્યૂ કરાયેલા વન્યજીવોને લાયન હોસ્પિટલમાં યોગ્ય સારવાર આપ્યા બાદ, તેઓ સંપૂર્ણ સ્વસ્થ બને તે પછી નિયમ મુજબ કુદરતી આવાસમાં મુક્ત કરવા અથવા ઝૂના સંરક્ષણ હેઠળ રાખવા અંગે નિર્ણય લેવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    રાહુલ ગાંધી બોલ્યા- RSS ઇતિહાસ બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે:દેશ સહન નહીં કરે, PM સરકારના કામો માટે માફી માગે
    Next Article
    હિંમતનગરમાં 100 વર્ષ જૂની જર્જરિત ઇમારત ખાલી કરવા નોટિસ:નગરપાલિકાએ રામજી ધર્મશાળાના 42થી વધુ ભાડૂઆતોને સ્થળાંતર કરવા તાકીદ કરી, સર્વે બાદ ભયજનક બાંધકામ દૂર કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment