Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંતિમ 100 ફૂટમાં દબાણ યથાવત્ રહેતાં હાલાકી:સીટીએમ-ભાઈપુરા વચ્ચેના કરોડો રૂપિયાના રોડ પ્રોજેક્ટ પર 100 ફૂટનું ગ્રહણ,નાગરિકોને હાલાકી

    1 day ago

    શહેરના સીટીએમ વિસ્તારમાં મ્યુનિ.ની સબઝોનલ કચેરીથી ભાઈપુરા વોર્ડના કુલદીપ એપાર્ટમેન્ટ સુધીનો માર્ગ પહોળો બનાવવા માટે એક વર્ષ પહેલાં મોટા પાયે દબાણ દૂર કરીને નવો ડામર રોડ બનાવવામાં આવ્યો હતો. જોકે, માર્ગના અંતિમ આશરે 100 ફૂટ વિસ્તારમાં કેટલાક મકાનોના ઓટલા અને દિવાલો દૂર કરવામાં ન આવતા રોડનું કામ અધૂરું રહી ગયું છે. પરિણામે, સમગ્ર માર્ગ 60 ફૂટની લાઈનદોરી મુજબ વિકસિત થવાને બદલે આ ભાગમાં આજે પણ સાંકડો રહ્યો છે.જેના પરિણામે નાગરીકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ભાઈપુરા તરફથી આવતા વાહનોને આ 100 ફૂટના બોટલનેકના કારણે સામસામે વાહનો પસાર કરવામાં મુશ્કેલી પડે છે. પીક અવર્સ દરમિયાન એક સમયે માત્ર એક જ દિશામાં વાહનવ્યવહાર શક્ય બનતા ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આ માર્ગ સંપૂર્ણપણે ખુલ્લો થાય તો સીટીએમ તરફથી ભાઈપુરા જવા માટે વાહનચાલકોને હાટકેશ્વર સર્કલનો લાંબો ચક્કર મારવાની જરૂર નહીં પડે. હાલમાં અનેક લોકો બે કિલોમીટર જેટલો વધારાનો રસ્તો કાપવા મજબૂર બનતા ઇંધણ અને સમય બંનેનો બગાડ થાય છે. ઉપરાંત હાટકેશ્વર સર્કલ પર થતા ટ્રાફિક જામમાંથી પણ રાહત મળી શકે તેમ છે. સ્થાનિકોનું કહેવું છે કે વર્ષો બાદ ટાઉન પ્લાનિંગ ની લાઈનદોરીનો અમલ કરીને મોટાભાગના દબાણો દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ મુખ્ય માર્ગના અંતિમ 100 ફૂટમાં કાર્યવાહી અધૂરી રહેતાં કરોડોના રોડ વિકાસ પ્રોજેક્ટનો મૂળ હેતુ જ અધૂરો રહ્યો છે. સ્થાનિકોએ મ્યુનિ. તંત્રને બાકી રહેલા દબાણો દૂર કરીને સમગ્ર રોડને 60 ફૂટની મંજૂર લાઈનદોરી મુજબ તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ કરી છે. આ રોડથી લોકોને શું લાભ મળશે? • 100 ફૂટના બાકી દબાણ દૂર થતાં સમગ્ર રોડ 60 ફૂટ પહોળો બનશે. • CTMથી ભાઈપુરા વચ્ચે સીધી અને સરળ અવરજવર શક્ય બનશે. • હાટકેશ્વર સર્કલનો બે કિલોમીટરનું વાહનચાલકોનું ચક્કર બચશે. • ઇંધણ અને સમયની બચત સાથે ટ્રાફિકનું ભારણ ઘટશે. • ઇમરજન્સી વાહનો સહિત સ્થાનિક રહેવાસીઓને ઝડપી અવરજવરનો લાભ મળશે.
    Click here to Read More
    Previous Article
    અરજદારો તા.10 જુલાઈ સુધી અરજી કરી શકશે‎:મોડાસામાં તા. 23મીએ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ કાર્યક્રમ
    Next Article
    ‘સેટિંગ’ના નામે રૂપિયા પડાવ્યા:પોલીસમાં નોકરીની લાલચ આપી યુવક સાથે રૂ. 2.20 લાખની ઠગાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment