Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    10 લાખના દારૂ સાથે રાજસ્થાનનો બુટલેગર ઝડપાયો:દહેગામ નજીક મેશ્વો નદીના બ્રિજ પાસેથી SMCએ ક્રેટા કારને ઝડપી, નંબર પ્લેટ પણ ફેક નીકળી, એક ફરાર

    7 hours ago

    રાજ્યમાં દારૂબંધીના કાયદાનો સખ્તાઈથી અમલ કરાવવા એક્શનમાં આવેલી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે ગાંધીનગરના દહેગામ તાલુકાના મીઠાના મુવાડા ગામની સીમમાં મેશ્વો નદીના બ્રિજ પાસે દરોડો પાડી વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપી પાડી છે. પોલીસે રૂ. 10.53 લાખની કિંમતની 3,928 નંગ દારૂની બોટલો તથા બીયર અને કાર મળી કુલ રૂ. 20.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે રાજસ્થાનના બુટલેગરની ધરપકડ કરી છે, જ્યારે તેનો સાગરીત અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. બનાવટી નંબર પ્લેટ લગાવી રાજસ્થાનથી દારૂની હેરાફેરી બાતમીના આધારે SMCની ટીમે રખીયાલથી દહેગામ તરફ જતાં રસ્તે નાકાબંધી કરી હતી. બાતમીવાળી ક્રેટા કાર આવતાં જ પોલીસે તેને ઘેરી લીધી હતી. પકડાયેલા ડ્રાઈવર લાલુરામ વિજય મીણા (રહે. ઉદેપુર)ની પૂછપરછમાં નાસી છૂટેલો શખ્સ તીલકપુરી ગોસ્વામી (રહે. ડુંગરપુર) હોવાનું ખુલ્યું હતું. કારની તપાસ કરતાં તેના પર GJ 18 EH 6348 નંબરની ખોટી પ્લેટ લગાવાઈ હોવાનું અને કારનો અસલી નંબર GJ 18 EH 7494 હોવાનું સામે આવ્યું હતું. મુખ્ય સૂત્રધાર સહિતના આરોપીઓ સામે ગુનો દાખલ પ્રાથમિક તપાસમાં રાજસ્થાનના ડુંગરપુરથી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘૂસાડવાનું મોટું રેકેટ ચાલી રહ્યું હોવાનું બહાર આવ્યું છે. પોલીસે દારૂ, બોગસ નંબર પ્લેટ ધરાવતી ક્રેટા કાર અને મોબાઈલ મળી કુલ રૂ. 20.73 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. SMCએ આ રેકેટના મુખ્ય સૂત્રધાર વિવેકસિંહ (રહે. ડુંગરપુર), દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા શખ્સ અને કાર માલિક સામે રખીયાલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    'બાળકો આઘાતમાં છે, માફ કરી દો':બાળકોના અશ્લીલ ઈશારા પર સંજય ગુપ્તાના પત્ની બચાવમાં ઉતર્યાં; ડિરેક્ટરની અંતિમ વિધિ બાદ મિડલ ફિંગર દેખાડી હતી
    Next Article
    નખત્રાણામાં 4,047 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત:સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે ફાળવેલી જમીન પર મકાન અને વાડો બનાવ્યાં હતાં; કિંમત રૂ. 60.75 લાખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment