Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આગામી તહેવારોને ધ્યાને રાખી વડોદરામાં પોલીસનું સઘન કોમ્બિંગ:1494 વાહનોનું ચેકિંગ કર્યું, 11 ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસ કર્યા, શંકાસ્પદ અને નંબર પ્લેટ વગરના કુલ 41 વાહનો ડિટેઇન કર્યા, 17,800 રૂપિયાનો દંડ વસૂલ્યો

    12 hours ago

    આગામી તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થાની જાળવણી રહે તેમજ લૂંટ, ચોરી અને અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવી શકાય તે હેતુથી વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમરની સૂચના મુજબ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત તા. 3 ઓગસ્ટ રોજના રાત્રે 8થી 11 વાગ્યા દરમિયાન વડોદરા શહેરના તમામ ચેક પોસ્ટ તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ વિસ્તારોમાં પોઇન્ટ ગોઠવીને 'કોમ્બિંગ વિહિકલ ચેકિંગ'ની ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ઉપરાંત આજે ઝોન 1 અને 2ના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી દરમિયાન શહેરભરમાંથી કુલ 1494 વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત નિયમોનો ભંગ કરનારાઓ સામે નીચે મુજબની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે: ડ્રિંક એન્ડ ડ્રાઇવ: દારૂ પીને વાહન ચલાવનારા 14 ચાલકો સામે કેસ નોંધવામાં આવ્યા છે. નંબર પ્લેટ વગરના વાહનો: શંકાસ્પદ/નંબર પ્લેટ વગરના કુલ 41 વાહનો ડિટેન કરવામાં આવ્યા છે. એમ.વી. એક્ટ 207 મુજબ: ટ્રાફિક નિયમોના ગંભીર ભંગ બદલ 68 વાહનો ડિટેન કરાયા છે. અન્ય કાર્યવાહી: એમ.વી. એક્ટની કલમ 207 હેઠળ 67 વાહનો ડિટેઈન કરાયા છે તેમજ પાવતી-1 હેઠળ 17,800 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તહેવારો ટાણે અસામાજિક તત્વો પર લગામ કસવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વડોદરા પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આવી સરપ્રાઈઝ ચેકિંગ કામગીરી ચાલુ રાખવામાં આવશે. DCP ઝોન 2 મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે, વડોદરા શહેર પોલીસ દ્વારા ઝોન 1 અને ઝોન 2ની આપણી આખી સમગ્ર પોલીસ ટીમે હાલમાં મેગા સર્ચ ઓપરેશનની એક ડ્રાઇવ શરૂ કરી છે. વડોદરા શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં અલગ-અલગ પ્રકારના ક્રાઇમ થતા હોય છે. ખાસ કરીને ઝોન 1 અને 2ની અંદર વધારે રેસિડેન્શિયલ એરિયા આવેલો છે. અહીંના જે પોલીસ સ્ટેશન વિસ્તારો છે, ત્યાં જે પ્રકારના ગુના બને છે તે અનુસાર પોલીસની કામગીરી પણ રહે છે. જેથી હાલમાં 'પ્રોપર્ટી ઓફન્સ' સાથે સંકળાયેલા ગુનેગારો, શંકાસ્પદ ઇસમો અને આવી પ્રવૃત્તિઓમાં લિપ્ત લોકોનું સઘન ચેકિંગ કરીને તેમના વિસ્તારોમાં મેગા સર્ચ ઓપરેશન ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઓપરેશન દરમિયાન ખાસ કરીને બિનવારસી અથવા અવાવરૂ વાહનો તેમજ નંબર પ્લેટ વગરના વાહનો, જેનો ઉપયોગ શંકાસ્પદ કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં થતો હોય છે, તેના પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેની સાથે સોસાયટીઓમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ વધે તે માટે સિક્યોરિટી ગાર્ડ્સ અને સંબંધિત વ્યક્તિઓનું બ્રીફિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, પૂર્વ ગુનેગારો જે અગાઉ આવી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હતા, તેમની હાલની પ્રવૃત્તિઓ અને લોકેશન શોધીને તપાસ કરવામાં આવી રહી છે. એમસીઆર ડેટાના આધારે પણ આવા તમામ ઇસમોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ કોઈ વિશેષ કે અસાધારણ ઓપરેશન નથી, પરંતુ પોલીસની રૂટીન કાર્યવાહીનો જ ભાગ છે. ઝોન 1 અને 2માં જ્યારે પણ જરૂર જણાય, તહેવારોનો સમય હોય કે મિલકત સંબંધી ગુનાઓ અટકાવવાના હોય, ત્યારે પોલીસ આ પ્રકારની કામગીરી સતત કરતી હોય છે. તેઓએ કહ્યું હતું કે, પોલીસ હંમેશાં એલર્ટ રહે છે અને ગુના બન્યા પછી તેની તપાસ કરવી એ અમારું કામ છે જ, પરંતુ ગુના બનતા અટકાવવા એ પોલીસની પ્રાથમિક જવાબદારી છે. તેના જ ભાગરૂપે તમામ ટીમો એકત્ર થઈને વિસ્તારમાં પોલીસની હાજરી અને પકડ મજબૂત કરવા આ એક્સરસાઇઝ કરી રહી છે. પોલીસ હંમેશાં ગુનેગારો સામે કડક વલણ રાખે છે અને પ્રોએક્ટિવલી અટકાયતી પગલાં લેતી રહે છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં 100 વર્ષ જૂની જર્જરિત ઇમારત ખાલી કરવા નોટિસ:નગરપાલિકાએ રામજી ધર્મશાળાના 42થી વધુ ભાડૂઆતોને સ્થળાંતર કરવા તાકીદ કરી, સર્વે બાદ ભયજનક બાંધકામ દૂર કરાશે
    Next Article
    જૈનતીર્થ તારંગાધામમાં પૂજારીની પત્નીનો લોહીલુહાણ મૃતદેહ મળ્યો:પૂજારીનો ગળેફાંસો ખાધેલો લટકતો મૃતદેહ, પત્નીની હત્યા કરી પૂજારીએ આત્મહત્યા કર્યાની આશંકા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment